Get The App

મેપ્સની ટાઈમલાઈન કોર્ટમાં પહોંચી !

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
મેપ્સની ટાઈમલાઈન કોર્ટમાં પહોંચી ! 1 - image


- ðe{k ftÃkLkeyu xkR{÷kRLkLku nrÚkÞkh çkLkkðe ðe{kLkku Ëkðku LkfkhðkLke fkurþþ fhe Ãký...

તમે ક્યારેક તમારા સ્કૂટર-બાઇક પર કે કારમાં ક્યાંક જતા હો, ચાર રસ્તે ટ્રાફિક પોલીસ તમને અટકાવે અને કહે કે તમે ખોટી બાજુથી ટર્ન લઇને આવ્યા છો તો તમે શું કરો?  

જો તમે ખરેખર ખોટી બાજુથી ટર્ન લીધો ન હોય તો તમારે પોલીસ સાથે દલીલબાજી કરવી પડે, એ પણ તમે સાચા છો એવા કોઈ દેખીતા પુરાવા વિના. જોકે આવે સમયે પુરાવો આપણા હાથમાં જ હોય છે, પણ આપણને તેની ખબર હોતી નથી, પરિણામે પોલીસ સાથે ખોટી માથાઝીંક કરવી પડે છે.

તમે ખોટો ટર્ન લઈને આવ્યા નથી, એવું પૂરવાર કરવા માટે આ એક સ્માર્ટ રસ્તો અજમાવી શકો - ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢો, તેમાં ગૂગલ મેપ્સ એપ ઓપન કરો. ઉપર જમણી તરફ તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો. જે મેનૂ ખૂલે તેમાં ટાઇમલાઇન પર ક્લિક કરો.

ટ્રાફિક પોલીસે તમને જ્યાં અટકાવ્યા હોય બરાબર એ સ્પોટ પર, કોઈ ખોટો ટર્ન લીધા વિના તમે ક્યા રસ્તેથી પહોંચ્યા છો એ મેપ પર જોવા મળશે. તમે ક્યાંથી નીકળ્યા હતા અને ક્યા રસ્તે આવ્યા એ પોલીસને બતાવી દો એટલે વાત પૂરી (કિસ્સો કાલ્પનિક નથી, જાત અનુભવ છે)!

અલબત્ત આમાં કેટલીક શરતો લાગુ છે. તમારા ફોનમાં ગૂગલ મેપ્સ એપ હોવી જોઇએ (જે લગભગ હશે જ). ફોનમાં તમે લોકેશન ટ્રેકિંગ ઓન રાખ્યું હોવું જોઇએ અને મેપ્સ એપમાં તમે ટાઇમલાઇનનો પણ ઉપયોગ કરતા હોવા જોઇએ. આમ, ૧૯૯૫માં પહેલી વાર લોન્ચ થયેલું આ ટાઇમલાઇન ફીચર આપણે ધાર્યું ન હોય તેવી રીતે આપણને ઉપયોગી થઈ શકે છે.

જોકે હમણાં આ જ ટાઇમલાઇનનો મુદ્દો એક કોર્ટમાં પણ ગાજ્યો, ગુજરાતની જ કોર્ટમાં.

બન્યું એવું કે સિલવાસાના એક રહેવાસીએ - આપણે એમને પરેશભાઈ તરીકે ઓળખીએ - એક જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિકલેઇમ પોલિસી લીધી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેમને ન્યુમોનિયા થતાં સિલવાસાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

ચાર દિવસની સારવાર પછી પરેશભાઈ સાજા થયા. એમણે હોસ્પિટલના ખર્ચ પરત મેળવવા માટે ઇન્સ્યોરન્સ કંપનીને બધી વિગતો મોકલી.કંપનીએ વીમાનો દાવો નકારી કાઢ્યો અને કહ્યું કે દાવાના ઇન્ટરનલ વેરિફિકેશન દરમિયાન કંપનીને જાણવા મળ્યું છે કે સબમિટ કરવામાં આવેલાં બિલ, ઇન્ડોર કેસ પેપર્સમાં ઘણી વિસંગતિઓ છે. આંચકાજનક વાત એ હતી કે કંપનીના દાવા મુજબ પરેશભાઈ હોસ્પિટોલમાં દાખલ થયાનું કહેતા હતા એ દિવસો દરમિયાન તેમની ગૂગલ મેપ ટાઇમલાઇનમાં હોસ્પિટલનું લોકેશન દેખાતું નહોતું!

પરેશભાઈએ પોતે હોસ્પિટલમાં દાખલ થયા હતા એવું સાબિત કરવા માટે કંપનીએ તેમની પાસે ગૂગલ ટાઇમલાઇનના સ્ક્રીનશોટ્સ માગ્યા હતા કે કેમ એ વિશે સ્પષ્ટતા નથી, પરંતુ પરેશભાઈ તેમનો વીમાનો દાવો નકારવામાં આવતા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગયા.

હમણાં આવેલા ચુકાદામાં કોર્ટે પરેશભાઈને રાહત આપી. કોર્ટે ઠેરવ્યું કે વીમા કંપનીએ પોતે કહ્યા મુજબ દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમણે સારવાર મેળવી હતી. કંપની ગૂગલ મેપ ટાઇમલાઇન મેચ ન થતી હોવાનું બહાનું કાઢીને વીમો નકારી રહી છે એ ચલાવી લઈ શકાય નહીં.

કોર્ટે વીમા કંપનીને આદેશ આપ્યો કે તે પરેશભાઈને આઠ ટકા વ્યાજ સાથે દાવાની રકમ ચૂકવી આપે!

Tags :