Get The App

Aadhaar Cardમાં કેટલી વખત બદલી શકો છો તમારું નામ? જાણો શું છે UIDAIની શરતો

Updated: Dec 28th, 2020

GS TEAM

Google News
Google News
Aadhaar Cardમાં કેટલી વખત બદલી શકો છો તમારું નામ? જાણો શું છે UIDAIની શરતો 1 - image


અમદાવાદ, તા. 28 ડિસેમ્બર 2020, સોમવાર

ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ અથવા UIDAI એ આધાર કાર્ડમાં નામ, જેંડર અને ડેથ ઓફ બર્થને બદલવાના સંબંધિત નિયમોમાં સંશોધન કર્યુ હતુ. ત્યારબાદ આધાર કાર્ડમાં પોતાનું નામ, જન્મતારીખ અને લિંગ અપડેટ કરી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે, જિંદગીમાં કેટલી વખત આધાર કાર્ડમાં નામ બદલી શકાય છે અને તેની શરતો શું છે. જો નથી તો પરેશાન થવાની જરૂરિયાત નથી આ બધી જાણકારી અમે તમને આપી રહ્યા છીએ.

આધાર કાર્ડમાં વારંવાર ફેરફારની નથી મંજૂરી

જણાવી દઈએ કે, UIDAI એ આધાર કાર્ડમાં વારંવાર અપડેશનની મંજૂરી આપી નથી. UIDAI ના કાર્યાલયના જ્ઞાપન પ્રમાણે એક આધારકાર્ડ ધારક જીવનમાં માત્ર બે વખત જ પોતાના આધાર કાર્ડમાં પોતાનું નામ અપડેટ કરી શકે છે. જ્યાં સુધી જન્મતારીખની વાત કરીએ તો તેમાં ફેરફારને લઈને નિયમ વધારે કડક છે.

આધર કાર્ડમાં ડેથ ઓફ બર્થ જીવનમાં માત્ર એક જ વખત અપડેટ કરી શકાય છે. તેમાં આધાર નામાંકનના સમયે દાખલ કરવામાં આવેલી ડેથ ઓફ બર્થમાં ત્રણ વર્ષની મહત્તમ રેંજ (પ્લસ અથવા માઈનસ)ની સાથે જ બદલવાની મંજૂરી છે. તો લિંગ પણ આધાર કાર્ડમાં એક વખત જ બદલી શકાય છે.

આધારમાં નામ ફેરફારની શરતો

આધાર કાર્ડમાં તમે પોતાનું નામ માત્ર આ શરત પર અપડેટ કરી શકો છો, જો ફેરફાર માત્ર થોડો હોય તો જેમ કે,

- સ્પેલિંગમાં કરેક્શન કરવાનું છે.

- જો અનુક્રમ બદલવા માગે છે.

- શોર્ટ ફોર્મથી ફુલ ફોર્મ કરવાનું હોય

- લગ્ન બાદ જો નામ બદલવા માગો છો.

ઉલ્લેખનીય છે કે, તમને આધાર કાર્ડમાં નામ, જન્મતિથી અને એડ્રેસ બદલવા માટે સત્યાપિત દસ્તાવેજ જમા કરાવાની જરૂરિયાત હોય છે. નક્કી સંખ્યાથી વધારે વખત આધાર કાર્ડમાં નામ, લિંગ અથવા જન્મતિથી અપડેટ માત્ર એક એક્સેપ્શન હેન્ડલિંગ પ્રોસેસથી જ સંભવ છે. તો મોબાઈલ નંબર અથવા ઈમેલને અપડેટ કરાવવા માટે કોઈ પણ પ્રકારના ડૉક્યૂમેન્ટ્સની જરૂરિયાત પડતી નથી, પરંતુ મોબાઈલ નંબર અથવા ઈમેલને આધારમાં અપડેટ કરતા પહેલા OTP ની જરૂરિયાત પડે છે.

આ રીતે કરો અપડેટ

જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ જેવું ખોટુ નામ, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ અથવા તમારા જેંડર જેવી કોઈપણ ખોટી અથવા અધૂરી સૂચના રહી ગઈ છે તો આવી ભૂલને યૂઝર ખુદ સુધારી શકે છે. જો તમારે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે તો સૌ પ્રથમ https://uidai.gov.in/ વેબસાઈટ પર જાઓ. આ આધાર કાર્ડ માટે સરકારી સાઈટ છે. વેબસાઈટ ખુલ્યા બાદ નીચે રાઈટ સાઈડમાં આપવામાં આવેલ ‘Update Your Aadhaar Card’ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

Tags :