Get The App

દેશના વિવિધ હાઈવેની સ્થિતિનું મોનિટરિંગ-એઆઈથી

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
દેશના વિવિધ હાઈવેની સ્થિતિનું મોનિટરિંગ-એઆઈથી 1 - image

- nðu ykÃkýk nkRðu ÃkhLkk ¾kzk¾çkzkLke rðøkíkku zuþfu{Lke {ËËÚke MkuLxÙ÷kRÍTz rMkMx{{kt ÃknkU[þu

ભારતના વિવિધ હાઇવે પર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો નવી રીતે ઉપયોગ કરવામાં આવશે. નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) દેશભરના લગભગ ૪૦ હજાર કિલોમીટર લાંબા નેશનલ હાઇવેઝ પર એક આધઉનિક ડેશકેમ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે.

એક તરફ આપણા હાઇવે પર હવે ફાસ્ટેગ આધારિત ટોલટેક્સ કલેકશનને વધુ આધુનિક બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ટોલ પ્લાઝા પર બેરિયરના અવરોધ વિના વાહનો અટક્યા વિના ઝડપથી પસાર થઈ જાય, તેમ છતાં જરૂરી ટોલટેક્સ કપાઈ જાય એવી વ્યવસ્થા જુદા જુદા ટોલ પ્લાઝા પર લાગુ થવા લાગી છે.

બીજી તરફ આપણા નેશનલ હાઇવેઝના મેઇન્ટેનન્સ તરફ પણ વધુ ધ્યાન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે ‘ડેશકેમ એનાલિટિક્સ સર્વિસિસ (ડીએએસ)’ નામની નવી સિસ્ટમનો ઉપયોગ થશે. તેમાં એઆઇ અને મશીન લર્નિંગ (એમએલ) બંને ટેકનોલોજીનો ઉપયોગ થશે.

તેના ભાગરૂપે વિવિધ હાઇવે પર નિયમિત રીતે પેટ્રોલિંગ કરતાં વાહનો પર હાઇ-રેઝોલ્યુશન ડેશબોર્ડ કેમેરા ફીટ કરવામાં આવશે. આ કેમેરાની મદદથી હાઇવેની વિવિધ સ્થિતિનું સતત વીડિયો અને ઇમેજ રેકોર્ડિંગ થશે. આ ડેટાનું એઆઇ પાવર્ડ મોડેલ્સની મદદથી પ્રોસેસિંગ થશે.

આ આખી સિસ્ટમ રસ્તા પરની ૩૦થી વધુ પ્રકારની ખામીઓ ઓળખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એ કારણે જે વાહનના ડેશકેમમાં રસ્તા પરના ખાડાખબડા રેકોર્ડ થશે તેના લોકેશન સહિતની નોંધ મેઇન સિસ્ટમમાં થઈ જશે. રસ્તા પરના ડેમેજ ઉપરાંત લેન-માર્કિંગ, સ્ટ્રીટ લાઇટ્સ, સાઇનેજ, રસ્તાની બંને તરફની રેલિંગ વગેરેમાં કોઈ નુકસાન હોય તો તેની  નોંધ પણ આપોઆપ થતી જશે.

હાઇવે પર ખોટી રીતે હોર્ડિંગ મૂકવામાં આવ્યા હોય, કોઈ અવરોધ ઊભો કરવામાં આવ્યો હોય કે રેલિંગ તોડીને વાહનો ખોટી રીતે રસ્તા પર ચઢી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હોય, ખોટી રીતે પાર્કિંગ થયું હોય, પાણી ભરાયું હોય કે ઝાડીઝાંખરાં ઊગી નીકળ્યાં હોય એ બધું પણ ડેશકેમના ડેટામાં નોંધાતું જશે. ડેશકેમ રાત્રીના સમયે પણ કામ કરશે અને રાત્રે રોડ પરના માર્કિંગ, રિફ્લેક્ટર વગેરે બરાબર વિઝિબલ છે કે નહીં તથા જરૂરી જગ્યાઓએ પૂરતું લાઇટિંગ છે કે નહીં એ પણ ચકાસવામાં આવશે.

આ બધો ડેટા સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મમાં ફીડ થયા પછી એઆઇ અને એમએલની મદદથી તેનું એનાલિસિસ થશે અને ત્યાર પછી રિપેરિંગના જે પગલાં લેવામાં આવે તેમાં કેટલો સમય લાગે છે એ પણ તપાસવામાં આવશે.