Get The App

હવે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ વેરિફાઇ કરવાનો લાગશે ચાર્જ

Updated: Mar 29th, 2023

GS TEAM


Google News
Google News
હવે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ વેરિફાઇ કરવાનો લાગશે ચાર્જ 1 - image


નવી દિલ્હી,તા. 29 માર્ચ 2023, ગુરુવાર

એલોન મસ્કે ટ્વિટર પર બ્લુ ટિકના વેરિફિકેશન માટે કિંમત નક્કી કરી હતી. તે જ સમયે, હવે સોશિયલ મીડિયા કંપની મેટાએ પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક માટે ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. 

મેટાએ તાજેતરમાં યુ.એસ.માં બ્લુ ટિક સાથે મેટા એકાઉન્ટ્સ એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ચકાસવા માટે દર મહિને $14.99નો ચાર્જ નક્કી કર્યો છે. હવે, અહેવાલો અનુસાર, યુઝર્સે મોબાઇલ ડિવાઇસ પર મેટાના પ્લેટફોર્મ પર વેરિફિકેશન માટે દર મહિને રૂ. 1,450 અને વેબ બ્રાઉઝર દ્વારા સબ્સ્ક્રાઇબ કરવા માટે દર મહિને રૂ. 1,009 ચૂકવવા પડશે.

Twitter બ્લુ સબ્સ્ક્રિપ્શનની જેમ, મેટા વેરિફાઈડ તમારા Instagram અને Facebook એકાઉન્ટમાં બ્લુ ચેકમાર્ક ઉમેરશે. હાલના સમયમાં  મેટા વેરિફાઈડ બીટા ફેઝમાં ઉપલબ્ધ છે અને યુઝર્સે તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની ચકાસણી કરાવવા માટે વેઈટીંગ લિસ્ટમાં જોડાવું પડશે.

પ્રોફાઈલ પર બ્લુ ટિક માર્ક ઉમેરવા ઉપરાંત, મેટા વેરિફાઈડ એકાઉન્ટ્સને અન્ય ઘણી સુવિધાઓ મળશે.  જેમાં રીચ અને એક્સલૂઝીવ એક્સ્ટ્રાનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, મેટા વેરિફાઈડ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ અને વ્યવસાયો માટે ઉપલબ્ધ નથી.

કોણ અરજી કરી શકે છે?

કોઈપણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર કે જેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ છે તે પોતાનું એકાઉન્ટ વેરિફાઈ કરાવી શકે છે. સાર્વજનિક અથવા ખાનગી પ્રોફાઇલ ધરાવતા યુઝર્સ જેમની એક્ટીવીટી મિનિમમ છે તેઓ તેમના એકાઉન્ટને વેરિફાઇ કરાવી શકે છે. એ જ રીતે, વ્યક્તિએ એક સરકારી ID પણ પ્રદાન કરવું પડશે, જેમાં સમાન નામ અને ફોટો હોય અને તેનો ઉપયોગ વેરિફિકેશન ડોક્યુમેન્ટ તરીકે થઈ શકે.

ચકાસણી માટે કેવી રીતે અરજી કરવી?

  • જો તમે પણ Facebook અને Instagram પર તમારા એકાઉન્ટના વેરિફિકેશન માટે અરજી કરવા માંગો છો, તો...
  • આ લિંક પર જાઓ about.meta.com/technologies/meta-verified. 
  • Facebook અથવા Instagram પર ક્લિક કરીને લોગ ઇન કરો
  • આ પછી, વેઇટિંગ લિસ્ટમાં જોડાવા માટેના વિકલ્પ પર ક્લિક કરો
  • એકવાર તમારું એકાઉન્ટ વેરિફિકેશન માટે તૈયાર થઈ જાય, પછી તમને એક ઈમેલ મળશે.


Tags :