Get The App

VIDEO : સૂર્યની સૌથી નજીક પહોંચેલા યાને ભયાનક Solar Stormનો સામનો કર્યો, છતાં સુરક્ષિત

આટલી નજીકથી લેવામાં આવેલા સૌર તોફાન (Solar Storm)નો આ પ્રથમ તસવીર કે વીડિયો છે

આ તોફાન એટલું ભયાનક છે કે જો પૃથ્વી સુધી પહોંચી જાય તો રેડિયો બ્લેકઆઉટ કરી શકે

Updated: Sep 20th, 2023

GS TEAM

Google News
Google News
VIDEO : સૂર્યની સૌથી નજીક પહોંચેલા યાને ભયાનક Solar Stormનો સામનો કર્યો, છતાં સુરક્ષિત 1 - image

image : Twitter / NASA


NASAના સૂર્યમિશન એટલે કે પાર્કર સોલર પ્રોબ (Parker solar Probe) તાજેતરમાં સૂર્યથી નીકળતાં તીવ્ર સોલર સ્ટ્રોમ (Solar Storm) માં ફસાઈ ગયું હતું. તેના કેમેરામાં સૂર્યની તોફાની લહેરો કેદ થઈ હતી અને તેણે આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. આ વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે પાર્કર સોલર પ્રોબના કેમેરાની સામે કોરોનલ માસ ઈજેક્શન (Coronal Maas Ejection- CME)પસાર થાય છે. તેના ઘસારાથી ભયાનક અવાજ સંભળાઈ રહ્યો છે. 

સૂર્યના તોફાન (Solar Strom)નો આ પ્રથમ વીડિયો 

આટલી નજીકથી લેવામાં આવેલા સૌર તોફાન (Solar Storm)નો આ પ્રથમ તસવીર કે વીડિયો છે. CME સૂર્યના વાયુમંડળથી નીકળતા સુપર હોટ પ્લાઝ્માના ભયાનક વિસ્ફોટથી પેદા થાય છે. તે એટલા શક્તિશાળી હોય છે કે જો પૃથ્વી સુધી પહોંચી જાય તો રેડિયો બ્લેકઆઉટ કરી શકે છે. આ ઉપરાંત સેટેલાઈટ્સને નષ્ટ કરી શકે છે. વીજળીના ગ્રિડને નષ્ટ કરી શકે છે કાં તેને નિષ્ક્રિય કરી શકે છે. 

NASAએ શું કહ્યું? 

NASAએ આ મામલે કહ્યું કે પાર્કર સોલર પ્રોબ સાથે જે CME ટકરાયું છે તે અત્યાર સુધીના સૌથી શક્તિશાળી Solar Strom માંથી એક છે. જો તમે આ વીડિયો જોશો તો 14 સેકન્ડ બાદ સૌર તોફાન સાથે પાર્કર સોલર પ્રોબ અથડાય છે. તે સમયે પ્રોબ સૌર લહેરથી જમણી દિશામાં જાય છે. અચરજની વાત તો એ છે કે આ Solar Stormને આ યાન સહન કરી ગયું હતું. સાથે જ તેણે ફોટો અને વીડિયો પણ લીધા હતા. પાર્કર સોલર પ્રોબ ખરેખર તો સૂર્યના અભ્યાસ માટે જ તૈયાર કરાયો છે. આ ઈતિહાસનો સૌથી ઝડપથી ચાલતો અંતરિક્ષયાન છે. 

Tags :