માઈક્રોસોફ્ટ રિકોલ : આપણું પીસી બનશે ચિત્રગુપ્તનો ચોપડો
- ðuçk yLku M{kxoVkuLk ÃkAe yuykR Ve[Mko nðu fBÃÞqxh{kt Ãký rðMíkhe hÌkkt Au
અ ત્યારે આપણને સૌને કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત સર્વિસની
વેબસાઇટ કે એપમાં જઈ, ચેટબોટને ફટાફટ મૌખિક સૂચનાઓ
આપીને તેની પાસેથી જોઈતું કામ કઢાવવાની આદત પડી ગઈ છે. પરંતુ ગૂગલ હોય કે એઆઇ
ચેટબોટ, પ્રાઇવસીની બાબતે બધું સરખું
છે. બધી એઆઇ સર્વિસ ધીમે ધીમે આપણે તેની સાથે જે વાતચીત કરીએ, જે ડેટા આપીએ તેને પોતાની મેમરીમાં સાચવી લેવાની શરૂઆત કરવા લાગી છે. દેખીતી
રીતે તેની સામે કચવાટ પણ શરૂ થયો છે.
એટલે હવે ટેક કંપનીઓ, આપણી પ્રાઇવસી જળવાય એ રીતે
એઆઇ સર્વિસ આપવા મથી રહી છે. આ માટે, કન્સેપ્ટની રીતે સહેલો પણ
અમલમાં મુશ્કેલ એવો એક રસ્તો છે ઓન-ડિવાઇસ પ્રોસેસિંગ. એટલે કે આપણો કોઈ ડેટા કંપનીના સર્વરમાં લઈ ગયા વિના, આપણા ડિવાઇસમાં જ તેનું પ્રોસેસિંગ કરીને આપણને એઆઇનો લાભ આપવો. એપલ એઆઇમાં આ
વાતની ખાસ કાળજી લે છે, તેમ માઇક્રોસોફ્ટ પણ પીસીમાં
આવાં જ ફીચર આપવાની મથામણમાં છે. આવું એક ફીચર છે - રિકૉલ.
WÃkÞkuøke
Mkøkðz fu sçkhe òMkqMke?
તમે તમારા વિન્ડોઝ ૧૧ પીસી કે લેપટોપમાં જે કંઈ કરો એ બધું જ એકદમ કાળજીપૂર્વક
રેકોર્ડ થતું જાય તો? પહેલી નજરે આ સુવિધા ઘણી
લાભદાયક લાગે કેમ કે તેનાથી આપણી ઘણી મુશ્કેલીઓ સહેલી થઈ જાય. ઘણી વાર એવું બને કે
આપણે પોતાના કમ્પ્યૂટરમાં કોઈક ફાઇલ પર કામ કરીએ અને પછી તેને ક્યાંક સ્ટોર કરીએ.
પરંતુ થોડા દિવસ વિત્યા પછી એ ફાઇલ ફરી યાદ આવે ત્યારે તે ક્યાં સેવ કરી હતી તે
બિલકુલ યાદ ન આવે. ફાઇલના નામમાં આપણે શું લખ્યું છે એ પણ યાદ ન હોય તો એ ફાઇલ ફરી
શોધવી બહુ મુશ્કેલ બને.
આ અને તેના જેવી બીજી તકલીફોનો માઇક્રોસોફ્ટે રિકૉલ નામે એક ઉપાય શોધ્યો છે.
માઇક્રોસોફ્ટે ગયા વર્ષે પહેલી વાર આ ફીચર લોન્ચ કર્યું હતું. પરંતુ ત્યારે તેની
સામે મોટો હોબાળો મચતાં માઇક્રોસોફ્ટે એ ફીચર અટકાવી દીધું હતું. હવે તેને રીલોન્ચ
કરાયું છે.
અલબત્ત આપણા હાલના કમ્પ્યૂટરમાં સીધેસીધો આ ફીચરનો ઉપયોગ કરવા નહીં મળે.
માઇક્રોસોફ્ટ કંપની કોપાયલોટ+ તરીકે ઓળખાતા એઆઇ પીસીમાં આ સુવિધા આપી રહી છે. જો તમે પાછલા એકાદ વર્ષમાં
પ્રમાણમાં સારું વિન્ડોઝ લેપટોપ ખરીદ્યું હોય તો તે કોપાયલોટ+ એઆઇ પીસી હોય તેવી
શક્યતા છે.
આ પ્રકારના પીસીમાં એક ખાસ પ્રકારનું ન્યૂરલ પ્રોસેસિંગ યુનિટ (એનપીયુ) હોય છે, જે દર સેકન્ડે ૪૦ ટ્રિલિયન ઓપરેશન્સ કરી શકે છે! માઇક્રોસોફ્ટ કંપની પીસીમાં
એઆઇ ફીચર્સ ઉમેરતી વખતે આપણી પ્રાઇવસી જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવા માગે છે. એ માટે
એઆઇ સંબંધિત બધું પ્રોસેસિંગ પીસીમાં જ થાય અને આપણો ડેટા ક્લાઉડમાં લઇ જવો ન પડે
એવો પ્રયાસ છે. રિકૉલ ફીચરનો ઉપયોગ કરવા માટે આપણા પીસીમાં ૧૬ જીબી રેમ તથા ઓછામાં
ઓછી ૨૫૬ જીબી સ્ટોરેજ કેપેસિટી હોવી જોઇએ. રિકૉલનો ઉપયોગ કરવા પીસીમાં ઓછામાં ઓછી
૫૦ જીબી ફ્રી સ્ટોરેજ સ્પેસ હોવી જોઇએ.
જો કંપની કહે છે કે એ રીતે રિકૉલ ફીચરમાં આપણને પોતાના ડેટા પર પૂરતો કંટ્રોલ
મળે, કોઈ પણ સંજોગમાં તેની એક્સેસ
આપણા સિવાય કોઈને ન મળે તો આ બહુ ઉપયોગી સુવિધા છે, બાકી તે બહુ જોખમી બની શકે છે.
ભવિષ્યનું કમ્પ્યૂટિંગ કેવું હશે તેનો અંદાજ મેળવવા આ રિકૉલ ફીચર વિશે થોડું
વધુ જાણીએ.
{kR¢kuMkku^x
rhfkp÷ þwt Au?
માઇક્રોસોફ્ટ કંપની તેના તમામ કામકાજમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો
ઉપયોગ સતત વધારી રહી છે. વેબ પરની આપણી વિવિધ પ્રવૃત્તિ ઉપરાંત હવે પીસીમાં પણ
તેને મોટા પાયે ઉમેરવામાં આવી રહી છે. માઇક્રોસોફ્ટ રિકૉલ ફીચર આપણે પોતાના
પીસીમાં જે કંઈ કરીએ તે સમયે સ્ક્રીન પર જે કંઈ દેખાતું હોય તેનો એકદમ નિયમિત રીતે
સ્ક્રીનશોટ લે છે. નિયમિત રીતે એટલે એટલું નિયમિત એ પણ જાણી લો - લગભગ દર ત્રણ સેકન્ડે! આપણા સ્ક્રીનનો
સ્ક્રીનશોટ લેવામાં આવે અને તેને આપણા જ પીસીમાં લોકલ હાર્ડડ્રાઇવમાં સાચવવામાં
આવે. કંપની કહે છે કે આ સ્ક્રીનશોટ અને તેને સંબંધિત કોઈ પણ ડેટા માઇક્રોસોફ્ટ કે
કોઈ પણ થર્ડ પાર્ટી સાથે શેર્ડ થતો નથી. એટલું જ નહીં એક જ કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા
અલગ અલગ યૂઝર્સ વચ્ચે પણ આ ડેટા શેર થતો નથી. દરેક યૂઝરની પોતાની પ્રવૃત્તિઓના સ્ક્રીનશોટ
તેમના પોતાના એકાઉન્ટમાં સેવ થતા રહે છે.
આ ફીચર પહેલી વાર લોન્ચ થયું ત્યારે કંપનીએ ઉતાવળ કરી હતી અને યૂઝર તેનો ઉપયોગ
કરવા માગે છે કે નહીં તેની પરવા કર્યા વિના ફીચર સૌ માટે ધરાર ઓન કરી દીધું હતું.
હવે કંપનીએ આપણને કંટ્રોલ આપ્યો છે. આપણી પ્રવૃત્તિના સ્ક્રીનશોટ લેતા પહેલાં આપણી
મંજૂરી માગવામાં આવશે તથા આપણે ઇચ્છીએ ત્યારે આ ફીચર અટકાવી શકીશું તથા તેમાં
સ્ટોર થયેલા બધા સ્ક્રીનશોટનો ડેટા ગમે ત્યારે ડિલીટ પણ કરી શકીશું.
rhfkp÷ Ve[h
fE heíku WÃkÞkuøke?
આપણે જોયું તેમ રિકૉલ એ એઆઇ આધારિત ફીચર છે. આથી આપણે તેને એક વાર ઓન કરીએ એ
પછી જ્યારે ઇચ્છીએ ત્યારે પીસીમાં રિકૉલ ફીચરનું પેજ ઓપન કરીને ઇન્ટરનેટ પરની આપણી
ભૂતકાળની કોઈ પણ પ્રવૃત્તિ વિશે નેચરલ લેંગ્વેજમાં તેને પ્રશ્ન પૂછી શકીએ છીએ.
જેમ કે આપણે રિકૉલને પૂછી શકીએ કે ગયા મહિને મેં ફલાણા ક્લાયન્ટ
વિશે એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું એ ક્યાં સેવ કર્યું હતું? આ સવાલ મળતાં રિકૉલ ફીચરની એઆઇ કામે લાગે. તે આપણી બધી પ્રવૃત્તિના
સ્ક્રીનશોટ્સ ધડાધડ તપાસવા લાગે. પેલા પ્રેઝન્ટેશનની વિગતો તેને જે સ્ક્રીનશોટમાં
મળે તેનો અભ્યાસ કરીને તે આપણને એ ફાઇલ શોધી આપે!
આ ફીચર ફક્ત ફાઇલ શોધવા પૂરતું સીમિત નથી. વાત એઆઇ આધારિત છે અને નેચરલ
લેંગ્વેજમાં સર્ચને સંબંધિત છે. આથી પોતાના કમ્પ્યૂટરમાં આપણે જે કંઈ કર્યું હોય, બ્રાઉઝરમાં વિવિધ વેબસાઇટ જોઈ હોય, યુટ્યૂબમાં વીડિયો જોયા હોય, કમ્પ્યૂટરનાં સેટિંગ્સમાં કોઈ ફેરફાર કર્યા હોય, એ બધાની વિગતો રિકૉલ ફીચરના ચોપડે ચઢતી જાય છે અને આપણે ઇચ્છીએ ત્યારે તેને
રિકૉલ કરી શકીએ છીએ. એટલે કે, જે તે પ્રવૃત્તિ વિશે ચોક્કસ
માહિતી આપ્યા વિના, મનમાં ઉગે તેવા સવાલોની મદદથી
તેની જૂની પ્રવૃત્તિ ફરી તાજી કરી શકીએ છીએ. કંપનીનું કહેવું છે કે આ ફીચર આપણા સેકન્ડ બ્રેઇન તરીકે કામ કરે છે.
rhfkp÷ Ãkh
ykÃkýku ftxÙku÷ hnuþu?
કંપનીએ રિકૉલ ફીચર નવેસરથી રજૂ કરતી વખતે યૂઝર તરીકે આપણને તેના પર ઘણા
કંટ્રોલ આપ્યા છે તેમ છતાં તે અપૂરતા સાબિત થાય તેમ છે. જેમ કે આપણે તેને ઓન કરીએ
તે પછી કમ્પ્યૂટરમાંની આપણી તમામ સંવેદનશીલ વિગતોના સ્ક્રીનશોટ પણ લેવાય છે. જેમ
કે આપણી પોતાની બેંકની વેબસાઇટ પર જઇને તેમાં લોગઇન થઇએ એ સમયે સ્ક્રીન પર જે કંઈ
દેખાય એ બધું પણ સ્ક્રીનશોટ તરીકે રિકૉલના ચોપડે ચઢતું જાય છે! બેંકની વેબસાઇટ
આપણા પાસવર્ડ વાંચી ન શકાય એ રીતે ફૂદડીથી દર્શાવવાની કાળજી લે છે પરંતુ ઘણી જગ્યાએ
લોગઇન વખતે આપણે પોતે પોતાનો પાસવર્ડ વાંચીએ અને બરાબર એ તબક્કે તેનો સ્ક્રીનશોટ
લેવામાં આવે તેવું પણ બની શકે.
એ જ રીતે બેંક સ્ટેટમેન્ટની બધી વિગતો પણ રિકૉલમાં નોંધાઈ શકે છે. આ સિવાય
કમ્પ્યૂટરમાં આપણી ઘણી બધી પ્રવૃત્તિ એવી હોઈ શકે કે જેની નોંધ રાખવામાં ન આવે
એવું આપણે ઇચ્છીએ.
રિકૉલ ફીચરમાં આપણે ઇચ્છીએ તે ફોલ્ડર-ફાઇલની વિગતો કે અમુક ચોક્કસ
વેબસાઇટમાંની આપણી પ્રવૃત્તિની નોંધ રાખવામાં ન આવે, એવો કંટ્રોલ અત્યારે મળતો નથી.
અલબત્ત, કંપની કહે છે કે રિકૉલ ફીચર
હેઠળ આપણી બધી પ્રવૃત્તિનો ડેટા એનક્રિપ્ટેડ રહે છે. તથા આપણે વિન્ડોઝ હેલો ની મદદથી પોતાના માઇક્રોસોફ્ટ
એકાઉન્ટમાં લોગઇન થઈએ તે પછી જ આપણને જોવા મળે છે.
rhfkp÷ Ve[h
LkÚke, íkku þwt?
રિકૉલનો ફાયદો એ છે કે આપણે કમ્પ્યૂટર પર કામ કરતા હોઇએ ત્યારે તેમાંની
પ્રવૃત્તિ વિશે પોતાના મનમાં કોઈ પણ નોંધ રાખવાની જરૂર રહેતી નથી. એ બધું જ આપણે
રિકૉલ ફીચર પર છોડી શકીએ છીએ.
પરંતુ એ ન હોય તોય, કમ્પ્યૂટરમાં બધું સર્ચ કરવા
માટે અત્યારે પણ સુવિધા તો છે. સ્ક્રીન પર નીચેની તરફ ટાસ્કબારમાં દેખાતા સર્ચ
આઇકન પર ક્લિક કરતાં સર્ચ સુવિધા ઓપન થાય છે અને તેમાં આપણે છેલ્લા થોડા સમયમાં
ઓપન કરેલા પ્રોગ્રામ જોઈ શકીએ છીએ કે ફાઇલનેમમાં જેનો ઉલ્લેખ હોય તેવા શબ્દોથી
કમ્પ્યૂટરમાંની જે તે ફાઇલ સુધી પહોંચી શકીએ છીએ. એ જ રીતે કમ્પ્યૂટરના સેટિંગ્સ
પણ અહીંથી સર્ચ કરી શકાય છે.
વર્ષો પહેલાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આ રીતે સર્ચની પાવરફુલ સુવિધા નહોતી
ત્યારે ગૂગલે આપણને એક ટૂલબાર ઇન્સ્ટોલ કરવાની સગવડ આપી હતી, જે કમ્પ્યૂટરમાંની બધી ફાઇલ્સ, ફોલ્ડર્સ વગેરેનું
ઇન્ડેક્સ્ટિંગ એટલે કે નોંધ રાખતી હતી. એ પછી આપણે બહુ ઝડપથી પોતાની ફાઇલ કે
ફોલ્ડર શોધી શકતા હતી. ગૂગલે એ સુવિધા પછી સમેટી લીધી. બીજી તરફ માઇક્રોસોફ્ટે
પહેલાં કોર્ટના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સ્વરૂપે અને પછી સાદી સર્ચ સુવિધા તરીકે
પોતાના કમ્પ્યૂટરમાં સર્ચ કરવાની સગવડ આપી. પરંતુ આ સુવિધા હજી પણ ઘણી બેઝિક છે.
માઇક્રોસોફ્ટ રિકૉલ ફીચરથી તેને નવા લેવલે લઇ જવા માગે છે.