સ્માર્ટફોનમાં સિક્યોરિટી અપડેટ્સની ગૂંચવાણો ઉકેલીએ
- ykRVkuLk fu yuLzÙkuRz çktLku VkuLk{kt Mkku^xðuh{kt ykðu÷k yÃkzuxTMk {n¥ðLkk nkuÞ Au
તમે પોતાના એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા હો ત્યારે ક્યારેક ને ક્યારેક સોફ્ટવેર અપડેટ અવેલેબલ એવી નોટિસ તમે જોતા હશો. એ
સમયે, આ નોટિસ શા માટે છે એ તમે
બરાબર સમજતા હો તો તો ત્યારે ને ત્યારે અથવા સમય મળે ત્યારે એ સૂચનાનું પાલન કરીને
તમે ફોનના સોફ્ટવેરને અપડેટ કરી લો, પરંતુ સોફ્ટવેર અપડેટ શું છે એની જ પૂરેપૂરી
સ્પષ્ટતા ન હોય તો?
એનો શાબ્દિક અર્થ તો સૌ કોઈને સમજાય,
પણ એનાં વિવિધ પાસાંની
પૂરી સમજ ન હોય તો?
ફોનના સોફ્ટવેરને અપડેટ કરવાથી ફોનમાં ચોક્કસ શું ફેરફાર થાય છે, શા માટે સોફ્ટવેર અપડેટ કરવું જોઈએ, આવી સ્પષ્ટ નોટિસ ઉપરાંત બીજી
કઈ કઈ રીતે સોફ્ટવેર અપડેટ્સ મળી શકે, નોટિસ મળે ત્યાં સુધી રાહ
જોયા વિના, આપણે પોતે અપડેટ્સ ઉપલબ્ધ છે
કે નહીં એ જાતે કઈ રીતે તપાસી શકીએ... આ બધી બાબતો વિશે મોટા ભાગના લોકોને પૂરી
સ્પષ્ટતા હોતી નથી.
તમે પણ આ બાબતે ગૂંચવાતા હો તો આ આખી વાતનાં વિવિધ પાસાં - ખાસ કરીને
સિક્યોરિટીના સંદર્ભમાં - બરાબર સમજી લઈએ. પણ તમે પણ ફોનની સિસ્ટમ હોય કે એપ, તેમને અપડેટેડ રાખવાના આગ્રહી બની જશો!
rMkõÞkurhxe
yÃkzuxTMk þwt Au yLku fu{ sYhe nkuÞ Au?
આપણે એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સિક્યુરિટીની વાત કરતા હોઈએ ત્યારે એક મહત્ત્વના
મુદ્દા તરફ અચૂક ધ્યાન આપવું જોઇએ. એ મુદ્દો છે - ઓપરેટિંગ સિસ્ટમના સિક્યોરિટી
અપડેટ્સ.
આપણો ફોન એન્ડ્રોઇડ હોય કે આઇફોન, તે એક ચોક્કસ ઓપરેટિંગ
સિસ્ટમના આધારે ચાલે છે. બંને કંપની સમયાંતરે આ આખી સિસ્ટમમાં સુધારા-વધારા કરતી
રહે છે. આ સુધારા મુખ્યત્વે બે પ્રકારના હોય છે - આપણી સગવડ વધારતાં નવાં ફીચર્સ
અને સલામતી વધારતા કે વર્તમાન સલામતી વ્યવસ્થાઓમાં, પાછળથી ધ્યાનમાં આવેલી ખામીઓ સુધારી લેતી નવી બાબતો. આવા સિક્યોરિટી અપડેટ્સ
મહત્ત્વપૂર્ણ હોય છે.
વાત ફોનના સોફ્ટવેરની હોય કે કોઈ એપ કે અન્ય કોઈ પણ પ્રકારના સોફ્ટવેરની, તેને ડેવલપ કરનારી સોફ્ટવેર કંપનીની ડેવલપમેન્ટ ટીમ એક સોફ્ટવેર લોન્ચ કરી હાશ કરીને બેસી ન શકે. સોફ્ટવેરનો
જેમ જેમ ઉપયોગ થતો જાય તેમ તેમ તેમાં કંઈક ને કંઈક ખામી નજર સામે આવે અથવા
સુધારાનો અવકાશ જણાય. આથી આ સુધારાઓ સાથે સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવે.
એન્ડ્રોઇડની વાત કરીએ તો તેમાં ઓપરેટિંગ સિસ્ટમમાંના આવા સુધારા આપણને ત્રણ રીતે
મળી શકે છે.
૧. આખેઆખી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન
૨. ફોન કંપની તરફથી માત્ર સિક્યોરિટી પેચિસ કે અપડેટ્સ
૩. ગૂગલ પ્લે સિસ્ટમ દ્વારા સિક્યોરિટી અપડેટ્સ
આપણે આ ત્રણેય મુદ્દા વિશે એક પછી એક વાત કરીએ.
yk¾e
ykuÃkhu®xøk rMkMx{Lkwt Lkðwt ðÍoLk
એન્ડ્રોઇડ અને એપલ બંને કંપની લગભગ દર વર્ષે તેની ઓપરેટિંગ સિસ્ટમનું નવું
વર્ઝન લોન્ચ કરે છે. સામાન્ય રીતે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમના વર્તમાન વર્ઝનમાં મોટા
પાયે નવાં ફીચર્સ ઉમેરવામાં આવે ત્યારે કંપની તેનું નવું વર્ઝન લોન્ચ કરતી હોય છે.
એન્ડ્રોઇડમાં વર્ષોથી ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝનને કોઈ ને કોઈ મીઠાઈનું નામ
આપવાની પ્રથા હતી, હવે તેને પણ એપલની જેમ ફક્ત
નંબરથી ઓળખવામાં આવે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એન્ડ્રોઇડનું ૧૫મું વર્ઝન આપણા
સુધી પહોંચવા લાગ્યું છે અને ૧૬મું વર્ઝન પણ આવી રહ્યું છે.
સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝન અપડેટ કરવા બાબતે એન્ડ્રોઇડ અને
એપલમાં એક મહત્ત્વનો તફાવત છે.
એપલ કંપની પોતાના આઇફોન અને અન્ય ડિવાઇસના હાર્ડવેર અને સોફ્ટવેર બંને પર
પૂરેપૂરો અંકુશ ધરાવે છે. આથી તે પોતાના આઇફોન માટેની ઓપરેટિંગ સિસ્ટમનું નવું
વર્ઝન લોન્ચ કરે ત્યારે કંપની પોતે જ તેને લગભગ તમામ પ્રકારના આઇફોન મોડેલ માટે
ઉપલબ્ધ કરે છે (આઇફોનનાં કેટલાંક વધુ જૂનાં મોડેલમાં ઓપરેટિંગ સિસ્ટમનું નવું
વર્ઝન કામ ન કરી શકે એવું બને).
આઇફોનના માલિકો ઇચ્છે ત્યારે આ પોતાના આઇફોનમાં આ નવું વર્ઝન અપડેટ કરી શકે
(ઘણા લોકો એવી ઝંઝટમાં પડતા નથી, પણ નવાં ફીચર્સ ન જોઈતાં હોય
તો પણ, સિક્ટોરિટીની દૃષ્ટિએ આઇફોન
અપડેટ કરી લેવામાં ફાયદો છે).
જ્યારે એન્ડ્રોઇડમાં ફોનના હાર્ડવેર અને સોફ્ટવેર પર અલગ અલગ કંપનીઓનો અંકુશ
હોય છે.
ગૂગલે એવું બિઝનેસ મોડેલ અપનાવ્યું છે,
જેમાં તે એન્ડ્રોઇડ
ઓપરેટિંગ સિસ્ટમ અને તેનાં નવાં વર્ઝન ડેવલપ કરે છે અને સ્માર્ટફોન હેન્ડસેટ
મેન્યુફેકચર કરતી કંપનીઓ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો મફત ઉપયોગ કરી શકે છે.
ગૂગલની માલિકીના પિક્સેલ જેવા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આવું એન્ડ્રોઇડનું સ્ટોક એટલે કે મૂળ વર્ઝન હોય છે, જ્યારે અન્ય મોબાઇલ કંપનીઓ સ્ટ્રોક એન્ડ્રોઇડમાં પોતાની રીતે નવાં ફીચર્સ
ઉમેરી શકે છે.
આ કારણે સામાન્ય રીતે એવું બને કે જ્યારે એન્ડ્રોઇડ તરફથી ઓપરેટિંગ સિસ્ટમનું
આખેઆખું નવું વર્ઝન લોન્ચ થાય ત્યારે તેનો લાભ બધા એન્ડ્રોઇડ સ્માર્ટફોનધારકો સુધી
પહોંચે નહીં.
તમારા ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમના સોફ્ટવેરનું નવું વર્ઝન ઉપલબ્ધ છે કે નહીં તે
તપાસવા માટે, ફોનના સેટિંગ્સમાં સોફ્ટવેર અપડેટ સર્ચ કરી જુઓ. જે પેજ મળે
તેમાં જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય તો તેને ડાઉનલોડ કરી લો.
ધ્યાન રાખશો - સોફ્ટવેર અપડેટ કરતી વખતે ફોનમાં પૂરતી બેટરી હોય તે અત્યંત
જરૂરી છે. આ પ્રોસેસ દરમિયાન ફોન રિસ્ટાર્ટ પણ થશે. અલબત્ત, બધું આપોઆપ થશે - આપણે પોતે કશું કરવું પડશે નહીં.
સ્માર્ટફોન મેન્યુફેકચર કરનારી કંપની ઇચ્છે તો તે પોતાના મોડેલમાં નવા વર્ઝનનો
લાભ આપી શકે. ઘણી કંપનીઓ તેમના ફોનમાં એન્ડ્રોઇડના હાલના વર્ઝન ઉપરાંત નવાં ત્રણ
વર્ઝન સુધી અપડેટ આપવાની ખાતરી આપતી હોય છે. મોટે ભાગે હાઇ-એન્ડ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં
નવા વર્ઝનનો લાભ મળી શકે, પરંતુ સસ્તા કે મધ્યમ કિંમતના
સ્માર્ટફોનમાં ફોન ખરીદતી વખતે જે ઓપરેટિંગ સિસ્ટમ મળી હોય તેના પછીનું વર્ઝન લગભગ
મળતું નથી.
આ જ કારણે એન્ડ્રોઇડમાં સિક્યોરિટી અપડેટ્સ માટેના બાકીના બે રસ્તા મહત્ત્વના બની જાય છે.
Võík rMkõÞkurhxe
Ãkur[Mk fu yÃkzuxTMk
ઓપરેટિંગ સિસ્ટમના વર્તમાન વર્ઝનમાં મોટા પાયે નવાં ફીચર્સ ઉમેરવામાં આવે
ત્યારે કંપની તેનું આખેઆખું નવું વર્ઝન લોન્ચ કરે છે. એન્ડ્રોઇડનાં બે વર્ઝન વચ્ચે
સામાન્ય રીતે એકાદ વર્ષ જેટલો સમયગાળો રહે છે. આ એક વર્ષ દરમિયાન ઓપરેટિંગ સિસ્ટમમાં
કંઈક ખામીઓ જણાય અને તેને સુધારી લેવાની જરૂર હોય ત્યારે કંપની તેમાં માત્ર
અપડેટ્સ રિલીઝ કરે છે.
આ પ્રકારના, ખાસ કરીને સિક્યોરિટી માટેના
અપડેટ્સ મહત્ત્વના હોય છે.
આ પ્રકારના અપડેટમાં આપણા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું આખું
વર્ઝન બદલાતું નથી, ફક્ત તેમાંની કેટલીક
ફાઇલ્સમાં નવા અપડેટ મુજબ ફેરફાર થાય છે.
મોટા ભાગની એન્ડ્રોઇડ હેન્ડસેટ મેન્યુફેકચરિંગ કંપની પોતાના સ્માર્ટફોનધારકોને
એન્ડ્રોઇડના સાવ નવા વર્ઝનનો લાભ ન આપે તો પણ સિક્યોરિટી અપડેટ્સનો લાભ આપતી હોય
છે. સિક્યોરિટી પેચિસ સામાન્ય રીતે એકાદ મહિનાના અંતરાલે અથવા જરૂર મુજબ રિલીઝ થતા
રહેતા હોય છે.
તમારા ફોનમાં લેટેસ્ટ કયો સિક્યોરિટી અપડેટ ઇન્સ્ટોલ્ડ છે તે જોવા માટે
નીચેનાં પગલાં લઈ શકાયઃ
તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ.
તેમાં એબાઉટ ફોન સેક્શનમાં જાઓ.
તેમાં સોફ્ટવેર ઇન્ફર્મેશનમાં જાઓ.
અહીં એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચ
લેવલ જેવા નામ સાથે કઈ તારીખનો
અપડેટ તમારા ફોનમાં છે તે જોવા મળશે.
નવો અપડેટ ઉપલબ્ધ હોય તો તેને ઇન્સ્ટોલ કરી લો.
økqøk÷ Ã÷u
rMkMx{ îkhk rMkõÞkurhxe yÃkzuxTMk
આપણે જોયું તેમ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું આખેઆખું નવું વર્ઝન લોન્ચ થાય કે
પછી તેમાં સિક્યોરિટી અપડેટ્સ રિલીઝ કરવામાં આવે, આ બંનેના લાભ સ્માર્ટફોનધારક એટલે કે આપણા સુધી પહોંચાડવા માટે ગૂગલ કંપનીએ
હેન્ડસેટ મેન્યુફેકચરિંગ કંપની પર આધાર રાખવો પડે છે.
આથી હવે કંપનીએ આપણી અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના મહત્ત્વના અપડેટ્સ વચ્ચેથી
ફોન મેન્યુફેકચરિંગ કંપનીની બાદબાકી કરવાનું શરૂ કર્યું છે.
આપણા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફોનની ઓપરેટિંગ સિસ્ટમના ભાગરૂપે ગૂગલ પ્લે સિસ્ટમ નામનું એક કોમ્પોનન્ટ પણ હોય
છે. હવે એન્ડ્રોઇડ કંપનીએ તેના મારફત આપણને એન્ડ્રોઇડના મહત્ત્વના સિક્યોરિટી
પેચિસ પહોંચાડવાનું શરૂ કર્યું છે. આથી આપણે આ પ્રકારના સિક્યોરિટી અપડેટ્સ પણ
વારંવાર તપાસવા જોઇએ અને તેનો લાભ લેવો જોઇએ.
ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ્સ મોટા ભાગે ફોનની સિક્યોરિટીને સંબંધિત ખામીઓ સુધારી
લેવા માટે હોય છે. એ કારણે પણ આપણે તેનો લાભ લેવો જરૂરી છે.
એ માટે...
તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ.
તેમાં એબાઉટ ફોન સેક્શનમાં જાઓ.
તેમાં સોફ્ટવેર ઇન્ફર્મેશનમાં જાઓ.
અહીં ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટનો વિકલ્પ તારીખ સાથે જોવા મળશે.
તેને ક્લિક કરવાથી, કોઈ નવા અપડેટ ઉપલબ્ધ હશે તો
તે ચેક કરવામાં આવશે.
નવો અપડેટ ઉપલબ્ધ હોય તો તેને ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી લેવો જોઈએ.
ધ્યાન આપશો કે તમારા ફોનમાં સિક્યોરિટી અપડેટ અને ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ બંને ફોનના સેટિંગ્સમાં સિક્યોરિટી સેક્શનમાં પણ જોવા મળી શકે છે.