Science & Technology

મંગળ પર જીવન શોધવા 2028માં લોન્ચ થશે રોવર: NASA અને SpaceX સાથે મળીને પાર પાડશે ઐતિહાસિક મિશન

By GS Team
17 Apr 20262 mins read
TukuTouch Logo
SpaceXના માલિક Elon Muskની કંપનીને મંગળ ગ્રહ પર Rosalind Franklin રોવર મોકલવા માટે મંજૂરી મળી ગઈ છે. આ મહત્ત્વાકાંક્ષી મિશન હેઠળ રોવર Falcon Heavy રૉકેટ દ્વારા લાલ ગ્રહ સુધી પહોંચશે અને તેનું લોન્ચ 2028ના અંતમાં કરવામાં આવશે. NASAએ તાજેતરમાં આ મિશનના અમલીકરણ તબક્કાને મંજૂરી આપી છે, જે આ દાયકાના સૌથી મહત્ત્વના મંગળ અભિયાનમાંનું એક ગણાઈ રહ્યું છે. NASA અને SpaceX સાથે મળીને આ મિશન પર કામ કરશે. તેમનું આ મિશન મંગળ પર જીવન શોધવામાં સફળ રહે કે નહીં એ જોવું રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

મંગળ પર જીવન શોધવા 2028માં લોન્ચ થશે રોવર: NASA અને SpaceX સાથે મળીને પાર પાડશે ઐતિહાસિક મિશન

Life Hunting Mission on Mars: SpaceXના માલિક Elon Muskની કંપનીને મંગળ ગ્રહ પર Rosalind Franklin રોવર મોકલવા માટે મંજૂરી મળી ગઈ છે. આ મહત્ત્વાકાંક્ષી મિશન હેઠળ રોવર Falcon Heavy રૉકેટ દ્વારા લાલ ગ્રહ સુધી પહોંચશે અને તેનું લોન્ચ 2028ના અંતમાં કરવામાં આવશે. NASAએ તાજેતરમાં આ મિશનના અમલીકરણ તબક્કાને મંજૂરી આપી છે, જે આ દાયકાના સૌથી મહત્ત્વના મંગળ અભિયાનમાંનું એક ગણાઈ રહ્યું છે. NASA અને SpaceX સાથે મળીને આ મિશન પર કામ કરશે. તેમનું આ મિશન મંગળ પર જીવન શોધવામાં સફળ રહે કે નહીં એ જોવું રહ્યું.

મિશનમાં NASAની ભૂમિકા

Rosalind Franklin મિશન NASA અને European Space Agency (ESA) વચ્ચેનું સંયુક્ત પ્રોજેક્ટ છે. આ મિશનમાં SpaceX ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સહકાર હેઠળ NASA નીચેની મહત્ત્વપૂર્ણ સુવિધાઓ પૂરી પાડશે:

* લોન્ચ સર્વિસ

* લેન્ડર માટે બ્રેકિંગ એન્જિન

* મંગળની તીવ્ર ઠંડીમાં સિસ્ટમ ગરમ રાખવા માટે રેડિયોઆઇસોટોપ હીટર યુનિટ

આ ઉપરાંત, અમેરિકન સ્પેસ એજન્સી અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ અને એક આધુનિક માસ સ્પેક્ટ્રોમીટર પણ પૂરું પાડશે.

મંગળ મિશનમાં Rosalind Franklin રોવરનું ખાસ મિશન

Rosalind Franklin રોવર અગાઉના રોવરથી અલગ રહેશે, કારણ કે તે મંગળની સપાટી નીચે લગભગ બે મીટર સુધી ખોદી શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે સપાટી નીચેના નમૂનાઓમાં એવા જૈવિક તત્વો મળી શકે છે, જે સપાટી પરની તીવ્ર રેડિયેશનથી સુરક્ષિત રહ્યા હોય. આ રોવર Oxia Planum વિસ્તારમાં ઉતરશે, જ્યાં પહેલા પાણી અને માટીના જમા થવાના પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવે છે. આથી મંગળ પર ક્યારેય જીવન માટે અનુકૂળ પરિસ્થિતિઓ હતી કે નહીં તે અંગે વધુ માહિતી મળશે.

આ પણ વાંચો: વજન ઘટાડવા માટે વૈજ્ઞાનિકોની મોટી શોધ: કુદરતી હોર્મોન FGF21થી ચરબી ઝડપથી બર્ન થાય છે

Falcon Heavy લોન્ચ અને સમયરેખા

NASAએ લોન્ચ સર્વિસ માટે SpaceXની પસંદગી કરી છે, જે તેના શક્તિશાળી Falcon Heavy રૉકેટનો ઉપયોગ કરશે. આ મિશન Kennedy Space Centerના Launch Complex 39A પરથી લોન્ચ કરવામાં આવશે, જે Apollo missions જેવી ઐતિહાસિક મિશનો માટે જાણીતું છે. આ મિશન માટેનો કરાર NASAના Launch Services II કાર્યક્રમ હેઠળ આપવામાં આવ્યો છે અને તેનો ટાર્ગેટ લોન્ચ સમય 2028ના અંતમાં નક્કી કરવામાં આવ્યો છે.