ઑનલાઇન છેતરપિંડી બાદ શું કરવું? જેથી પૈસા પાછા મેળવી શકાય, જુઓ પ્રક્રિયા
તરત જ 155260 આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરી ફરિયાદ નોંધાવો
આ હેલ્પલાઈન નંબર એક રીતે વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશનની જેમ કામ કરશે
સાયબર ફ્રોડના કેસો સતત વધી રહ્યા છે. લોકો છેતરપિંડી કરવા માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. ક્યારેક યુટ્યુબ વિડીયો લાઈક કરવાના પૈસા આપીને તો ક્યારેક ડેટિંગના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. માટે જો તમે ઓનલાઈન પેમેન્ટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તમારે સમજી વિચારીને કરવો તેનો ઉપયોગ કરવો જોઈએ. બાકી તમારી નાની ભૂલ તમારું ખાતું ખાલી કરી દેશે.
સાયબર ફ્રોડની સામે લડવાનો રસ્તો
મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે છેતરપિંડી થયા પછી પણ તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો. જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે, આ કામ કરવું જોઈએ જેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. સરકારે સાયબર છેતરપિંડીનો સામનો કરવા માટે એક હેલ્પલાઈન નંબર જારી કર્યો છે, આ નંબર પર કોલ કરીને તમે સાયબર ક્રાઈમ સંબંધિત ઘટનાઓની ફરિયાદ કરી શકો છો.
આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરવો
જો તમારી સાથે પણ ઓનલાઈન છેતરપિંડી થાય છે, તો તરત જ 155260 પર કોલ કરો. આ નંબર પર કૉલ કર્યા પછી, તમારા ખાતામાંથી ઉપડેલા પૈસા મેળવવામાં સરળતા રહેશે અને સાયબર ઠગ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ હેલ્પલાઈન નંબર એક રીતે વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશનની જેમ કામ કરે છે. જ્યારે તમે આ નંબર પર કૉલ કરો છો, ત્યારે તમારી સાથે થયેલી છેતરપિંડી સંબંધિત તમામ માહિતી આપવાની રહેશે.
આ રીતે તમારા પૈસા પાછા આવી જશે
ફરિયાદ મળતાની સાથે જ છેતરપિંડી કરનારનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે. બેંક ખાતું ફ્રીઝ કરવાનો સીધો અર્થ એ છે કે તે ન તો તેમાંથી પૈસા ઉપાડી શકશે અને ન તો જમા કરાવી શકશે. આ માટે તમારે પહેલા ઉપર આપેલા હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરવાની રહેશે. આમ કરવાથી તમને તમારા પૈસા પાછા મળવાની સંભાવના પણ વધી જાય છે.