- ðerzÞku
{e®xøk nðu yrLkðkÞo Au íÞkhu íkuLkkt xqÕMkLkkt M{kxo Ve[MkoLkku ík{u Ãkqhku ÷k¼
÷ku Aku?
કોરોના સમયથી સમગ્ર વિશ્વમાં વીડિયો મીટિંગનો જુવાળ આવ્યો, જે કોરોનાએ વિદાય લઈ લીધા પછી પણ દુનિયાભરના સૌ પ્રોફેશનલ્સને એકદમ જચી ગયો
છે. ઝૂમ, ગૂગલ મીટ ઉપરાંત વોટ્સએપ પર
પણ આપણે વીડિયો મીટિંગનો લાભ લઈ શકીએ છીએ. પારિવારિક હેતુ માટે વીડિયો મીટિંગ્સનો
ઉપયોગ થોડો મર્યાદિત રહ્યો હશે પરંતુ કોર્પોરેટ સેકટરમાં વીડિયો મીટિંગ મેઇન
સ્ટ્રીમ ટ્રેન્ડ બની ગયો છે.
પરંપરાગત રીતે કંપનીના કોન્ફરન્સ રૂમમાં સૌ લોકો રૂબરૂ એકઠા થઈને મીટિંગ કરે
એની સરખામણીમાં ઓનલાઇન મીટિંગ કે વીડિયો કોન્ફરન્સિંગના દેખીતા ઘણા બધા લાભ છે.
આવી મીટિંગમાં ભાગ લેનાર સૌ કોઈ દુનિયાના ગમે તે ખૂણેથી જોડાઈ શકે છે. પરંપરાગત
મીટિંગમાં ઘણી વાર એવું બને કે આપણે કોન્ફરન્સ રૂમમાં પહોંચી જઇએ, પરંતુ બોસ કે અન્ય કોઈ મહત્ત્વની વ્યક્તિ આવે નહીં ત્યાં સુધી રાહ જોતા બેઠા
રહેવું પડે. તેની સામે, વીડિયો કોન્ફરન્સિંગનો મોટો
ફાયદો એ કે આપણે પોતાની જ ઓફિસમાં કે ઘરમાં,
પોતાના જ ટેબલ પર હોઇએ, એટલે મીટિંગ શરૂ થયાની પહેલી મિનિટ્સ સુધી આપણું બીજું કોઈ પણ કામ કરી શકીએ.
સાદી મીટિંગ માટે ક્લાયન્ટ કે બિઝનેસ એસોસિએટની ઓફિસે જવાની પણ જરૂર રહી નથી. આપણે
અન્ય લોકોને ઝૂમ કે ગૂગલ મીટની લિંક મોકલીને ધાર્યા સમયમાં ફટાફટ પોતાનું કામ
આટોપી શકીએ.
વીડિયો કોન્ફરન્સિંગના આવા ઘણા બધા ફાયદા છે, તેની સામે કેટલીક મર્યાદાઓ પણ છે!
જેમ કે ક્યારેક આપણે પોતાના પીસી/લેપટોપથી દૂર હોઇએ ત્યારે સ્માર્ટફોનની મદદથી
વીડિયો કોન્ફરન્સમાં જોડાઈ શકીએ ખરા, પરંતુ ત્યારે અન્ય કોઈ
વ્યક્તિ મીટિંગમાં પોતાનો સ્ક્રીન શેર કરી રહી હોય તો મોબાઇલના નાના સ્ક્રીન પર એ
બધું જોવું મુશ્કેલ બને.
ક્યારેક એવું પણ બને કે તમે ઓફિસમાં જ હો પરંતુ તમારા ડેસ્કટોપમાં માઇક કે વેબ
કેમેરાની સગવડ ન હોય એ કારણે તમારે ધરાર સ્માર્ટફોનના નાના સ્ક્રીન પર વીડિયો
મીટિંગમાં જોડાવું પડે.
મોટા ભાગે એવું પણ બને કે આપણે વીડિયો મીટિંગમાં જોડાયા હોઇએ ત્યારે પોતાના જ
સ્ક્રીન પર બીજી વિન્ડોમાં મીટિંગના મહત્ત્વના મુદ્દાઓ નોંધતા રહેવું પડે કે આપણા
અન્ય પ્રોગ્રામ્સ કે બ્રાઉઝરનો ઉપયોગ ચાલુ રાખવો પડે. આવી સ્થિતિમાં લેપટોપનો નાનો
સ્ક્રીન ખરેખર નાનો પડે. ઘણી વાર એવું પણ બને કે આપણે ઓફિસના કોન્ફરન્સ રૂમમાં હોઇ, રૂમમાં અન્ય લોકો પણ કામ કરી રહ્યા હોય અને આપણે ઓનલાઇન મીટિંગમાં પોતે કંઈ
બોલવાનું ન હોય ફક્ત હાજરી આપવાની હોય અને મીટિંગમાં ચાલી રહેલી ચર્ચાના મુદ્દા
નોંધવાના હોય. આ સ્થિતિમાં આપણા લેપટોપમાં ચાલી રહેલી ઓનલાઇન મીટિંગ અન્ય લોકો
માટે ખલેલરૂપ બની શકે.
આ બધી તકલીફોનો ઉપાય આપે છે કમ્પેનિયન મોડ. ગૂગલ મીટ આ સગવડ આપે છે. તેમાં આપણે એક જ ઓનલાઇન મીટિંગમાં બે ડિવાઇસની મદદથી
ભાગ લઈ શકીએ છીએ.
આથી એક તરફ આપણે પોતાના સ્માર્ટફોનમાં કોઈ મીટિંગની લિંક પર ક્લિક કરીને એ
મીટિંગમાં જોડાઇએ એ પછી પોતાના બીજા ડિવાઇસ એટલે કે ઓફિસના ડેસ્કટોપ કે લેપટોપમાં
પણ એ જ મીટિંગમાં પોતાના એ જ એકાઉન્ટથી જોડાઈ શકીએ છીએ. આવે સમયે આપણે ફક્ત કમ્પેનિયન મોડ સિલેક્ટ કરવાનો રહે છે.
આ પછી આપણે પોતાના સ્માર્ટફોનમાં માઇક કે હેડસેટ તથા ફ્રેન્ટ કેમેરાની મદદથી
મીટિંગમાં સામેલ અન્ય લોકો સાથે વાતચીત કરીએ અને જ્યારે અન્ય કોઈ વ્યક્તિ પોતાની
સ્ક્રીન શેર કરીને પ્રેઝન્ટેશન જેવું કંઈક મીટિંગમાં સૌ કોઈને બતાવે ત્યારે એ
પ્રેઝન્ટેશન આપણે ડેસ્કટોપના મોટા સ્ક્રીન પર જોઈ શકીએ છીએ.
આ રીતે બીજા સ્ક્રીન પર કમ્પેનિયન મોડનો ઉપયોગ કરતા હોઇએ ત્યારે આપણે એ
સ્ક્રીન પરથી ઓનલાઇન મીટિંગની ચેટ, ક્વેશ્ચેન આન્સર, પોલ્સ વગેરે કોલાબરેશન ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપણે કમ્પેનિયન મોડનો
ઉપયોગ કરતા હોઇએ ત્યારે એ બીજા ડિવાઇસમાં માઇક અને કેમેરા બાય ડિફોલ્ટ ઓફ રહે છે.
જેથી એક જ સમયે આપણે બે ડિવાઇસમાંથી મીટિંગમાં જોડાયા હોઇએ ત્યારે બંને ડિવાઇસ
આપણો ઓડિયો કેપ્ચર ન કરી શકે.


