Get The App

ઉત્પત્તિથી લઈને અત્યાર સુધીમાં સાઇઝમાં 11 કિલોમીટર નાનો થયો બુધ ગ્રહ, જાણો કેમ…

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્પત્તિથી લઈને અત્યાર સુધીમાં સાઇઝમાં 11 કિલોમીટર નાનો થયો બુધ ગ્રહ, જાણો કેમ… 1 - image


Mercury Size Decreased: આપણી સોલર સિસ્ટમમાં બુધ સૌથી નાનો ગ્રહ છે અને ધીમે-ધીમે એ હજી નાનો થઈ રહ્યો છે. 4.5 બિલિયન વર્ષ પહેલાં બુધ ગ્રહની ઉત્પત્તિ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે નાનો કેમ થઈ રહ્યો છે એને લઈને એક સ્ટડી જાહેર કરવામાં આવી છે. હાલમાં બુધ ગ્રહ અંદાજે 2.7 કિલોમીટરથી લઈને 5.6 કિલોમીટર નાનો થયો હોવાની સંભાવના છે. પહેલાં આ એક કિલોમીટરથી લઈને સાત કિલોમીટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે જ અત્યાર સુધીમાં ટોટલ 11 કિલોમીટર નાનો થયો છે.

બુધ ગ્રહ કેમ નાનો થઈ રહ્યો છે?

બુધ ગ્રહનો અંદરનો ભાગ એકદમ ઠંડો પડતો જાય એમ એમાં બદલાવ આવતાં જાય છે. આ બદલાવને કારણે ગ્રહની સપાટી પર મોટા થ્રસ્ટ ફોલ્ટ્સ બનતાં જાય છે. એટલે કે ઊંચા ખડક બનતા જાય છે. વિજ્ઞાનીઓ દ્વારા એનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ ગ્રહ કેટલો સંકોચાયો છે એ માપવાનો પ્રયાસ કર્યો છે. આ પદ્ધતિ અગાઉ જમીનની ઊંચાઈ અને લંબાઈના આધારે માપવામાં આવી રહી હતી અને એના કારણે પરિણામો ખોટા આવતાં હતાં.

ગ્રહ નાનો થઈ રહ્યો એને માપવા માટેની નવી રીત

પરિણામો સતત ખોટા આવતાં વિજ્ઞાનીઓ સ્ટીફન આર. લવલેસ અને ક્રિશ્ચિયન ક્લિમચઝેક દ્વારા એક નવી રીત વિકસાવવામાં આવી છે. તેઓ દરેક ફોલ્ટ ગણવાની જગ્યાએ સૌથી મોટા ફોલ્ટ એટલે ખડક કેટલો સંકોચાયો છે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યાર બાદ એના પરથી સમગ્ર ગ્રહ માટેનો અંદાજ લગાવ્યો હતો. આ પદ્ધતિને તેમના દ્વારા ત્રણ અલગ-અલગ ડેટા સેટ પર અજમાવવામાં આવી હતી. તેમણે પહેલાં 6000 ખડક, ત્યાર બાદ 653 અને અંતે 100 ખડક પર આ નવી રીત અપનાવી હતી.

આ સ્ટડી પરથી શું જાણવા મળ્યું?

આ નવી રીત પરથી જાણવા મળ્યું કે બુધ ગ્રહ પર આવેલા ખડક લગભગ 2થી 3.5 કિમી સુધી સંકોચાયા છે. એમાં અન્ય ઠંડા પડવાની પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવે તો આ અંતર 5.6 કિલોમીટર સુધી જતી રહ્યું છે. આ નવી પદ્ધતિ મંગળ જેવા અન્ય પથ્થરાળ ગ્રહના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મંગળ પર પણ ખૂબ જ મોટા-મોટા ખડક આવેલા છે.

આ પણ વાંચો: ડિજિટલ ભ્રમણાએ જીવ લીધો, AIના પ્રેમમાં પડેલી વ્યક્તિના મૃત્યુ બાદ મેટા સામે સવાલ

જલદી ગરમી ગુમાવી રહ્યો છે બુધ ગ્રહ

બુધ ગ્રહના કોર એટલે કે એકદમ અંદર પાતાળમાં લોખંડ ભરાયેલું છે. આ લોખંડ ખૂબ જ ઝડપથી તેની ગરમી ગુમાવી રહ્યું છે. આ અંદરનો ભાગ સંકોચાતા સપાટી પરનું પથ્થરનું આવરણ પણ એ અનુસાર ધીમે-ધીમે એડજસ્ટ થાય છે. બુધ ગ્રહના વ્યાસમાં તેની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં અંદાજે 11 કિલોમીટરનો ઘટાડો થયો છે. આ નવી રીતને બહુ જલદી મંગળ ગ્રહને સમજવા માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે. વિજ્ઞાનીઓ આશા રાખી રહ્યાં છે કે આ દ્વારા તેમને ખૂબ જ મહત્વની માહિતી મળી રહેશે.

Tags :