60 વર્ષો બાદ પૃથ્વીની નજીક આવી રહ્યો છે ગુરુ ગ્રહ, જાણો કેટલીક રોચક બાબતો
નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર
ગુરુ ગ્રહ 60 વર્ષો બાદ પૃથ્વીની સૌથી નજીક આવી રહ્યો છે. આ ખગોળીય ઘટના 26 સપ્ટેમ્બરના રોજ બનશે. આમ તો દર 13 મહિના બાદ ગુરુ ગ્રહ પૃથ્વીની નજીક આવે છે પરંતુ આ વખતે બંને ગ્રહો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછુ હશે. આજે અમે તમને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી ખૂબ જ રસપ્રદ માહિતી આપીશું.
સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ
ગુરુ એહ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તે પોતાની ધરી ઉપર રહીને સુર્યની ફરતો સૌથી ઝડપી ગ્રહ છે. ગુરુને સુર્યની આસપાસ એક પરિક્રમા પૂરી કરવામાં 11.86 વર્ષનો સમય લાગે છે. સુર્યથી અંતરના ક્રમે તે પાંચમા સ્થાને છે. એટલે કે મંગળ ગ્રહ પછી તેનું સ્થાન છે. ગુરુ ગ્રહની શોધ ઈ.સ. 1611માં ગેલેલિયોએ કરી હતી. આ ગ્રહને માઈનોર સોલર સિસ્ટમ પણ કહેવામાં આવે છે.
સૌથી ભારે ગ્રહ
ગુરુ ગ્રહ આકારની દૃષ્ટિએ સૌથી મોટો ગ્રહ છે. આ સાથે જ તે તમામ ગ્રહોમાં સૌથી ભારે ગ્રહ પણ છે. તેનો વ્યાસ 1,42,294 કિલોમીટર છે અને તેની સરેરાશ ઘનતા 1.3 ગ્રામ/ઘન સેમી છે.
ગુરુના ઉપગ્રહ ઉપર જીવનનની શક્યતા
ગુરુના ઉપગ્રહ યૂરોપા ઉપર જીવનની સંભાવના છે. વોયેજર અભિયાનથી મળેલા સંકેતો મુજબ યૂરોપાની સપાટી પૃથ્વી પરના બર્ફીલા સમુદ્રો જેવી લાગે છે. તેમનું ઉંડાણ આશરે 50 કિસી સુધીનું છે. આ જ કારણે વૈજ્ઞાનિકો અહીં પ્રવાહી પાણીની સંભાવના દર્શાવે છે અને અહીં જીવનની સંભાવના હોવાની વાતને નકારી શકતા નથી.
ગુરુ ગ્રહ ઉપર જોવા મળતી ગેસો
ગુરુના વાતાવરણમાં મુખ્યત્વે હાઈડ્રોજન અને હિલિયમ ગેસ જોવા મળે છે. આ સિવાય મિથેન અને અમોનિયા ઓછી માત્રામાં હોય તેવા પુરાવા પણ મળઈ આવ્યા છે. ગુરુનું વાતાવરણીય દબાણ પૃથ્વી કરતા ઘણુ વધારે છે.
તારા અને ગ્રહ બંનેના ગુણ
ગુરુ ગ્હ ખૂબ જ તીવ્ર ગતિથી ભ્રમણ કરે છે. આ કારણે અહીં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તેની પોતાની રેડિયો ઉર્જા છે. આ જ કારણે ગુરુ ગ્રહ તારા અને ગ્રહ બંનેના ગુણો દર્શાવે છે.