Get The App

દુર્લભ ખગોળીય ઘટના! NASAએ એક ચમકદાર તારાનો સુપરનોવા વિસ્ફોટ રેકોર્ડ કર્યો

- આ ધડાકો ધરતીથી લગભગ સાત કરોડ પ્રકાશ વર્ષ દૂર આવેલ SN2018gv સુપરનોવામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે

Updated: Oct 6th, 2020

GS TEAM

Google News
Google News
દુર્લભ ખગોળીય ઘટના! NASAએ એક ચમકદાર તારાનો સુપરનોવા વિસ્ફોટ રેકોર્ડ કર્યો 1 - image

વૉશિંગ્ટન, તા. 06 ઑક્ટોબર 2020, મંગળવાર 

અમેરિકાની રિસર્ચ એજન્સી નાસા (NASA)એ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વિશાળ તારાના વિસ્ફોટને રેકૉર્ડ કરવામાં આવ્યો છે. નાસા દ્વારા અંતરિક્ષમાં રેકોર્ડ કરવામાં આવેલ આ જોરદાર ધડાકો પૃથ્વીથી લગભગ સાત કરોડ પ્રકાશ વર્ષ દૂર આવેલા એસએન 2018જીવી સુપરનોવામાં રેકોર્ડ કરવામાં આવે છે. નાસાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. 

સુપરનોવા અંતરિક્ષમાં એક તારાનો સૌથી મોટો વિસ્ફોટ છે. વીડિયોમાં સુપરનોવા 2018જીવીની લુપ્ત થતી રોશની પણ જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે. 

આપણા મિલ્કી વે કરતાં અડધા વ્યાસના આ તારાને વર્ષ 1791માં બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શેલે 'spiral nebula' તરીકે શોધ્યો હતો. લગભગ એક વર્ષ ટાઇમ-લેપ્સમાં ફેલાયેલ, સુપરનોવા પ્રથમવાર આકાશગંગાના બહારના કિનારા પર સ્થિત ધબકતા તારા તરીકે જોવામાં આવ્યો છે.  

હાઇ-ઝેડ સુપરનોવા સર્ચ ટીમના પ્રમુખ નોબેલ પુરસ્કાર વિજેતા એડમ રીસે કહ્યુ, 'હબલ સ્પેસ ટેલીસ્કૉપ દ્વારા રેકૉર્ડ કરવામાં આવેલા વિસ્ફોટની રોશની કરતાં સંસારના કોઇ આતિશબાજીની રોશની વધુ ન હોઇ શકે છે.'

સુપરનોવાની વાસ્તવિક ચમકને જાણ્યા બાદ અને આકાશમાં તેની ચમક જોયા બાદ ખગોળશાસ્ત્રીઓ પોતાની આકાશગંગાઓના અંતરની ગણતરી કરી શકે છે. તેનાથી ખગોળશાસ્ત્રીઓને બ્રહ્માંડનાં વિસ્તાર દરને માપવામાં મદદ મળી શકે છે. 

હબલ ટેલિસ્કોપથી જાન્યુઆરી 2018માં શરૂઆતના ધડાકાને રેકૉર્ડ કરી શકયો નથી પરંતુ વર્ષ 2018થી લઇને વર્ષ 2019 સુધી લગભગ એક વર્ષ સુધી સતત તસવીર લેવામાં આવી હતી. આ તસવીરને ટાઇમ-લેપ્સ સીકવન્સમાં એકઠા કરવામાં આવી છે. જે તારાના વિસ્ફોટને રેકૉર્ડ કરવામાં આવ્યા છે તે સૂર્યથી 5 અબજ વધારે ચમકદાર હતો. 

Tags :