Get The App

ChatGPT એ ડૉક્ટરનું કામ કર્યું, 5 વર્ષથી પીડાતા દર્દીની તકલીફ એક મિનિટમાં દૂર કરી આપી

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
ChatGPT એ ડૉક્ટરનું કામ કર્યું, 5 વર્ષથી પીડાતા દર્દીની તકલીફ  એક મિનિટમાં દૂર કરી આપી 1 - image


ChatGPT Fixed 5 Years Health Problems: ChatGPT એ બીમારી સામે વર્ષોથી ઝઝૂમી રહેલા દર્દીને એક મોટી રાહત આપી છે. દર્દી છેલ્લા પાંચ વર્ષથી પોતાના જડબા સાથે સંકળાયેલી એક સમસ્યાથી ખૂબ હેરાન થઈ રહ્યો હતો. ChatGPT એ તેને એક મિનિટમાં જ ઠીક કરી દીધો હતો. લિંક્ડઈનના કો-ફાઉન્ડર રીડ હૉફમેને એક વાયરલ પોસ્ટ શેર કરી હતી. જેમાં યુઝરે દાવો કર્યો હતો કે, ChatGPTએ પાંચ વર્ષ જૂની clicking jaw (TMJ) બીમારીને એક મિનિટથી પણ ઓછા સમયમાં ઠીક કરવા મદદ કરી છે. જેમાં દર્દીને જડબા, મોઢાં અને કાનમાં દુખાવો થતો રહે છે. તેમજ મોઢાની મુવમેન્ટ કરવામાં મુશ્કેલી પડે છે. જેને ડોક્ટર્સ અને પારંપારિક સારવાર પદ્ધતિઓ ઠીક ન કરી શકી તે ChatGPTએ મિનિટમાં ઠીક કરી દીધી. 

ઈએનટી સ્પેશ્યાલિસ્ટ પણ નિષ્ફળ રહ્યા હતા

યુઝરે જણાવ્યું હતું કે, ઈએનટી સ્પેશ્યાલિસ્ટ પાસે તેણે બીમારીનું નિદાન કરાવ્યું હતું. બે એમઆરઆઈ કરાવવા તેમજ મેક્સિલોફેશિયલ સ્પેશ્યાલિસ્ટ પાસે પણ નિદાન કરાવવાનો પ્રયાસ કર્યો. જો કે, તેને નિષ્ફળતા મળી હતી. અંતે અચાનક એક દિવસે યુઝરે ChatGPTને પૂછવાનો નિર્ણય કર્યો. એઆઈએ યુઝરને જણાવ્યું કે, તેના જડબાની ડિસ્ક થોડી ડિસ્લોકેટ થઈ ગઈ છે. પરંતુ તે મુવેબલ હોઈ શકે છે. ChatGPTએ યુઝરને સલાહ આપી કે, તે જીભના પ્લેસમેનટ્ અને સિમેન્ટ્રી સંબંધિત મોઢું ખોલવાની તકનિકનો ઉપયોગ કરે. યુઝરે આગળ લખ્યું કે, મેં ChatGPTના નિર્દેશોનું પાલન મહત્તમ એક મિનિટ સુધી કર્યું. અને અચાનક દુખાવો ગાયબ થઈ ગયો. એઆઈએ એક જ મિનિટમાં સમાધાન લાવી દીધું. ગજબ!

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ISRO દેશની સરહદે નજર રાખવા 52 મિલિટરી સેટેલાઇટ લોન્ચ કરશે

ડોક્ટર માટે પણ ઉપયોગી બનશે

આ નિદાન બાદ ઘણા યુઝર્સે કમેન્ટ કરી હતી કે, ડોક્ટર ChatGPTને નફરત કરશે. કારણકે, તે વેબ એમડી કરતાં 1000 ટકા ઉપયોગી છે. જો કે, હૉફમેને આ વાતનો અસ્વીકાર કરતાં કહ્યું કે, હું નથી માનતો કે, તેઓ નફરત કરશે. ડોક્ટર્સ એઆઈનો યોગ્ય રીતે ઉપયોગ કરી દર્દીની બીમારીનું ઝડપથી નિદાન કરી ઓછા પેપર વર્કમાં સારવાર કરવામાં મદદરૂપ બનશે. મેડિકલ એક્સપર્ટ એઆઈ ટુલ્સની મદદથી સારવારમાં ઈનોવેશન લાવી રહ્યા છે.

ChatGPT એ ડૉક્ટરનું કામ કર્યું, 5 વર્ષથી પીડાતા દર્દીની તકલીફ  એક મિનિટમાં દૂર કરી આપી 2 - image

Tags :