ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આટલી બાબતોનું રાખો ધ્યાન
Updated: Sep 19th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર 2023 મંગળવાર
ઓનલાઈન કામ કરતી વખતે કે ઓનલાઈન બેન્કિંગ દરમિયાન સતર્ક રહો અને શંકાસ્પદ પરિસ્થિતિઓથી પોતાને દૂર રાખો. કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો
શંકાસ્પદ ઈમેઈલ અને વેબસાઈટો પર ક્લિક ન કરો અને વ્યક્તિગત જાણકારી જેમ કે પાસવર્ડ અને વ્યક્તિગત જાણકારી ક્યારેય પણ ઈમેઈલના માધ્યમથી ન આપો.
જ્યારે પણ તમે ઓનલાઈન વેબસાઈટ પર જાવ તો સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ કનેક્શનનો ઉપયોગ કરો. (https://) વાળી વેબસાઈટને સુરક્ષિત માનવામાં આવે છે.
પોતાની ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર અને સુરક્ષા સોફ્ટવેરને લેટેસ્ટ વર્જન સાથે અપડેટ કરીને રાખો.
સોશિયલ મીડિયા એકાઉન્ટ અને એપ માટે ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો, જેમ કે OTP (એક વખતનો પાસવર્ડ) અને બાયોમેટ્રિક જાણકારી.
વેબસાઈટ કે એપની રેટિંગ અને રિવ્યૂને જોવાથી તમને તેના વિશે વધુ જાણકારી મળી શકે છે. કોઈ પણ એપને સત્તાવાર એપ સ્ટોરથી જ ડાઉનલોડ કરો.
જો તમને શંકા થાય કે તમે ઓનલાઈન સ્કેમનો શિકાર થઈ ગયા છો તો તાત્કાલિક મદદ મેળવવા માટે સ્થાનિક પોલીસ કે સાયબર સુરક્ષા એકમનો સંપર્ક કરો.