આ એપ્સ તમારી પ્રાઈવસીનો કરે છે ભંગ! સુરક્ષા માટે ફોલો કરો આ ટિપ્સ નહીંતર....
These Apps Violate Your Privacy: મોબાઈલ યુઝર્સ માટે એક જરૂરી જાણકારી સામે આવી છે. એક નવા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે, જ્યાં એ એપ્સના નામ બતાવ્યા છે મોબાઈલ યુઝર્સના જીવનની દરેક ગતિવિધિ પર નજર રાખે છે. તે ડેટાના આધાર પર અલગ-અલગ પ્રોફાઈલ બનાવે છે, જેમાં તમારી પસંદ, ના પસંદ અને પોલિટિકલ ઓપિનિયન બધુ જ હોય છે.
તાજેતરમાં જ રિસર્ચ ફર્મ Apteco દ્વારા આયોજિત કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કઈ એપ્સ સૌથી વધુ ડેટા એક્સેસ કરે છે. આમાંથી ત્રણ એપ્સ તો મેટાની છે, તેના નામ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ છે. આ ઉપરાંત, લિંક્ડઈન (માઇક્રોસોફ્ટ), પિન્ટરેસ્ટ, એમેઝોન અને એલેક્સા (Amazon.com Inc), યુટ્યૂબ (ગુગલ), X (જૂનું નામ ટ્વિટર) અને PayPal છે.
ઘણી એપ્સ યુઝર્સના અલગ-અલગ ડેટા સ્ટોર કરે છે, જેમાં ક્લિક અને ટેપ સહિત ઘણા ડેટા હાજર છે. તેમાં લોકેશન કોન્ટેક્ટ્સ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી, ડિવાઈસ ઈન્ફોર્મેશન, નાણાકીય વિગતો અને ઘણું બધું સામેલ છે. આ ડેટાનો ઉપયોગ કરીને એક ડિજિટલ પ્રોફાઈલ બનાવવામાં આવે છે જેમાં તમારી પ્રીફરેન્સ, રુટીન વગેરે સામેલ છે.
ડેટા લીકથી તમને કેમ ફરક પડવો જોઈએ?
વાસ્તવમાં આજની દુનિયામાં ઘણા એવા લોકો છે જે માને છે કે આ માત્ર ડેટા છે અને ઘણી કંપનીઓ દાવો કરે છે કે આનાથી યુઝર એક્સપિરિયન્સ શ્રેષ્ઠ થશે અને કોઈ નુકસાન નથી. અહીં અમે તમને જણાવીશું કે, આના કારણે કઈ સમસ્યાઓ થઈ શકે છે અને તમે તેના પર કેવી રીતે નિયંત્રણ મેળવી શકો છો.
આવી રીતે તમારી પસંદ જાણી શકાય છે
અહીં અમે તમને એક ખતરનાક સ્ટોરી જણાવીએ છીએ, જેને ઘણા લોકો કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ તરીકે ઓળખે છે. અહીં સોશિયલ મીડિયા દ્વારા ઘણા અમેરિકન યુઝર્સના ડેટા એક્સેસ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમની લાગણીઓ, રાજકીય પસંદગી અને ઓપિનિયન વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે, આ ડેટાની વર્ષ 2016ની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તે તમારા માટે સુવિધા નહીં પરંતુ તમારા ઉપર કંટ્રોલ સાબિત થઈ શકે છે.
યુઝર્સ તેનાથી બચવા માટે શું કરી શકે છે?
હાલના સમયમાં યુઝર્સ પાસે આ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે લિમિટેડ ટૂલ્સ સામેલ છે. જોકે, તેને ફોલો કરીને તમે તમારી ખુદની સુરક્ષા કરી શકો છો.
App પર્મિશનને રિવ્યૂ કરો
જ્યારે પણ તમે કોઈ એપને ઈન્સ્ટોલ કરો છો, ત્યારે તેને ઘણી વખત બિનજરૂરી પર્મિશન એક્સેસ આપી દો છો. આવી સ્થિતિમાં તમારે રેગ્યુલર પોતાની તમામ એપ્સની પર્મિશન રિવ્યૂ કરવું જોઈએ.
Cookies મેનેજનું ધ્યાન રાખો
ઘણી વખત જ્યારે આપણે કોઈ પોર્ટલ પર વિઝિટ કરીએ છીએ ત્યારે ત્યાં એક બટન આવે છે જે Accept Allનું બટન આવે છે. તે કૂકીઝની એક્સેસ માગે છે, જ્યાં નીચેની તરફ બીજા બટનો પણ હોય છે જેમાં Reject All, More Options અથવા Only necessary cookiesના નામ હોય છે. અહીં Accept Allને બદલે અન્ય ઓપ્શન પણ પસંદ કરી શકાય છે.
ફોટો અપલોડ કરતી વખતે સાવચેત રહો
AIની મદદથી તમે તમારા ફોટાને એક અનોખો લુક આપી શકો છો. આવી સ્થિતિમાં ઘણા લોકો ફોટા અપલોડ કરે છે, પરંતુ તેમણે તેના જોખમોથી પણ સાવચેત રહેવું જોઈએ. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે તમારા ચહેરાનો ડેટા ચોરી શકે છે.