ફોનમાં મોબાઈલ ડેટા કનેકશન અચાનક બંધ થઈ ગયું ?
- ík{khk VkuLk{kt {kuçkkR÷ fLkuÂõxrðxe rðLkk fkhý çktÄ ÚkE òÞ íkku Vhe þY fhðkLkk fux÷kf hMíkk íkÃkkMke ÷ku
ઘણી વાર એવું બને કે કોઈ કારણ વિના આપણા ફોનમાં મોબાઇલથી ઇન્ટરનેટ કનેકશન મળતું બંધ થઈ જાય. સામાન્ય સંજોગોમાં
સ્માર્ટફોનમાં મોબાઇલ ડેટા બરોબર ચાલતો હોય,
ઇન્ટરનેટ કનેકશન બરાબર
મળતું હોય અને આપણે જુદી જુદી ઇન્ટરનેટ સર્વિસિસનો કોઈ તકલીફ વિના સ્માર્ટફોનમાં
ઉપયોગ કરી શકતા હોઇએ પરંતુ અચાનક કોઈ દિવસ આ બધી જાહોજલાલી બંધ થઈ જાય.
સ્માર્ટફોનમાં મોબાઇલ ડેટાથી ઇન્ટરનેટ કનેકશન-કોઈ અકળ કારણોસર-બંધ થઈ જાય!
આપણે આ અકળ કારણ શોધીને તેનો ઉપાય કરવો પડે. મોટા ભાગે સ્માર્ટફોનના
સોફ્ટવેરમાં કંઈક નાની એવી ખામી ઊભી થઈ હોય,
હાર્ડવેરને કોઈક રીતે
નુકસાન પહોંચ્યું હોય કે પછી આપણા ફોનના નેટવર્કમાં જ કોઈ ખામી સર્જાઈ હોય ત્યારે
ફોનમાં મોબાઇલ ડેટા કનેક્ટિવિટી બંધ થઈ જાય એવું બની શકે. તેના ઉપાય તરીકે આપણે
વારાફરતી કેટલાંક પગલાં લઈ શકીએ. આ બધાં પગલાં મોટા ભાગના આઇફોન અને એન્ડ્રોઇડનાં
મોટા ભાગનાં મોડેલ્સને લાગુ પડે છે.
ફોનમાં આવી રીતે, અન્ય કોઈ પ્રકારની ખામી સર્જાય તો એના ઉપાય તરીકે, આ જ રીતે જુદા જુદા રસ્તા અજમાવી શકાય.
એરપ્લેન મોડ ઓન-ઓફ કરી જુઓ
તમે જાણતા જ હશો કે સ્માર્ટફોનમાં એરપ્લેન મોડની સગવડ હોય છે. તેને ઓન કરતાં
આપણે ફોનમાંની તમામ પ્રકારની આઉટસાઇડ કનેક્ટિવિટી એક ક્લિકમાં બંધ કરી શકીએ
છીએ.
ફોનમાં મોબાઇલ કનેક્ટિવિટી અચાનક બંધ થઈ ગઈ હોય તો તેનું કારણ ફોનમાં બધા
પ્રકારની કનેક્ટિવિટીમાં કંઈક ગરબડ ઊભી થઈ હોય તે હોઈ શકે છે. તેના ઉપાય તરીકે
એરપ્લેન મોડ ઓન કે ઓફ કરી શકાય.
એ માટે ફોનના સ્ક્રીન પર ઉપરની તરફથી નીચેની તરફ બે વાર સ્વાઇપ કરો અથવા બે
આંગળીથી સ્વાઇપ કરો અને ફોનનાં ક્વિક સેટિંગ્સમાં જાઓ. અહીં તમને એરપ્લેન મોડ કે ફ્લાઇટ મોડ બટનનો આઇકન જોવા મળશે.
એવું પણ બને કે આપણા સ્માર્ટફોનમાં આ
મોડ ભૂલથી એક્ટિવેટ થઈ ગયો હોય અને તેને જ કારણે ફોનમાં મોબાઇલ ડેટા કનેકશન બંધ થઈ
ગયું હોય!
અલબત્ત એવી સ્થિતિમાં ફોનના સ્ક્રીનમાં સૌથી ઉપર એરપ્લેન મોડનો આઇકન જોવા મળે
અને એ કારણે આપણને સમજાય કે ફોનમાં એરપ્લેન મોડ ચાલુ છે.
એ મોડ ભૂલથી ચાલુ ન થયો હોય તેમ છતાં મોબાઇલમાં ડેટા કનેકશન બંધ થયું હોય તો એરપ્લેન મોડ ચાલુ કરી ફરી વાર રાહ જોઇને તેને ઓફ કરતાં ફોનમાં કનેક્ટિવિટી કે સોફ્ટવેર સંબંધિત કંઈક નાની મોટી ખામી સર્જાઈ હોય તો તે દૂર થઈ શકે છે અને ફોનમાં ડેટા કનેકશન પહેલાંની જેમ રાબેતા મુજબ ચાલુ થઈ શકે છે.
ફોન રિસ્ટાર્ટ/પાવર ઓફ કરી જુઓ
આઇફોન હોય કે એન્ડ્રોઇડનો ફોન, તેમાંની કોઈ પણ તકલીફનો આ
સૌથી સહેલો અને છતાં સૌથી સચોટ ઉપાય બની શકે છે! ફોનમાં મોબાઇલ ડેટા કનેકશન બંધ થઈ
ગયું હોય અને એરપ્લેન મોડ ઓન/ઓફ કર્યા પછી પણ ડેટા કનેક્શન ઓન ન થાય તો ફોનને
રિસ્ટાર્ટ કરી શકાય.
ફોનને પાવર ઓફ કરવો એ રિસ્ટાર્ટ કરવા કરતાં જુદી વાત છે. જ્યારે આપણે ફોનનો
રિસ્ટાર્ટ કરીએ ત્યારે એ પ્રોસેસમાં, ફોનમાં ચાલતી તમામ એપ્સ અને
પ્રોસેસિસ બંધ થઈને ફરી ચાલુ થાય છે. એ કારણે જે તે સમયે ફોનમાં ઉપયોગ થતી મેમરી
ફ્રી થઈ શકે છે અને ફોનના સંચાલનમાં કોઈ નાની મોટી તકલીફ ઊભી થઈ હોય તો તે દૂર થઈ
શકે છે.
બીજી તરફ ફોન જ્યારે પૂરેપૂરો શટડાઉન કે પાવર ઓફ કરવામાં આવે ત્યારે ફોનમાં
ચાલતી તમામ એપ્સ અને તમામ પ્રક્રિયાઓ પૂરેપૂરી બંધ થાય છે. ફોનમાંનાં બધા જ
કમ્પોનન્ટ બિલકુલ રિસેટ થાય છે. આ કારણે જો ફોન ફક્ત રિસ્ટાર્ટ કરવાથી કોઈ તકલીફ ન
ઉકેલાય તો તે ફોન પાવર ઓફ કરીને ફરી ચાલુ કરવાને કારણે ઉકેલાઈ શકે છે. મતલબ કે
સાદા રિસ્ટાર્ટ કરતાં ફોનને પાવર ઓફ કરીને ચાલુ કરવો વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
આથી ફોનમાં મોબાઇલ ડેટા કનેકશન કોઈ દેખીતા કારણ વિના બંધ થઈ ગયું હોય તો પહેલા
ફોનને રીસ્ટાર્ટ કરીને અને તેનાથી સમસ્યા ન ઉકેલાય તો ફોન પાવર ઓફ કરી ફરી ઓન કરી
શકાય. સામાન્ય સંજોગોમાં પણ ફોનને નિયમિત રીતે રિસ્ટાર્ટ કરવો હિતાવહ છે. તેનાથી
ફોનમાં બિનજરૂરી બાબતોનો ભરાવો થયો હોય તો તે દૂર થઈ શકે અને ફોન સ્મૂધલી કામ
આપશે.
વાઇ-ફાઇ બંધ કરી જુઓ
સામાન્ય સંજોગમાં ફોનમાં વાઇ-ફાઇ અને મોબાઇલ ડેટા એમ બંને રીતે ડેટા કનેકશનના
ઓપ્શન ચાલુ હોય ત્યારે ફોન વાઇ-ફાઇને અગ્રતા એટલે કે પ્રાયોરિટી આપે છે. આનો અર્થ
એ થયો કે તમારા ઘરમાં કે ઓફિસમાં વાઇ-ફાઇની સુવિધા હોય અને તમે તેનું કનેકશન ઓન
રાખ્યું હોય ત્યારે ફોન હંમેશાં વાઇ-ફાઇ સિગ્નલ્સનો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક
એવું બને કે તમને વાઇ-ફાઇ રાઉટરની રેન્જના છેવાડે હો. એવા સમયે ફોનમાં સ્ટ્રોંગ
વાઇ-ફાઇ સિગ્નલ્સ ન મળે. આથી ફોનની સિસ્ટમ વાઇ-ફાઇ સિગ્નલનો ઉપયોગ કરવો કે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવો તેની ગૂંચવણમાં રહે.
પરિણામે મોબાઇલ ડેટા કનેકશન બંધ થઈ જાય. જો તમે મોબાઇલ હોટસ્પોટનો ઉપયોગ કરીને
સ્માર્ટફોનમાંના મોબાઇલ ડેટા કનેકશનથી લેપટોપમાં ઇન્ટરનેટ કનેકશન મેળવતા હો તો
તમારો અનુભવ હશે કે મોબાઇલમાં વાઇ-ફાઇ બંને ઓન હોય ત્યારે આપણે મોબાઇલમાં હોટસ્પોટ
ઓન કરીએ એ સમયે ફોનની સિસ્ટમ વાઇ-ફાઇ કનેકશન ફરજિયાત પણે ટર્ન ઓફ કરવાનું સૂચવે
છે.
આ બધી વાતનો છેડો એ કે ફોનમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી ચાલુ હોય અને તેનાં પૂરતાં
સિગ્નલ ન મળતાં હોય તો તેને કારણે પણ મોબાઇલ ડેટા કનેકશનનો અવરોધ ઊભો થઈ શકે છે.
ઉપાય તરીકે વાઇ-ફાઇ બંધ કરીને મોબાઇલ ડેટા કનેકશન બંધ હોવાની તકલીફ દૂર કરવાનો
પ્રયાસ કરી શકાય. વાઇ-ફાઇની જેમ ક્યારેક બ્લૂટૂથ કનેક્ટિવિટીને કારણે પણ ફોનના
મોબાઇલ ડેટા કનેકશનમાં અવરોધ ઊભો થઈ શકે છે. આથી તેને પણ બંધ કરી જોઈ શકાય.