યુટ્યૂબમાં હોમ સ્ક્રીન પરની ટેબ્સની ખૂબીઓ તપાસીએ

- Þwxâqçk{kt ík{Lku swËk swËk rð»kÞLkk Võík ÷uxuMx ðerzÞku òuðk{kt hMk nkuÞ íkku...
ઘણી વાર એવું બને કે આપણે ફોનમાં યુટ્યૂબ એપ ઓપન કરીએ. કોઈ વીડિયોનું ટાઇટલ
આપણું ધ્યાન ખેંચે, આપણે તેને ઓપન કરીએ અને
વીડિયો જોવાની શરૂઆત કરીએ. એમાં થોડો સમય ખર્ચાયા પછી આપણને ખબર પડે કે આપણે જે
વીડિયો જોઈ રહ્યા છીએ એ તો ઘણાં વર્ષો જૂનો છે અને તેનું કન્ટેન્ટ પણ હવે આઉટડેટેડ
થઈ ગયું છે!
આપણે આવું થતું ટાળી શકીએ છીએ. એ માટેનો સૌથી સહેલો રસ્તો વીડિયોનું ટાઇટલ તથા
અન્ય વિગતોની સાથોસાથ તે ક્યારે અપલોડ થયો છે તે સમયગાળો દર્શાવતી વિગત પર નજર
ફેરવી લેવાનો છે.
જો તમે ફક્ત નવા, પ્રમાણમાં નજીકના સમયમાં
અપલોડ થયેલા વીડિયો જોવા માગતા હો એવું પણ થઈ શકે.
એ માટેની સગવડ ફોનમાં યુટ્યૂબ એપ અને પીસીના બ્રાઉઝરમાં યુટ્યૂબની વેબસાઇટ - બંનેમાં મળે છે અને સગવડ
સરખી જ છે.
એપની વાત કરીએ તો યુટ્યૂબ એપ ઓપન કર્યા પછી સૌથી ઉપર દેખાતી ટેબ્સમાં જમણી તરફ
સ્ક્રોલ કરીને રીસન્ટલી અપલોડેડ ટેબ પર ક્લિક કરો.
પીસીના બ્રાઉઝરમાં યુટ્યૂબના હોમ પેજ પર પણ આ જ રીતે આપણે રીસન્ટલી અપલોડેડ ટેબ ક્લિક કરીને નજીકના સમયમાં
થયેલા અપલોડ થયેલા વીડિયો જોઈ શકીએ છીએ.
આ ટેબ ક્લિક કરવાથી છેલ્લા થોડા સમયમાં અપલોડ થયેલા વીડિયો જોઈ શકાય છે.
યુ્ટ્યૂબના હોમપેજ પર સૌથી ઉપર જોવા મળતી વિવિધ ટેબ્સમાં ઓલ ઉપરાંત સામાન્ય રીતે આપણે જે
વિષયના વીડિયો વધુ જોતા હોઇએ કે સર્ચ કરતા હોઇએ તેની ટેબ જોવા મળે છે. તેની
સાથોસાથ, આપણને ઉપયોગી થઈ શકે કે રસ
પડી શકે તેવી જે તે સમયની લાઇવ સ્ટ્રીમ પણ જોવા માટે લાઇવ ટેબ પણ મળે છે.
બાયડિફોલ્ટ, યુટ્યૂબની વેબસાઇટ કે એપમાં
જઇએ ત્યારે ઉપરની તરફ ઓલ ટેબ સિલેક્ટ થયેલું રહે છે. આપણે રીસન્ટલી અપલોડેડ ટેબ કાયમ માટે સિલેક્ટ રહે એવું સેટિંગ કરી શકતા નથી. એ પણ ધ્યાનમાં રાખવા
જેવું છે કે રીસન્ટલી અપલોડેડ ટેબ ક્લિક કર્યા પછી જે વીડિયો જોવા મળે તે સમયના ક્રમ અનુસાર ગોઠવાયેલા હોતા
નથી. તેમાં પણ પ્રમાણમાં નવા છતાં નવા-જૂના વીડિયોની ભેળસેળ રહે છે.
સૌથી ઉપરની વિવિધ ટેબ્સની વાત કરીએ તો તેમાં ન્યુ ટુ વ્યૂ એવી એક ટેબ પણ જોવા મળી શકે
છે. આ ટેબનો અર્થ એ નથી કે આપણને નવા વીડિયો બતાવવામાં આવશે. એનો અર્થ ફક્ત એ છે
કે આપણે માટે નવા હોય એટલે કે આપણી વોચ હિસ્ટ્રીમાં ઉમેરાયા ન હોય તેવા વીડિયો
આપણને બતાવવામાં આવે છે.
એ જ રીતે જ્યારે આપણે યુટ્યૂબમાં સર્ચ બોક્સમાં કંઈક લખીને તેનો વીડિયો સર્ચ
કરીએ ત્યારે જે રિઝલ્ટ્સ બતાવવામાં આવે છે તે અપલોડ ડેટ મુજબ નહીં પરંતુ આપણી
સર્ચને વધુમાં વધુ અનુરૂપ હોય તે ધ્યાનમાં રાખીને ક્રમબદ્ધ કરવામાં આવે છે. મતલબ
કે અહીં પણ નવા વીડિયોની સાથોસાથ ખાસ્સા જૂના વીડિયોની ભેળસેળ હોઈ શકે છે.
સારી વાત એ છે કે આપણે સર્ચને પણ ફિલ્ટર કરી શકીએ છીએ. એ માટે સર્ચ બોક્સમાં
કંઈ પણ લખ્યા પછી જમણી તરફના ત્રણ ડોટ પર ક્લિક કરો. જે મેનૂ ઓપન થાય તેમાં સર્ચ ફિલ્ટર્સ પર ક્લિક કરો. અહીં સોર્ટ બાય ડ્રોપ ડાઉન મેનૂ પર ક્લિક કરી
અપલોડ ડેટ પસંદ કરી લો. આથી સૌથી
લેટેસ્ટ વીડિયો સૌથી ઉપર જોવા મળશે. વિકલ્પ રૂપે સર્ચ ફિલ્ટર્સમાં અપલોડ ડેટ ડ્રોપડાઉન મેનૂ ઓપન કરો અને
તેમાં લાસ્ટ અવરથી લઇને ધીસ યર સુધીનો કોઈ પણ સમયગાળો પસંદ કરી શકાય. પીસીમાં પણ લગભગ આ જ રીતે સર્ચ
ફિલ્ટર્સમાં આપણે જોઇતી રીતે વીડિયો સોર્ટ કરી શકીએ છીએ.

