Get The App

વેનિસમાં વિવાદ વચ્ચે જેફ બેઝોસના 139 કરોડના શાહી લગ્ન: ફૂલો પાછળ જ 8 કરોડનો ખર્ચ

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
વેનિસમાં વિવાદ વચ્ચે જેફ બેઝોસના 139 કરોડના શાહી લગ્ન: ફૂલો પાછળ જ 8 કરોડનો ખર્ચ 1 - image


Jeff Bezos Wedding: જેફ બેઝોસ અને લોરેન સેન્ચેઝ તેમના લગ્નમાં 139 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યા છે. તેઓ હાલમાં વેનિસમાં ખૂબ જ લક્ઝુરિયસ લગ્ન કરશે. જેફ બેઝોસ દુનિયાના ત્રીજા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ છે. આથી તેમના લગ્ન સાદગીમાં હોય એ શક્ય નથી. ઈટાલીના વેનિસમાં તેમના લગ્નની સેરેમની ત્રણ દિવસ ચાલશે. 61 વર્ષના જેફ બેઝોસે અગાઉ મેકેંઝી સ્કોટ સાથે 1993માં લગ્ન કર્યા હતા અને 2019માં તેઓ અલગ થયા છે. તેમને ચાર બાળકો છે. લોરેનના લગ્ન અગાઉ ટેલેન્ટ એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલ સાથે 2005માં થયા હતા. તેમના ડિવોર્સ પણ 2019માં થયા હતા. તેમને બે બાળકો છે. લોરેનને 2001માં એક બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકના પિતા ભૂતપૂર્વ NFL ખેલાડી ટોની ગોન્ઝાલેસ છે.

વેનિસમાં લગ્નનો વિરોધ

જેફ બેઝોસના લગ્ન 24થી 26 જૂન દરમ્યાન છે. વેનિસના મેયરના પ્રવક્તા દ્વારા આ વાત CNNને કહેવામાં આવી છે. સેન જ્યોર્જિયો મેગ્યોરેના આઇલેન્ડ પર 200 હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ હાજરી આપશે એવી ચર્ચા છે. જેફ બેઝોસના લગ્નનો ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. વેનિસ કાઉન્સિલના ડિરેક્ટર જનરલ મોરીસ કેરોન આ લગ્નને વેનિસમાં યોજાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. વેનિસ દ્વારા વિશ્વવિખ્યાત બ્રાંડ ડોલ્ચે એન્ડ ગબાનાના ડિઝાઇનર ડોમેનિકો ડોલ્ચેનો સંપર્ક કરી જેફ બેઝોસને વેનિસમાં લગ્ન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ વિશે મોરીસ કેરોન કહે છે, 'સાત મહિના પહેલા ડોમેનિકો ડોલ્ચેએ મને કહ્યું હતું કે જેફ બેઝોસ લગ્ન કરવા જઈ રહ્યા છે. આથી આ શતાબ્દીના સૌથી શ્રેષ્ઠ લગ્ન વેનિસમાં થાય તે માટે મેં તમામ પ્રયત્નો શરૂ કરી દીધા હતા.'

છેલ્લી સદીમાં આ શહેર 5.9 ઈંચ નીચું થઈ ગયું છે, એટલે કે ધીમે ધીમે નીચે બેસી રહ્યું છે. આથી ત્યાંના લોકો આ આઇલેન્ડ પર વધુ પ્રવાસીઓ ન આવે એવી માંગણી કરી રહ્યાં છે. તે દરમ્યાન આવી મોટી ઇવેન્ટ યોજવામાં આવે અને વધુ ફ્લાઇટો અને લોકો આવે તો આઇલેન્ડને નુકસાન થઈ શકે એવું લોકોનું માનવું છે.

લગ્નનું વેન્યૂ

વાસ્તવમાં લગ્ન જેફ બેઝોસની 500 મિલિયન અમેરિકન ડોલરની સુપરયાચ્ટ “કોરુ” પર કરવામાં આવશે. તેને વેનેટિયન લગૂનમાં એન્કર કરવામાં આવી છે. કોરુની સાથે સપોર્ટ શિપ એટલે કે એટલી મોટી જહાજ “એબીઓના” પણ હશે. આ વેડિંગ માટે વેનિસની અનેક જગ્યાઓ બુક કરવામાં આવી છે. કોકટેલ રિસેપ્શન અને સેલિબ્રેશન માટે ગ્રેન્ડ કેનલમાં આવેલી 15મી શતાબ્દીની જગ્યા પલાઝો પિસાની મોરેટાને પસંદ કરવામાં આવી છે. લિડો આઇલેન્ડ પર આવેલી હોટેલ એક્સેલ્સિઓરને પણ બુક કરવામાં આવી છે. લગ્ન બાદ કોરુ અને એબીઓના બંને વેનિસમાં પ્રવેશ કરશે.

વેનિસમાં વિવાદ વચ્ચે જેફ બેઝોસના 139 કરોડના શાહી લગ્ન: ફૂલો પાછળ જ 8 કરોડનો ખર્ચ 2 - image

કોણ-કોણ હાજરી આપશે?

આ લિસ્ટ ગોપનીય રાખવામાં આવ્યું છે, પરંતુ તેમાં સેલિબ્રિટીઝ, બિઝનેસ લીડર્સ, દાનવીરો અને રાજકારણીઓનો સમાવેશ થવાની ચર્ચા છે. બ્રિટિશ એક્ટર ઓરલાન્ડો બ્લૂમ અને તેની મંગેતર કેટી પેરી, મિક જેગર, કિમ કાર્ડાશિયન, ક્રિસ જેનર, ઓપ્રા વિન્ફ્રે, ઇવા લોન્ગોરિયા અને લિયોનાર્ડો ડીકેપ્રિયોનો સમાવેશ થવાની શક્યતા છે. બિલ ગેટ્સ, એલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ પણ હાજરી આપી શકે છે.

ગ્રેન્ડ કેનલમાં આવેલી અલ્ટ્રા લક્ઝુરિયસ અમાન વેનિસ, ધ ગ્રિટી પેલેસ, હોટેલ ડેનિયેલી, ધ સેંટ રેગિસ અને ધ મેરિયટ જેવી જગ્યા બુક કરી લેવામાં આવી છે અને તેમાં ઘણી જાણીતી હસ્તીઓ રોકાશે. ઇવાન્કા ટ્રમ્પ અને જેરેડ કુશનર સેંટ રેગિસ હોટેલમાં રોકાશે એવી ચર્ચા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપી શકે છે, જોકે ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે તેમની હાજરી નિશ્ચિત નથી. આ લગ્નમાં લેડી ગાગા પર્ફોર્મ કરશે એવી પણ ચર્ચા છે.

શું વાનગીઓ હશે?

વિશિષ્ટ ઇટાલિયન વાનગીઓ ઉમેરાશે. વેનિસની સૌથી જૂની પેસ્ટ્રી શોપ “રોઝા સાલ્વા”ના 1876થી પ્રસિદ્ધ ફિશરમેન બિસ્કિટનો પણ સમાવેશ થશે. આ શોપ દરેક મહેમાનને ગુડ બાય બેગ્સ રૂપે વિવિધ આઇટમ આપશે.

આ પણ વાંચો: કેન્સરને ફેલાતાં અટકાવી શકે છે સી કકુંબર: રિસર્ચરની નવી શોધને કારણે કેન્સરની ટ્રીટમેન્ટમાં થશે ફાયદો

લગ્નનો ટોટલ ખર્ચ

આ લગ્નની આયોજન લંડનની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની “લેન્ઝા અને બાઉસીના” કરશે. વેનિસમાં વિશિષ્ટ લક્ઝુરિયસ ઇવેન્ટ માટે તેઓ જાણીતા છે. તેમણે 2009માં સલમા હાયેક અને ફ્રાંસિસ-હેનરી પિનોલ્ટના લગ્ન પણ યોજ્યા હતા. પ્રસિદ્ધ આર્ટિસનલ ગ્લામસમેકર “લગૂના બી” પણ ડેકોરેશનમાં જોડાશે. ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર કુલ ખર્ચ અંદાજે 139 કરોડ રૂપિયાનો છે. ફૂલોના ડેકોરેશન alone માટે 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વેન્યૂ બુકિંગ માટે 16 કરોડ, કૅટરિંગ માટે 8 કરોડ અને લોરેન સેન્ચેઝના કપડાં માટે 12 કરોડના ખર્ચનો અંદાજ છે.

Tags :