Meta To Banned AI on WhatsApp: મેટા દ્વારા એક ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વોટ્સએપ યૂઝર્સ હવે થર્ડ-પાર્ટી AI ચેટબોટનો ઉપયોગ નહીં કરી શકે. મેટા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો એ પાછળનું કારણ એ છે કે કંપની એવું ઇચ્છી રહી છે કે તેમના યૂઝર્સ હવે વોટ્સએપ પર ફક્ત મેટા AIનો જ ઉપયોગ કરે. આ માટે હવે થર્ડ-પાર્ટી AI ચેટબોટને બેન કરી દેવામાં આવશે. એના કારણે ચેટજીપીટી અને અન્ય AI ચેટબોટને ખૂબ જ મોટો ઝટકો લાગશે.
ક્યારે લાગુ પડશે આ નિયમ?
મેટાનો આ નવો નિર્ણય 2026ની 15 જાન્યુઆરીથી લાગુ પડશે. ત્યાર બાદ યૂઝર્સ વોટ્સએપ પર મેટા AI સિવાય અન્ય કોઈ પણ AI ચેટબોટનો ઉપયોગ નહીં કરી શકે. આ માટે મેટા દ્વારા વોટ્સએપ બિઝનેસ APIને અપડેટ કરવામાં આવી છે. આ નવી પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે કોઈ કંપની ચેટબોટને જ પોતાની મુખ્ય સર્વિસ તરીકે ઓફર કરી રહી હોય તો હવે એ માટે વોટ્સએપ બિઝનેસ સોલ્યુશનનો ઉપયોગ યૂઝર્સ નહીં કરી શકશે.
બિઝનેસ પર પડશે અસર?
મેટા દ્વારા કહેવામાં આવ્યું છે કે ટ્રાવેલ કંપની અને ઇ-કોમર્સ બ્રાન્ડ્સની સાથે અન્ય બિઝનેસ કંપનીઓ જેઓ ઓટોમેટેડ કસ્ટમ સર્વિસ બોટ્સનો ઉપયોગ કરી રહી છે તેમના બિઝનેસને કોઈ અસર નહીં પહોંચે. આ નિર્ણયની સીધી અસર AI સ્ટાર્ટઅપ કંપનીઓ પર પડશે જેઓ ચેટબોટના આધારે આસિસ્ટન્ટ સર્વિસ પૂરી પાડે છે. મેટાનું કહેવું છે કે આ ટ્રેન્ડને કારણે મેટાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ સિસ્ટમ પર અસર પડી રહી છે.
આ પણ વાંચો: મસ્કના X પર યૂઝર્સ હવે ખરીદી શકશે યૂઝરનેમ, જાણો કેવી રીતે ખરીદશો…
મેસેજ લિમિટને સેટ કરશે મેટા
મેટા દ્વારા હવે સ્પેમને રોકવા માટે વોટ્સએપ પર એક નવો નિયમ બનાવવામાં આવી રહ્યો છે. આ નિયમના આધારે હવે મેસેજ મોકલવા પર લિમિટ લાગી શકે છે. મેસેજનો જવાબ ન મળતો હોય એ પ્રકારના મેસેજને સ્પેમ ગણવામાં આવી શકે છે અને એના કારણે તેમના પર મેસેજ સેન્ડ કરવાની લિમિટ આવી શકે છે. આ મેસેજ બિઝનેસની સાથે યૂઝર્સને પણ લાગુ પડી શકે છે. આગામી થોડા અઠવાડિયામાં આ નિયમનો અમલ લાવવા માટે એન પર ટેસ્ટ કરવામાં આવશે.


