ફોન ખોવાયો ? શોધી આપશે એક અબજ લોકો !
- økqøk÷u økÞk yXðkrzÞu ¾kuðkÞu÷k VkuLk-ðMíkwyku þkuÄðk yuf Lkðwt Lkuxðfo ÷kuL[ fÞwO, òufu yuÃk÷{kt ykðe Mkøkðz Ãkkt[uf ð»koÚke Au
તમારો ફોન ક્યારેક ને ક્યારેક ખોવાયો જ હશે. ઘરમાં જ ઓશિકા નીચે, બેકપેકમાં બીજી ચીજવસ્તુની નીચે, ઘર/ઓફિસના પાર્કિંગમાં મૂકેલા
સ્કૂટર/કારમાં... ફોન પોતાની જ કોઈ જગ્યાએ આડે હાથે મૂકાઈ ગયો હોય તોય આપણે
હાંફળાફાંફળા થઈ જઈએ છીએ. એમાં જો રીક્ષામાં,
બસમાં, આઇપીએલની મેચમાં કે કોઈ રેસ્ટોરાંમાં ફોન રહી ગયો હોવાનું ધ્યાનમાં આવે તો? આજકાલ ફોન કરતાંય તેમાંનો ડેટા વધુ કિંમતી હોય છે.
હવે વિચાર કરો કે આપણો ખોવાયેલો ફોન શોધવાના કામમાં એકાદ અબજ જેટલા લોકો મદદ કરે તો? ગૂગલે ગયા અઠવાડિયે આવું નેટવર્ક લોન્ચ કર્યું. એપલે પાંચેક વર્ષ પહેલાં જે કર્યું હતું (https://support.apple.com/en-in/find-my) તે ગૂગલે હવે કર્યું છે. ગૂગલ, આપણી ફોન મેન્યુફેક્ચરિંગ કંપની કે અન્ય થર્ડ પાર્ટી એપ્સ આ રીતે ખોવાયેલું ડિવાઇસ શોધવાની સગવડ આપતી હતી, પણ ગૂગલના નવા નેટવર્કમાં ઘણી નવી વાત છે. આવો જાણીએ!
økqøk÷Lkk
Lkðk ‘VkRLz {kÞ rzðkRMk Lkuxðfo’{kt Lkðwt þwt Au?
તમે કદાચ જાણતા જ હશો કે આપણો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખોવાય તો અન્ય કોઈ
પીસી/ફોનમાં બ્રાઉઝરમાં ‘Find
my device’ સર્ચ કરીએ કે સીધા https://www.google.com/android/find/
પેજ પહોંચીને તેમાં, ખોવાયેલા સ્માર્ટફોનમાંના ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થઈએ તો એ ક્ષણે આપણો ફોન
ક્યાં છે તે શોધી શકાય છે. શરત એટલી કે ફોન હજી ઓન હોવો જોઈએ, પૂરતી બેટરી હોવી જોઈએ, તેમાં ઇન્ટરનેટ કનેક્શન પણ ઓન
હોવું જોઈએ, ફોન કોઈના હાથમાં આવ્યો હોય
તો તેણે તેમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું ન હોવું જોઈએ... શરતોનું લિસ્ટ લાંબું
હતું.
હવે ગૂગલે આ જ સર્વિસ નવેસરથી લોન્ચ કરી છે. તેમાં ત્રણ શબ્દો સૌથી વધુ
મહત્ત્વના છે - નેટવર્ક, ઓફલાઇન અને મલ્ટિપલ થિંગ્સ!
અત્યાર સુધી આપણો ખોવાયેલો કે ચોરાયેલો ફોન ઓનલાઇન હોય તો જ, દૂરબેઠાં તેમાં કંઈક કરી શકાતું હતું. ઉપરાંત, જે કંઈ થતું તેમાં ફક્ત આપણા ફોનની જ ભૂમિકા રહેતી હતી. હવે આખી દુનિયામાં
જેટલાં એન્ડ્રોઇડ ડિવાઇસ છે એ બધાં ફોનની શોધખોળમાં કામે લાગી શકે છે!
ક્રાઉડસોર્સ્ડ ડેટા આધારિત આ નેટવર્કનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણું ખોવાયેલું
ડિવાઇસ શોધવા માટે તેમાં ઇન્ટરનેટ કનેક્શન ઓન હોવું જરૂરી નથી. પિક્સેલ ૮ અને ૮
પ્રો ફોનના કિસ્સામાં બેટરી પૂરી થઈ ગઈ હોય,
ફોન ઓફ હોય તો પણ તેને
શોધી શકાશે!
અત્યારે ફક્ત અમેરિકા અને કેનેડામાં આ નેટવર્ક લોન્ચ થયું છે (જ્યાં મોટા
ભાગના લોકો એપલ ડિવાઇસિસ વાપરે છે!). ભારત સહિત દુનિયાના બાકીના ભાગોમાં આગામી
મહિનાઓમાં આ નેટવર્ક લોન્ચ થઈ જવાની શક્યતા છે.
આપણે ફોન ખોવાય તે પહેલાં આ નેટવર્કમાં જોડાવાની નીચે મુજબ સંમતિ આપવી પડશે (એ
માટે ગૂગલ એકાઉન્ટમાં ઇમેઇલ અને ફોન પર સૂચનાનો પ્રોમ્પટ આવશે). આપણે ઇચ્છીએ તો
પોતાના ફોનને નેટવર્કથી અલગ રાખી શકીએ છીએ. એટલું જ નહીં, નેટવર્કમાં જોડાયા વિના, જૂની પદ્ધતિથી પણ ફોન શોધી
શકીએ છીએ, એ ઓફલાઇન થયો હોય તો, જ્યારે તે ઓનલાઇન હતો ત્યારનું છેલ્લું લોકેશન જોઈ શકાશે.
આપણે ફક્ત હાઇ-ટ્રાફિકવાળા એરિયામાં હોઈએ જેમ કે એરપોર્ટ, મોલ વગેરે જગ્યાઓમાં ફક્ત ત્યારે જ આ નેટવર્કમાં જોડાઈએ એવું પણ થઈ શકે છે.
આખી દુનિયાના જેટલા લોકો આ નેટવર્કમાં જોડાશે એ બધા બ્લુટૂથથી આસપાસના અન્ય
એન્ડ્રોઇડ ડિવાઇસનું લોકેશન જાણતા રહેશે - છતાં આપણું લોકેશન ખાનગી જ રહેશે. આવી
પ્રાઇવસી અને સિક્યોરિટી જાળવવી એ જ ગૂગલ માટે સૌથી મોટી ચેલેન્જ હતી. ફોન ખોવાય
ત્યારે આપણે અન્ય ડિવાઇસમાં એપમાં કે બ્રાઉઝરમાં ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક પર જશું એટલે આપણો ફોન જ્યાં
પડ્યો હશે, તેની આસપાસના અન્ય એન્ડ્રોઇડ
ડિવાઇસની મદદથી આપણે મેપ પર ફોનનું લોકેશન જાણી શકીશું.
ઉપરાંત, એપલની જેમ અન્ય કંપનીઓએ
ગૂગલના ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકે તેવા બ્લુટૂથ-ઇનેબલ્ડ ટેગ્સ ડેવલપ કર્યા છે. ફોન કે ટેબલેટ
ઉપરાંત ઘર-કારની ચાવી, પર્સ, હેડફોન, ઇયરબડ્સનું કેસ, ટ્રાવેલ લગેજ વગેરે ચીજવસ્તુઓ સાથે માંડ બટન જેવડું ટ્રેકર ટેગ લગાવીને તેને
નેટવર્કની મદદથી શોધી શકાશે.
સલામતી માટે એ પણ કાળજી લેવામાં આવી છે કે કોઈ અજાણી વ્યક્તિ આપણી જાણ બહાર આ
રીતે ટ્રેકરની મદદથી આપણી ચીજવસ્તુઓનું ટ્રેકિંગ કરે તો સિસ્ટમ તેને પારખી લેશે
અને આપણને તેના એલર્ટ પણ મળશે. ગૂગલે એપલ કંપનીના સાથમાં આ માટેના સ્ટાન્ડર્ડ
વિકસાવ્યા છે.
આ સિસ્ટમને ગૂગલની હોમ આસિસ્ટન્ટ સર્વિસ સાથે પણ સાંકળી લેવામાં આવી છે. એટલે
કે કોઈ વસ્તુ ઘરમાં જ ક્યાં પડી હોય, પણ આપણને શોધી જડતી ન હોય તો
તેને વોઇસ કમાન્ડથી શોધી શકાશે.
મતલબ કે હવે ફોન કે ટેબલેટ ઉપરાંત ઘરની ચાવી, પાલતુ કૂતરાનો બેલ્ટ, પોતાનું પર્સ, મહત્ત્વની ફાઇલ, ટ્રાવેલ બેગ વગેરે કોઈ પણ
ચીજવસ્તુ પર આવો ટેગ ચીપકાવ્યો હશે તો તેનું લોકેશન પણ આપણે મેપ પર ટ્રેક કરી
શકીશું - એકાદ અબજ લોકોની મદદથી, પૂરતી સલામતી સાથે!
nk÷ fuðe
ÔÞðMÚkk Au?
તમારો ફોન ખોવાય તે પહેલાં, ફોનનાં સેટિંગ્સમાં ‘Find my device’ સર્ચ કરો. ગૂગલ તથા કદાચ
ફોનની કંપની તરફથી પણ આવી સર્વિસ મળતી હોવાથી થોડી ગૂંચવણ થશે, પણ ઇચ્છો તો બંનેમાં તેને ઓન કરી શકાય.
એ પછી, કુદરત ન કરે, પણ ફોન ચોરાય કે ખોવાય તો તમે વેબમાં,
કે પછી અન્ય ડિવાઇસમાં
ડાઉનલોડ કરેલી (Google
Find My Device Google LLC) ઓપન કરો, તેમાં ફોનમાં જે ગૂગલ
એકાઉન્ટથી લોગ્ડ ઇન હો તેનાથી લોગ-ઇન થાઓ.
જો ફોન હજી ઓન હશે, તેમાં સિમ કાર્ડ હશે, લોકેશન શેરિંગ ઓન હશે, ઇન્ટરનેટ કનેક્શન પણ ઓન
હશે... તો મેપ પણ જોઈ શકાશે કે ફોન ક્યાં પડ્યો છે! એ ઉપરાંત, ફોન સાયલન્ટ મોડ પર હોય તો પણ ફુલ વોલ્યુમમાં રિંગ વગાડી શકાશે અને તમે ઇચ્છો
તો દૂર બેઠાં ફોન લોક કરી શકશો કે ફોનમાંનો તમામ ડેટા ભૂંસી પણ શકશો.
અલબત્ત, આમાં શરતો ઘણી છે, જેનો ઉપાય નવું નેટવર્ક આપે છે.
yk
Lkuxðfo{kt þwt þwt ÚkE þfþu?
ગૂગલની હાલની ફાઇન્ડ માય ડિવાઇસ સર્વિસની સરખામણીમાં નવા નેટવર્કનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં આપણા ફોન કે
ટેગ્ડ વસ્તુની આસપાસના અનેક ફોનથી આપણા ફોન/વસ્તુનું ટ્રેકિંગ શક્ય બનશે. આવું
ટ્રેકિંગ સિક્યોર અને પ્રાઇવેટ રહે તેની પણ કાળજી લેવામાં આવી છે.
ફોન ઉપરાંત ઘણું શોધી શકાશે
ગૂગલનું નવું નેટવર્ક ટ્રેકર ટેગ્સ સાથે પણ કનેક્ટ થશે. ગૂગલ પોતે આવાં ટેગ્સ બનાવતી નથી, પણ અન્ય કંપની બનાવે છે. એ ઉપરાંત હેડફોનમાં પણ આવું ટ્રેકિંગ શક્ય બનશે. મતલબ
કે આપણે કામની ચીજવસ્તુઓ ગમે ત્યાં હશે, તેને આપણે સહેલાઈથી શોધી
શકીશું.
વિરાટ નેટવર્ક મદદ કરશે
આ નેટવર્કમાં લોકો પોતાની મરજીથી જોડાઈ શકશે. એ પછી સૌના એન્ડ્રોઇડ ફોન -
સિક્યોર અને પ્રાઇવેટ રીતે - એકમેકનું લોકેશન જાણતા રહેશે. આપણે આ નેટવર્કમાં
જોડાયેલા આપણા કોઈ પણ ફોન કે ટેગનું લોકેશન સરળતાથી જાણી શકીશું.
મેપ પર લોકેશન જોઈ શકાશે
આપણે ફક્ત આ નેટવર્કની સાઇટ કે એપમાં જવાનું રહેશે. ત્યાં આપણે પોતાનાં જેટલાં
ડિવાઇસ કે ટેગ્સ આ નેટવર્કમાં ઉમેર્યાં હશે એ બધાંનાં લોકેશન જાણી શકાશે. આ
વ્યવસ્થાને વધુ સલામત બનાવવા, આપણે પોતે નિશ્ચિત મર્યાદામાં
જ લોકેશન જાણી શકીશું.
લોકેશન ડેટા પ્રાઇવેટ રહેશે
આ આખી વાત ક્રાઉડસોર્સિંગની છે, એટલે કે લોકો તરફથી મળતા
ડેટાથી લોકેશન ટ્રેક થશે. પરંતુ તેમાં લોકેશનનો ડેટા એન્ક્રિપ્ટેડ રહેશે અને જે તે
ડિવાઇસના માલિક સિવાય અન્ય કોઈ વ્યક્તિ તેનું લોકેશન કહી શકશે, પણ જાણી શકશે નહીં!
ડિવાઇસમાં રિંગ વગાડી શકાશે
ફોન આપણી આસપાસ જ, ઘરમાં જ ક્યાંક પડ્યો હોય, પણ દેખાતો ન હોય તો આપણે આ સર્વિસની મદદથી તેમાં રિંગ વગાડી શકીશું, આ સગવડ હાલની ફાઇન્ડ માય ડિવાઇસ સર્વિસમાં પણ છે. ફોન ખરેખર ખોવાયો કે ચોરાયો ન હોય ત્યારે આ સગવડ કામની થાય.
લાઇટ ફ્લેશ કરી શકાશે
આ સગવડ ટ્રેકર ટેગ માટે કામની છે. એક વાર આપણે જે ચીજ સાથે આ ટેગ ચીપકાવ્યું
હોય, તેનું લોકેશન આ નેટવર્કની
મદદથી જાણી લઈએ એ પછી, આપણે દૂરબેઠાં તેના પર એલઇડી
લાઇટ ફ્લેશનું નોટિફિકેશન મોકલી શકીએ છીએ,
જેથી વસ્તુ વધુ
સહેલાઈથી મળી શકે.
નજીકની વસ્તુ શોધી શકાશે
આપણો ફોન કે વસ્તુ આપણી સાવ નજીક હોય તો આખા નેટવર્કની મદદ લેવાની કદાચ જરૂર ન
પણ પડે. એ સ્થિતિમાં આ સર્વિસમાં ફાઇન્ડ નીયરબાયનો વિકલ્પ ટેપ કરવાનો રહેશે. સિસ્ટમ પહેલાં એ તપાસશે કે વસ્તુ આપણી નજીક જ પડી
છે કે કેમ.
આસિસ્ટન્ટની મદદ મળશે
કાર કે ઘરની ચાવી ખોવાઈ હોય અને તેની સાથે આપણે ટ્રેકર ટેગ કર્યું હોય, સાથે ઘરમાં ગૂગલ આસિસ્ટન્ટ ડિવાઇસ પણ હોય તો આપણે વસ્તુ શોધવાનો પ્રયાસ કરી
રહ્યા હોઈએ એ સમયે સાથોસાથ વોઇસ કમાન્ડથી તેને ચાવી શોધવાનો કમાન્ડ આપી શકીએ છીએ.