મેટા 'ઇમેજિન મી' હવે ભારતમાં
- {uxkyu íkuLke yuykR{kt yuf Lkðwt Ve[h W{uÞwO
થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર એઆઇ જનરેટેડ ગિબલી કે ઘીબલી સ્ટાઇલની ઇમિજસ શેર કરવાનો
જુવાળ આવ્યો હતો. કંઈક એ જ રીતે, હવે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક જેવાં મેટા કંપનીના પ્લેટફોર્મ્સ પર તમને જૂના અને
જાણીતા લોકો તદ્દન અલગ અંદાજમાં જોવા મળે તો નવાઈ ન પામશો. મેટા કંપનીએ ઇમેજિન મી નામનું તેનું નવું એઆઇ ફીચર
ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ વિવિધ સ્ટાઇલ અને સેટિંગ્સમાં
તેમની પોતાની પર્સનલાઇઝ્ડ ઇમેજ તૈયાર કરી શકે છે. આ ટૂલ ગયા વર્ષે યુએસ સહિત
કેટલાક દેશોમાં લોન્ચ થયું હતું. હવે તે ભારતમાં પણ આવી પહોંચ્યું છે.
તમને આ ફીચરનો લાભ લેવાની ઇચ્છા થાય તો તેનો ઉપયોગ સહેલો છે. તમારે ફક્ત આ
પગલાં લેવાનાં થશે
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપમાં મેટા
એઆઇના બ્લૂ સર્કલ પર ક્લિક કરીને એઆઇ ચેટ ઓપન કરો.
ચેટબોક્સમાં ઇમેજિન મી એઝ કે વિથ
જેવું કંઈ પણ લખીને તમારી કલ્પનાને છૂટો દોર આપો.
જો તમારા સુધી આ ફીચર પહોંચી ગયું હશે તો તે એક્ટિવ છે તેવું દર્શાવવા માટે ઇમેજિન શબ્દ બ્લૂ કલરમાં ફેરવાશે.
તમારા પ્રોમ્પ્ટ સાથે તમારે તમારો કોઈ ફોટોગ્રાફ આપવાનો થશે.
તમે ઇચ્છો તો ઇમેજિન મી એઝ એ રોક સિંગર કે ઇમેજિન મી એઝ એ ફાર્મર જેવો કોઈ પણ પ્રોમ્પ્ટ આપી શકો છો. તેની સાથોસાથ તમારે પોતાનો ફોટો પણ અપલોડ
કરવાનો થશે.
એકથી વધુ ફોટોગ્રાફ્સ આપશો તો આ એઆઇ ફીચરને આપણા પ્રોમ્પ્ટ અનુસાર ઇમેજને નવો
લૂક આપવામાં સરળતા રહેશે.
ઇમેજિન મીથી શરૂ થતો આપણો પ્રોમ્પ્ટ અને ફોટોગ્રાફ મળતાં મેટા એઆઇ ફટાફટ કામે લાગે છે
અને આપણી સૂચના અનુસાર નવા પ્રકારનો, નવા બેકગ્રાઉન્ડ સાથેનો આપણો
ફોટોગ્રાફ તૈયાર કરી આપે છે.
અલબત્ત બધા એઆઇ પ્રોમ્પ્ટની જેમ અહીં પણ આપણને પરિણામ તરીકે કેવી ઇમેજ મળશે
તેનો બધો આધાર આપણે કેવી ઇમેજ આપીએ છીએ તથા કેવો પ્રોમ્પ્ટ આપીએ છીએ તેના પર છે.
આખરી આધાર તો આપણી બુદ્ધિ પર જ છે!