ગુરૂત્વાકર્ષણથી દૂર જઇ રહેલો બુધ ગ્રહ 2032માં સૂર્ય પાસે આવશે
ચુંબકિય ખેચાણના કારણે બુધ સૌર મંડળથી દૂર જતો જાય છે
બુધ સૌર મંડળમાં શનિના ગ્રહ ટાઇટન કરતા પણ નાનો છે
ન્યૂયોર્ક, 30 જાન્યુઆરી,2020,સોમવાર
આપણા સૌરમંડળમાં સૌથી નાનો ગ્રહ બુધે ગત વર્ષ સૂર્યનું ટ્રાંજિટ પુરુ કરી લીધું છે. હવે સૂર્ય આભા પર એક કાળા સૂક્ષ્મબિંદુની જેમ નજર આવતા બુધ ૫.૫ કલાકના ચુંબકિય ખેંચાણના કારણે તે સોલાર ડિસ્કથી દુર થયો છે. આ ખગોળીય ઘટના જોવા માટે વૈજ્ઞાાનિકો અને સ્પેસક્ષેત્રના અભ્યાસુઓએ ખાસ પ્રકારના ચશ્મા અને ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો. ગ્રહણ અને ટ્રાંજિટ (પારાગમન)માં આ જ સૌથી મોટું અંતર છે. બુધનું પારાગમન ૧૦૦ વર્ષમાં ૧૩ વાર થાય છે. હવે પછીનું પારાગમન ૧૩ નવેમ્બર ૨૦૩૨માં થશે.
આમ તો બુધ આપણા ચંદ્રના વ્યાસના આકાર કરતા ૧૪૦૬.૭૪ કિમી મોટો છે પરંતુ પૃથ્વીથી દૂર હોવાથી તે સૂર્ય પાસેથી પસાર થયો ત્યારે સૂર્યના પ્રકાશનો સાવ નાનો એવો ભાગ જ ઢંકાયો હતો. બુધને જો નરી આંખે જોવો હોયતો સૂયોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જોઇ શકાય છે. બુધનું સૂર્યથી સરેરાશ અંતર ૫ કરોડ ૭૬ લાખ કિમી છે. બુધનું ગુરુત્વાકર્ષણ બળ નબળું હોવાથી તેને પોતાનો કોઇ ચંદ્ર કે વલય પણ નથી. બુધ શનિના મુન( ઉપગ્રહ) ટાઇટન કરતા પણ નાનો છે. શુક્ર ગ્રહનું પારાગમન ૨૦૧૭ પહેલા થશે નહી . સૂર્યની સૌથી નજીક હોવાથી બુધ આઠ ગ્રહોમાં બીજા ક્રમનો સૌથી ગરમગ્રહ છે. બુધનું દિવસનું તાપમાન ૪૫૦ ડિગ્રી જયારે રાતનું તાપમાન -૧૭૬ ડિગ્રી જોવા મળે છે. સૌરમંડળમાં શુક્ર સૌથી ગરમગ્રહ છે.