Get The App

વોટ્સએપમાં સ્કેમ્સ-છેતરપિંડી રોકવા મેટાની મથામણ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપમાં સ્કેમ્સ-છેતરપિંડી રોકવા મેટાની મથામણ 1 - image


- ðkuxTMkyuÃkLku Mk÷k{ík hk¾ðk {kxu yuÃk{kt ðÄw fux÷ktf Ve[Mko W{uhðk{kt ykðe hÌkkt Au

વોટ્સએપ અને ટેલિગ્રામ આપણા જેવા લોકોમાં દુનિયાભરમાં જબરજસ્ત લોકપ્રિય મેસેજિંગ એપ્સ છે - આ વાક્ય અર્ધસત્ય છે! આ બંને એપ આપણા જેવા લોકોમાં પોપ્યુલર છે એ તો ખરું જ, પણ એ જ કારણે બંને એપ આખી દુનિયાના ઉતાર જેવા, નરી છેતરપિંડી કરનારા લોકોમાં પણ જબરી પોપ્યુલર છે.

વોટ્સએપ હજી પણ ઘણે અંશે ફેમિલી એપ છે, મેટા કંપનીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બધું ફોકસ ઘણે અંશે પોતાની કમાણી પર રાખ્યું છે, પણ વોટ્સએપમાં હજી પણ પ્રાઇવસી, સિક્યોરિટી તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આથી તેમાં ગ્રૂપ મેસેજિંગ, પહેલી વારનો સંપર્ક, ગ્રૂપ અને બ્રોડકાસ્ટ લિસ્ટમાં સભ્યોની સંખ્યા વગેરે બાબતે યૂઝરની સલામતી જાળવવાના સતત પ્રયાસ થાય છે. આથી આપણે સૌ પોતાના ફેમિલી કે ખરા ક્લાયન્ટ્સ સાથે સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ પસંદ કરીએ છીએ.

બીજી તરફ ટેલિગ્રામ ફેમિલી એપ નથી. ત્યાં દરેક પ્રકારના ‘ધંધા’ કરતા લોકો વધુ એક્ટિવ છે. તેમાં ગ્રૂપમાં કે ચેનલ્સ વગેરેમાં મેમ્બર્સની સંખ્યા વોટ્સએપ કરતાં ક્યાંય વધુ છે અથવા કોઈ મર્યાદા જ નથી.

એ કારણે અહીં પાઇરેડેટ કન્ટેન્ટ બહુ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એટલે આમ ‘આપણા જેવા’ પણ મફત મૂવી, મફત છાપાં, મફત સોફ્ટવેર અને બીજું ઘણું બધું મફત શોધતા લોકો પણ ટેલિગ્રામમાં એક્ટિવ રહે છે. આથી વોટ્સએપ પર ઇન્ટરનેટની આંટીઘૂંટીની બહુ સમજ ન હોય એવા લોકો વધુ છે, તો ટેલિગ્રામ પર બધા પ્રકારના લોકો વધુ છે!

આ કારણે ફ્રોડ કરવાની તાકમાં રહેતા લોકો પહેલાં વોટ્સએપમાં જાળ ફેલાવે છે અને પછી જે માછલીઓ ફસાય તેને હળવેકથી ટેલિગ્રામમાં અને પછી ત્યાંથી પણ આગળ ઊંડાં પાણીમાં ખેંચી જાય છે. સદનસીબે મેટા કંપનીએ વોટ્સએપને વધુ સલામત રાખવાની કોશિશ સતત જારી રાખી છે.

ðkuxTMkyuÃkÚke Vu÷kíke {kÞkò¤

રોજ સવારે વોટ્સએપ ઓપન કરીએ એ સાથે આપણા કાયમી પરિચિત મિત્રો, સ્વજનોના મેસેજ જોવા મળે. તેની સાથોસાથ હવે જરા જુદી રીતે પરિચિત થવા લાગેલા લોકોના મેસેજ પણ લગભગ અચૂકપણે ટપકી પડ્યા હોય આ નવા પરિચિતો છે આપણને કોઈ ને કોઈ રીતે શીશામાં ઉતારવા માટે પ્રયાસ કરતા લોકો!

હજી હમણાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી હતી તેમ દક્ષિણ પૂર્વના એશિયા કંબોડિયા તથા અન્ય દેશોમાંથી વ્યાપકપણે સાયબર ફ્રોડનાં રીતસર કેમ્પેઇન ચલાવવામાં આવે છે. હમણાં મેટા કંપનીએ પણ આ વાત સ્વીકારીને મેટાનાં વિવિધ પ્લેટફોર્મને આપણે માટે વધુ સલામત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

મેટા કહે છે કે તેણે કંબોડિયા જેવા દેશોમાંથી ચલાવવામાં આવતા સ્કેમ સેન્ટર્સ સાથે કનેક્ટેડ ૬૮ લાખ જેટલાં વોટ્સએપ એકાઉન્ટ ઓળખીને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. કંપની કહે છે કે વિવિધ દેશોમાં વોટ્સએપ પર ફેલાવવામાં આવતા સ્કેમ કેમ્પેઇન્સની તપાસ કર્યા પછી કંપનીએ ફક્ત એ જ હેતુ માટે ઓપન કરવામાં આવતાં નવાં એકાઉન્ટ પારખીને, તેમનો દુરુપયોગ થઈ શકે તે પહેલાં તેમને બંધ કરી દીધાં છે.

સ્કેમસ્ટર્સ કેવી રીતે જાળ બિછાવે છે?

મેટા કંપનીના કહેવા અનુસાર સ્કેમ સેન્ટર્સ મોટા ભાગે વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ કેમ્પેઇન એક સાથે ચલાવે છે. ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટથી લઇને પિરામિડ સ્કિમ્સમાં ભાગ લેવા માટે લલચાવતા મેસેજિસ એક સાથે અનેક લોકોને મોકલવામાં આવે છે. આ દરેક સ્કેમમાં એક ચોક્કસ ખાસિયત હોય છે - તમે એમાં જોડાઈ જાવ એ પછી મોટું વળતર મળ્યું હોવાનું બતાવવામાં આવે, પરંતુ એ મેળવવું હોય તો પહેલાં આપણે રકમ ચૂકવવી પડે. મેટા કંપની કહે છે કે લગભગ બધા જ સાયબર ફ્રોડ આ એક જ પેટર્ન પર ચાલે છે.

આવાં સ્કેમની બીજી પણ એક ખાસિયત છે. તેની શરૂઆત મોટા ભાગે સાદા ટેકસ્ટ મેસેજ કે ડેટિંગ એપ પર સાદા મેસેજથી થાય છે. એ પછી સોશિયલ મીડિયા અને પ્રાઇવેટ મેસેજિંગ એપ્સ પર વાત આગળ વધે છે અને છેવટે જુદા જુદા પ્રકારના પેમેન્ટ કે ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પર વાત પહોંચે છે. કોઈ એક જ પ્રકારના કૌભાંડમાં પણ બહુ જુદા જુદા પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે. જેથી કોઈ એક સર્વિસને આખા કૌભાંડનું મર્યાદિત પાસું જ જોવા મળે. જેને કારણે તેને પારખવામાં મુશ્કેલી થાય.

મેટા કહે છે કે હમણાં ચેટજીપીટી ઓપનએઆઇ કંપનીએ ધ્યાન દોર્યું કે કૌભાંડ કરનારા લોકો ચેટજીપીટીની મદદથી એક સાદો ટેકસ્ટ મેસેજ તૈયાર કરે છે. જેમાં વોટ્સએપની ચેટની લિંક હોય છે. અહીંથી ટાર્ગેટને ટેલિગ્રામ પર પહોંચાડવામાં આવે છે. ત્યાં તેને વિવિધ ટાસ્ક સોંપવામાં આવે છે. સાથોસાથ સ્કીમમાં જોડાયેલા અન્ય લોકોએ કેવી કમાણી કરે છે તે બતાવવામાં આવે છે અને પછી ટેલિગ્રામથી આગળ વધીને ટાર્ગેટને ક્રિપ્ટો વોલેટમાં પહોંચાડીને તેમાં રૂપિયા જમા કરવાનું કહેવામાં આવે છે.  મેટા કંપનીએ આ બધાં પાસાંનો અભ્યાસ કરીને ખાસ કરીને વોટ્સએપ પર સરેરાશ યૂઝર્સને સલામત રાખવા માટે વિવિધ પગલાં લીધાં છે.

અજાણ્યા ગ્રૂપમાં ઉમેરાઈએ તો ચેતવણી

 વોટ્સએપમાં એક નવું સેફ્ટી ઓવરવ્યૂ ફીચર ઉમેરવામાં આવી રહ્યું છે જેને કારણે આપણને કોઈ નવા વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરવામાં આવે ત્યારે આપણને એ ગ્રૂપમાં ઉમેરનાર વ્યક્તિ આપણા કોન્ટેક્ટ્સમાં સામેલ ન હોય તો આપણું તરત ધ્યાન દોરવામાં આવશે.

આ ફીચર આમ તો જૂનું છે પરંતુ તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે એ ગ્રૂપ કોણે, ક્યારે ક્રિએટ કર્યું છે તથા એ વ્યક્તિ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં છે કે નહીં જેવી માહિતી ઉપરાંત એ ગ્રૂપમાં અન્ય કેટલા લોકો છે અને તેમાંથી કોઈ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં છે કે નહીં તે આપણે જોઈ શકીશું.

આ બધું ગ્રૂપનું પેજ ઓપન કર્યા વિના આપણે જોઈ શકીશું.  અહીંથી આપણને વિવિધ પ્રકારના સ્કેમ્સ વિશે ચેતવવામાં આવશે. તેમ જ કઈ વ્યક્તિ આપણને પોતાના ગ્રૂપમાં ઉમેરી શકે તેનો કંટ્રોલ આપતા પ્રાઇવસી સેટિંગ્સમાં પહોંચાડતી લિંક પણ આપવામાં આવશે.

અહીંથી આપણે, એ ગ્રૂપમાં ગયા વિના જ તેમાંથી એક્ઝિટ થઈ શકીશું અથવા ઇચ્છીએ તો ગ્રૂપમાંની ચેટ્સ જોવા આગળ વધી શકીશું. આપણી સલામતી માટે, આપણે પોતે ગ્રૂપમાં સામેલ રહેવા ઇચ્છીએ છીએ એવું સ્પષ્ટ ન કરીએ ત્યાં સુધી આ ગ્રૂપનાં નોટિફિકેશન્સ બંધ રાખવામાં આવશે.

વ્યક્તિગત મેસેજિંગમાં પણ સલાહ-સૂચન

 મેટા કંપનીના કહેવા અનુસાર સ્કેમસ્ટર્સ મોટા ભાગે વોટ્સએપની બહાર કોઈક રીતે આપણો સંપર્ક કરે છે. એ પછી તેઓ પોતાના ટાર્ગેટને વોટ્સએપ પર મેસેજ મોકલવા કહે છે. સામાન્ય રીતે કોઈ અજાણી વ્યક્તિ વોટ્સએપ પર આપણો સામેથી સંપર્ક કરે તો એ વોટ્સએપની સિક્યોરિટી સિસ્ટમની નજરમાં આવે છે. પરંતુ આપણે પોતે સામે ચાલીને સ્કેમસ્ટરને વોટ્સએપ પર સંપર્ક કરીએ તો સ્કેમસ્ટરને ઢાલ મળી જાય છે. આ કારણે આપણે આપણા જેના સતત સંપર્કમાં ન હોઈએ એવી વ્યક્તિ સાથે વોટ્સએપ પર વાત કરવાનું શરૂ કરીએ ત્યારે કંપની આપણને સલામતી સંબંધિત કેટલીક સૂચનાઓ આપશે.

ðkuxTMkyuÃk fu yLÞ yuÃk{kt yòýe ÔÞÂõíkLkk MktÃkfo ð¾íku þwt æÞkLk hk¾ðwt?

«ríkMkkË ykÃkðk{kt fkuE Wíkkð¤ Lk fhku

મેટા કંપની ભારપૂર્વક કહે છે કે વોટ્સેપ પર કોઈ પણ મેસેજ - ભલે તે જાણીતી વ્યક્તિ તરફથી આવ્યો હોય - પર કોઈ પણ પ્રતિસાદ આપતાં પહેલાં બે ઘડી વિચાર કરી લેવો જરૂરી છે. લિંક પર ક્લિક કરી, મેસેજનો કોઈ પણ જવાબ આપવો, મેસેજ ફોરવર્ડ કરવો... આ બધું જ વગર વિચાર્યે ક્યારેય કરવું નહીં.

su rðLktíke nkuÞ íkuLku þtfkLke Lkshu swyku

ખાસ કરીને મેસેજમાં કોઈ પણ પ્રકારની વિનંતી કરવામાં આવી હોય, કોઈ ગ્રૂપમાં જોડાવાની વાત હોય, બીજા કોઈ પ્લેટફોર્મ પર આગળ વધવાની વાત હોય કે કોઈ પણ કારણે પેમેન્ટ કરવાની વિનંતી કરવામાં આવી હોય ત્યારે તેને અચૂકપણે શંકાની નજરે જોવી જરૂરી છે - આપણી પરિચિત વ્યક્તિનો મેસેજ હોય તો પણ.

ÔÞÂõík ¾hu¾h fkuý Au íku y[qf íkÃkkMkku

વોટ્સએપમાં ઘણી રીતે આપણી આંખમાં ધૂળ નાખી શકાય. બનાવટી પ્રોફાઇલ પિક્ચરથી, ખોટા મેસેજથી, વેરિફાઇડ બિઝનેસ હોવાનો દેખાવ કરીને કે ખરેખર પરિચિત વ્યક્તિનું એકાઉન્ટ હેક કરીને આપણને છેતરી શકાય. આથી આપણો સંપર્ક કરતી વ્યક્તિ ખરેખર કોણ છે તે અચૂક તપાસો - વોટ્સએપની બહાર પણ.

Tags :