For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાસાએ મંગળ ગ્રહ જેવા સ્થળ પર એક વર્ષ સુધી રહેવા માટે મંગાવી અરજી

Updated: Aug 8th, 2021


વૉશિંગ્ટન, તા. 8 ઓગસ્ટ 2021 રવિવાર

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહ જેવા સ્થળ પર એક વર્ષ સુધી રહેવા માટે ચાર લોકોની અરજી મંગાવી છે. નાસા મંગળ ગ્રહ પર અંતરિક્ષ યાત્રીઓને મોકલ્યા પહેલા તેમને ભવિષ્યના મિશનને વાસ્તવિક પડકાર માટે તૈયાર કરવા ઈચ્છે છે.

નાસાએ મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિઓ વાળા સ્થળ પર 1 વર્ષ પસાર કરવા માટે અરજીઓ મંગાવી છે. આ લોકો 1,700 વર્ગ ફૂટમાં ફેલાયેલા 3ડી-પ્રિન્ટર દ્વારા બનાવવામાં આવેલા માર્સ ડ્યુન અલ્ફામાં રહેશે. આ હ્યુસ્ટનમાં જ્હૉનસન સ્પેસ સેન્ટરની બિલ્ડીંગમાં છે.

મિશનના પડકારોના નિવારણ માટે સ્ટડી કરશે નાસા

નાસાએ નિવેદનમાં કહ્યુ, મંગળ પર ભવિષ્યના મિશનની વાસ્તવિક જીવનના પડકારો સામે ઝઝૂમવાની તૈયારીમાં નાસા એ સ્ટડી કરશે કે કેવી રીતે અત્યધિક પ્રેરિત વ્યક્તિ આટલા લાંબા સમય સુધી જમીન આધારિત આભાસી પરિસ્થિતિમાં રહે છે.


મંગળ મિશન જેવી હશે વિશેષતાઓ

મંગળની જેમ બનાવવામાં આવેલી આ જગ્યા પર મિશનની જેમ જ પડકાર હશે. જેમાં સંસાધનોની મર્યાદાઓ, સાધનોની નિષ્ફળતા, સંચારમાં વિલંબ અને અન્ય પર્યાવરણીય તણાવ પણ હશે. આ સિવાય આમાં રહેનારા લોકો સિમ્યુલેટેડ સ્પેસવૉક, વૈજ્ઞાનિક સંશોધન, આભાસી વાસ્તવિકતા અને રોબોટ નિયંત્રણનો ઉપયોગ કરી શકશે.

શારીરિક અને માનસિક પડકારોને સમજવામાં મળશે મદદ

નાસા એવા ત્રણ મિશનની યોજના બનાવી રહ્યુ છે. આમને ક્રૂ હેલ્થ એન્ડ પર્ફોમેન્સ એક્સપ્લોરેશન એનાલોગના રૂપમાં ઓળખવામાં આવે છે. પહેલુ મિશન આગામી વર્ષે 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી ચાલશે. નાસાના હ્યુસ્ટનમાં સ્પેસ સેન્ટર અદ્યતન ફૂડ ટેકનોલોજી સંશોધનના પ્રમુખ વૈજ્ઞાનિક ગ્રેસ ડગલસે કહ્યુ, મંગળ ગ્રહની સપાટી પર રહેવાની જટિલ જરૂરિયાતોને સમજવા માટે અને સમાધાનો માટે એનાલૉગ મહત્વના છે.

આ લોકો કરી શકે છે અરજી

તેમણે કહ્યુ, પૃથ્વી પર આ રીતે રહેવાથી અમને તે શારીરિક અને માનસિક પડકારોને સમજવા અને તેમનો સામનો કરવામાં મદદ મળશે, જેનો અંતરિક્ષ યાત્રી સામનો કરે છે. અરજી માત્ર અમેરિકી નાગરિક કરી શકે છે અને તેમની ઉંમર 30-55 વર્ષ થવી જોઈએ. આ સિવાય અરજીને અંગ્રેજીમાં દક્ષતા, સારૂ શારીરિક સ્વાસ્થ્ય હોવુ જોઈએ અને ધૂમ્રપાન કરતા ના હોય.

આ સિવાય શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એન્જિનિયર, ગણિત અથવા જૈવિક, ભૌતિક અથવા કોમ્પ્યુટર વિજ્ઞાન જેવા એસટીઈએમ ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી અથવા ઓછામાં ઓછા બે વર્ષના પેશેવર એસટીઈએમ અનુભવની સાથે હોવી જોઈએ અથવા ટેસ્ટ પાયલટ પ્રોગ્રામ પર પણ વિચાર કરવામાં આવી શકે છે.

Gujarat