- ðzo, yuõMku÷, ÃkkðhÃkkuRLx ðøkuhu ykurVMk «kuøkúkBMk{kt Ãkkh ðøkhLkkt Ve[Mko Au, òýeyu yux÷kt ykuAkt!
માઇક્રોસોફ્ટ વર્ડનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હશો, તેની કેટલીક સ્માર્ટ ટેકનિક પણ બરાબર જાણી લીધી હશે, છતાં, તેના તળિયે રહેલા સ્ટેટસબારની
ખૂબીઓ તમારાથી અજાણી રહી હોય એવું બની શકે છે!
વર્ડમાં સ્ટેટબાર એક એવી સુવિધા છે, જે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ
ઓપન કરીએ ત્યારે તેના તળિયે, એ ડોક્યુમેન્ટને સંબંધિત ઘણી
બધી માહિતી બતાવે છે.
જેમ કે, તમને ખબર હશે જ કે વર્ડમાંના
ડોક્યુમેન્ટને આપણે જુદા જુદા વ્યૂઇંગ મોડમાં જોઈ શકીએ છીએ, જેમ કે નોર્મલ, ફૂલ સ્ક્રીન, વેબલેઆઉટ, આઉટલાઇન, ડ્રાફ્ટ વગેરે. આપણે જે મોડમાં હોઈએ તેને સંબંધિત માહિતી સ્ટેટસબારમાં જોવા
મળે.
સામાન્ય રીતે સ્ટેટસબારમાં ડાબી તરફ ડોક્યુમેન્ટમાંનાં પેજ અને સેક્શનના ક્રમ
સાથે આપણે કુલ કેટલાં પેજમાંથી કયા પેજ પર છીએ, આખા ડોક્યુમેન્ટમાં કેટલા વર્ડ છે વગેરે માહિતી જોવા મળે છે. જમણી તરફ જુદા
જુદા વ્યૂ મોડના શોર્ટકટ આપેલા હોય છે અને સાથોસાથ સ્લાઇડરથી પેજને ઝૂમ ઇન કે ઝૂમ
આઉટ કરવાની સગવડ પણ મળે છે.
સ્ટેટસબારમાં ક્યાંય પણ માઉસથી રાઇટ ક્લિક કરશો એટલે સ્ટેટસબારમાં કઈ બાબતો
જોઈ શકાય છે તેનું લાંબું લિસ્ટ જોવા મળશે. બાય ડિફોલ્ટ આમાંની અમુક માહિતી જ ટિક
કરેલી હશે. આપણે તો સ્ટેટસબારની પૂરી ક્ષમતા ચકાસવી છે એટલે આમાં આપેલા દરેક
મુદ્દા ટિક કરી લો અને હવે સ્ટેટસબાર તપાસો.
હવે તમે જોશો કે સ્ટેટસબારમાં ઘણા પ્રકારની માહિતી જોવા મળશે. અલબત્ત, તેનો આધાર આપણા ડોક્યુમેન્ટના જુદા જુદા મોડ અને તેમાં આપણે શું કરી રહ્યા છીએ
તેના પર રહે છે.
જેમ કે, આપણે ડોક્યુમેન્ટ ફક્ત જોઈ
રહ્યા હોઈએ તો તેમાંના કુલ શબ્દોની સંખ્યા જોવા મળશે, પણ કોઈ વાક્ય કે પેરેગ્રાફ સિલેક્ટ કરીશું તો ડોક્યુમેન્ટમાંના કુલ વર્ડમાંથી
આપણે સિલેક્ટ કરેલા વર્ડની સંખ્યા કેટલી છે એ પણ જોવા મળશે.
આપણા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ કે ગ્રામરની કોઈ ભૂલ ન હોય તો તેની નિશાનીમાં
ગ્રીન/રાઇટ જોવા મળે અને ભૂલ હોય તો રેડ/રોંગમાર્ક જોવા મળે. આપણે ડોક્યુમેન્ટમાં
કઈ ભાષામાં કામ કરી રહ્યા છીએ એ પણ સ્ટેટસબારમાં જોવા મળે છે. કેપ્સલોક ઓન છે કે
નહીં તે પણ અહીં જોઈ શકાય.
ફક્ત માહિતી આપીને સ્ટેટસબારનું કામ પૂરું થતું નથી, તેમાં દરેક માહિતી પર ક્લિક કરતાં, તેને લગતાં આગળનાં એક્શનના
વિકલ્પ મળે છે. જેમ કે પેજ પર ક્લિક કરતાં,
ડોક્યુમેન્ટના બીજાં
પેજમાં જવાનો ઓપ્શન આપતું મેનુ ઓપન થાય, અથવા સ્પેલચેકરના આઇકન પર
ક્લિક કરીને સ્પેલચેકિંગનું કામ આગળ વધારી શકાય!
ટૂંકમાં, વર્ડમાં સ્ટેટસબાર એક
મહત્ત્વની સુવિધા છે, એનું સ્થાન ભલે સ્ક્રીનના
તળિયે હોય, ઉપયોગિતાની દૃષ્ટિએ એ બહુ
ઊંચે છે!


