ધરતી પર અંતરિક્ષની ટેકનોલોજી! ન હવા ભરવાની ઝંઝટ ન પંચર પડવાનો ડર, આવી ગયા Airless ટાયર
હાલમાં આ ટેકનોલોજીનો ઉપયોગ સાયકલના ટાયરમાં કરવામાં આવશે
આ ટાયર એક સ્પ્રિંગ નિકલ-ટાઈટેનિયમ ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે.
Updated: Sep 18th, 2023
![]() |
Image Twitter |
તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર
આજના જમાનામાં મોટાભાગના લોકો પાસે કોઈના કોઈ વાહન જરુર હશે. એ પછી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, પરંતુ દરેક વ્યક્તિને ડ્રાઈવિંગ કરતી વખતે એક વાતની સતત ચિંતા અને ડર રહેતો હોય છે કે વાહનમાં પંચર તો નહી પડેને અથવા તો હવા નીકળી જશે... આવા પ્રકારની ચિંતા રહ્યા કરતી હોય છે. પરંતુ હવે ઓહિયો બેસ્ટ એક કંપનીએ SMART (શેપ મેમોરી અલોય રેડિયલ ટેક્નોલોજી) એ નાસાની રોવર ટેકનીકથી પ્રેરિત થઈ એક ખાસ પ્રકારના એરલેસ ટાયર બનાવ્યું છે. જો કે આ પહેલા પણ આ કોન્સેપ્ટથી કેટલીક કંપનીઓ આ પ્રકારના ટાયર દુનિયા સમક્ષ મુક્યા હતા. પરંતુ SMART કંપનીએ એરલેસ ટાયર વેચવા માટે બજારમાં ઉતાર્યા છે.
હાલમાં આ ટેકનોલોજીનો ઉપયોગ સાયકલના ટાયરમાં કરવામાં આવશે
અંતરિક્ષમાં ઉપયોગ થતી ટેકનોલોજીથી પ્રેરિત થઈ SMART કંપનીએ આ ટાયર તૈયાર કર્યુ છે. કંપનીનું કહેવું છે કે, આ ટેકનોલોજીનો ઉપયોગ NASA દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલ મુન- રોવર અને માર્સ પર મોકલવામાં આવેલ રોવર્સમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે હાલમાં આ ટેકનોલોજીનો ઉપયોગ સાયકલના ટાયરમાં કરવામાં આવશે. તેમજ નજીકનાં ભવિષ્યમાં કાર તેમજ બાઈક માટેના ટાયરો માટે તૈયાર કરવામાં આવશે.
કેવી રીતે કામ કરે છે આ ટાયર
આ ટાયરમાં હવા નહીં પરંતુ મેટલથી બનાવવામાં આવ્યું છે. જેમા એક સ્લિંકી જેવા સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટાયર એક સ્પ્રિંગ નિકલ-ટાઈટેનિયમ ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે. જેને નીટિનોલ પણ કહેવામાં આવે છે. આ ટાઈટેનિયમ પ્રમાણે મજબુત અને રબ્બરની જેમ લચીલું હોય છે. મહત્વની વાત એ છે કે જ્યારે Nitinol ને દબાણ વધારવામાં આવે તો તેનો આકાર બદલાઈ જાય છે પરંતુ થોડીવાર બાદ ફરી તેના ઓરિજનલ શેપમાં આવી જાય છે. આ ટાયરની વિશેષતા એ છે કે મેટલ ટાયરને ધીર-ધીરે કંપ્રેસ કરવા અને રિબાઉન્ડર થવાની સુવિધા હોય છે. આ બરોબર એવી રીતે કામ કરે છે કે જે રીતે સામાન્ય રબરનું ટાયર કામ કરે છે.