Get The App

કેમેરા માટે એરપોડ્સનો માઇક તરીકે ઉપયોગ કેવી રીતે કરશો?: iOS 26ની નવી કમાલ વિશે જાણો...

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
કેમેરા માટે એરપોડ્સનો માઇક તરીકે ઉપયોગ કેવી રીતે કરશો?: iOS 26ની નવી કમાલ વિશે જાણો... 1 - image


How to Use Airpods As Mic: એપલ દ્વારા હાલમાં જ iOS 26 લોન્ચ કરવામાં આવી છે. આ હવે વાયરલેસ માઇક્રોફોનને કેમેરા એપ્સ માટે પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફીચર એરપોડ્સ 4, એરપોડ્સ પ્રો 2 અને એરપોડ્સ પ્રો 3 મોડલ સાથે કામ કરશે. આ ફીચરનો ઉપયોગ કરવાથી યુઝર્સ પ્રોફેશનલ લેવલની ઓડિયો ક્વોલિટી મેળવી શકે છે. ક્રિએટર્સ અને ઇન્ટરવ્યુ લેનાર માટે આ ફીચર ખૂબ જ સારું છે. એવી દરેક વ્યક્તિ જેમણે ઓડિયોને રેકોર્ડ કરવાનો હોય તેમના માટે એપલ દ્વારા ખૂબ જ સારું ફીચર આપવામાં આવ્યું છે.

એરપોડ્સને માઇક્રોફોન કેવી રીતે બનાવશો?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરના એરપોડ્સ તેમના આઇફોન અથવા તો આઇપેડ સાથે કનેક્ટ હોવા જોઈએ. આ સાથે જ તેમણે એને કાનમાં લગાવવા જરૂરી છે. ત્યાર બાદ તેમણે કેમેરા લોન્ચ કરવાનો રહેશે. વીડિયો મોડમાં કર્યા બાદ ટોપ-રાઇટ કોર્નરથી સ્વાઇપ ડાઉન કરવાનું રહેશે. એટલે એપલનું કન્ટ્રોલ સેન્ટર ઓપન થશે. એમાં ઓડિયો-વીડિયો સેટિંગ્સના કેમેરા કન્ટ્રોલમાં ઇનપુટ સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કરતાં એક પોપ-અપ મેન્યુ ઓપન થશે એમાં એરપોડ્સ સિલેક્ટ કરવાનું રહેશે. આ એરપોડ્સને સિલેક્ટ કરતાં એ માઇક્રોફોનની જેમ કામ કરશે.

ઓડિયો કેપ્ચર કરવા માટે આપ્યા છે વિકલ્પ

આ ફીચરમાં ઓડિયો કેપ્ચર કરવા માટેના ચાર વિકલ્પ આપેલા છે. એમાં ઓટોમેટિક, સ્ટાન્ડર્ડ, વોઇસ આઇસોલેશન અને વાઇડ સ્પેક્ટ્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓટોમેટિક મોડ યુઝર્સ કઈ જગ્યાએ છે અને કેવા માહોલમાં છે એના અનુસાર પોતે નક્કી કરશે અને બેસ્ટ સાઉન્ડ આપવાની કોશિશ કરશે. સ્ટાન્ડર્ડમાં ઓડિયો નેચરલ રહેશે અને એને કોઈ પણ પ્રોસેસ વગર રજૂ કરવામાં આવશે. વોઇસ આઇસોલેશનમાં યુઝર્સને જે-તે વસ્તુનો ચોક્કસ અવાજ સાંભળવા મળશે એટલે કે બેકગ્રાઉન્ડ અવાજ એમાં સાંભળવા નહીં મળે. ઇન્ટરવ્યુ અને વ્લોગિંગ માટે આ બેસ્ટ ઓપ્શન છે. વાઇડ સ્પેક્ટ્રમનો ઉપયોગ નેચરની વચ્ચે હોય ત્યારે ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે વહેલી સવારે નદીની પાસે હોય તો પાણીનો અવાજ રેકોર્ડ કરવા અને જંગલમાં હોય તો પક્ષીઓનો અવાજ રેકોર્ડ કરવા માટે ઉપયોગી થઈ શકે છે.

આ પણ વાંચો: સ્માર્ટ સ્પીકર્સ અને સ્માર્ટ ગ્લાસ પર કામ કરી રહ્યું છે OpenAI, જાણો વિગત…

રિમોટ કન્ટ્રોલ તરીકે પણ કરી શકાશે ઉપયોગ

એરપોડ્સની સ્ટેમ એટલે કે દાંડીનો ઉપયોગ રિમોટ કન્ટ્રોલ તરીકે કરી શકાશે. યુઝરે પોતાનો વીડિયો ઉતારવો હોય અને માટે સ્ટેન્ડનો ઉપયોગ કરતો હોય તો તેમના માટે આ ફીચર ખૂબ જ મહત્ત્વનું છે. પહેલાં તેમણે ચાલુ કરીને અથવા તો ટાઇમરનો ઉપયોગ કરવો પડતો હતો. જોકે હવે એરપોડ્સ હશે તો એની દાંડીને ટચ કરીને રેકોર્ડિંગ ચાલુ-બંધ કરી શકશે. આથી યુઝરે હવે તેમના મોબાઇલ પાસે જવાની જરૂર નહીં રહે. આથી ક્રિએટર્સ હવે કોઈ પણ પ્રકારની ચિંતા વગર આ ફીચરનો ઉપયોગ સરળતાથી કરી શકે છે અને બેસ્ટ વીડિયો રેકોર્ડિંગ મેળવી શકે છે.

Tags :