Get The App

OLED લેન્સથી આંખનું નિદાન હવે સરળ: કોરિયાએ શોધી કાઢ્યો આંખ માટે સ્માર્ટ લેન્સ...

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
OLED લેન્સથી આંખનું નિદાન હવે સરળ: કોરિયાએ શોધી કાઢ્યો આંખ માટે સ્માર્ટ લેન્સ... 1 - image
AI Image

World First OLED Lens: કોરિયા ઍડ્વાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નોલૉજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સીઓલ નેશનલ યુનિવર્સિટી બુંગડાંગ હૉસ્પિટલ સાથે મળીને એક વાયરલેસ OLED કોન્ટેક્ટ લેન્સ ડેવલપ કર્યો છે. રેટિનલ કન્ડિશનનું નિદાન કરવા માટે આ લેન્સ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ માટે મોટાં-મોટાં મશીનની જરૂર નથી તેમ જ અંધારા રૂમની પણ જરૂર નથી. લેન્સની મદદથી ખૂબ જ સરળતાથી નિદાન થઈ શકે છે.

મનુષ્યના વાળ જેટલો જાડો છે આ લેન્સ

આ કોન્ટેક્ટ લેન્સમાં અલ્ટ્રાથિન OLED ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોન્ટેક્ટ લેન્સ 12.5 માઇક્રોન્સ એટલે કે મનુષ્યના વાળ જેટલો જાડો છે. આ લેન્સની મદદથી રેટિના પર યુનિફોર્મ લાઇટ પાડી શકાશે. એનાથી ડૉક્ટર એકદમ ચોક્કસ રીડિંગ મેળવી શકશે. પહેલાં આ માટે ડાર્કરૂમના સેટઅપની જરૂર પડતી હતી. જોકે હવે એવી કોઈ જરૂર નહીં પડે. એમાં ખૂબ જ નાનો વાયરલેસ એન્ટેના છે. એને સ્લીપ માસ્ક કન્ટ્રોલર સાથે કનેક્ટ કરવામાં આવે છે જે એક પોર્ટેબલ ટેસ્ટિંગ કિટ છે. આ કિટ સ્માર્ટફોન સાથે પણ કનેક્ટ થઈ શકે છે.

OLED લેન્સથી આંખનું નિદાન હવે સરળ: કોરિયાએ શોધી કાઢ્યો આંખ માટે સ્માર્ટ લેન્સ... 2 - image

પ્રાણીઓ પર કરવામાં આવ્યું હતું ટેસ્ટિંગ

આ કોન્ટેક્ટ લેન્સનું ટેસ્ટિંગ પ્રાણીઓ પર કરવામાં આવ્યું હતું. OLED કોન્ટેક્ટ લેન્સ મનુષ્ય માટે કેટલું સુરક્ષિત છે એ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એમાંથી લાઇટ પડતી હોય છે. આ કોન્ટેક્ટ લેન્સ ખૂબ જ ન્યૂનતમ ગરમી ઉત્પન્ન કરે છે જે આંખ સરળતાથી સહન કરી શકે છે. તેમ જ આ લેન્સ કોઈ પણ પ્રકારની કન્ડિશનમાં કામ કરી શકે છે. એનો મતલબ એ છે કે આ લેન્સ ખૂબ જ યુઝર-ફ્રેન્ડલી છે. તેમ જ એને અજવાળામાં અને ખુલ્લામાં પણ ઉપયોગ કરી શકાય છે. ડાયાબેટિક રેટિનોપથી જેવી ઘણી રેટિના બીમારીઓના જલદી નિદાન માટે આ લેન્સ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: વોટ્સએપનું નવું AI ફીચર: યુઝર્સનું વ્યાકરણ, ટાઇપિંગ મિસ્ટેક અને કહેવાનો અંદાજ સુધારશે…

માયોપિયાની ટ્રીટમેન્ટ માટે પણ થઈ શકે છે ઉપયોગ

આ ટૅક્નોલૉજીનો ઉપયોગ રેટિનાની બીમારીના નિદાન પૂરતો જ નહીં, પરંતુ માયોપિયાના ટ્રીટમેન્ટ માટે પણ થઈ શકે છે. માયોપિયામાં નજીકની વસ્તુ સાફ દેખાય છે, પરંતુ દૂરની વસ્તુ ધૂંધળી દેખાય છે. આથી આ પ્રકારની કેટલીક બીમારી માટે પણ OLED કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરી શકાય છે. આ કોન્ટેક્ટ લેન્સ ખૂબ જ પાતળો હોવાથી યુઝર જ્યારે એને પહેરશે ત્યારે પણ એવું વિઝન બ્લોક નહીં થાય. તેમ જ તેમને આંખમાં ખૂંચશે પણ નહીં. એમ છતાં આ લેન્સ ડૉક્ટરને એકદમ ચોક્કસ રિઝલ્ટ આપશે.

Tags :