આઈટી મૂનલાઈટિંગને મળ્યો નવો 'સ્ટાર'
- yuf íkhV y{urhfk{kt yLkuf ÷kufku òuçk økw{kðe hÌkk Au íÞkhu yuf ¼khíkeÞ yuÂLsLkeÞhu yuf MkkÚku [kh-Ãkkt[ fu ðÄw òuçk fhe
કોરોના સમય પહેલાંથી આઇટી ઇન્ડસ્ટ્રીમાં વર્ક- ફ્રોમ-હોમ કલ્ચર થોડે ઘણે અંશે અમલમાં
આવવા લાગ્યું હતું. કોરોના લોકડાઉનને પગલે તેને જબરજસ્ત વેગ મળ્યો અને આઇટી ઉપરાંત
લગભગ દરેક પ્રકારની ઓફિસમાં વર્ક-ફ્રોમ-હોમ અમલી કરવાની ફરજ પડી. કોરોના પછી અન્ય બધા પ્રકારની ઓફિસમાં કામકાજની જૂની
ઘરેડ ફરી લાગુ થઈ, પરંતુ આઇટી સેકટરમાં કાં તો
પૂરેપૂરું વર્ક-ફ્રોમ-હોમ અથવા કમ સે કમ હાઇબ્રીડ એટલે કે અઠવાડિયામાં અમુક ચોક્કસ
દિવસ ઓફિસમાં અને બાકીના દિવસોમાં ઘરેથી કામ થઈ શકે છે એવું થયું.
આઇટી વર્કર્સમાં બીજો પણ ટ્રેન્ડ જાણીતો થયો - મૂનલાઇટિંગ. એટલે કે વ્યક્તિ
કોઈ એક કંપનીમાં દિવસે ફૂલટાઇમ જોબ કરતી હોય,
પણ રાત્રે બીજી કંપની
માટે! વર્ક-ફ્રોમ-હોમમાં આવું મૂનલાઇટિંગ
વધુ સહેલું બન્યું. ઓફિસના લેપટોપમાં લોગ ઇન થઈને એક તરફ, મૂળ ઓફિસનું કામ કરવાનું અને બીજી તરફ બીજા લેપટોપમાં બીજી કંપનીઓ માટે
ફ્રીલાન્સિંગ કરવાનું!
હવે આવા મૂનલાઇટિંગને પણ પાછળ છોડીને સોહમ પારેખની જેમ કામ કરવું એવો ટ્રેન્ડ શરૂ થાય તો નવાઈ નહીં! કેમ કે આ મહિનાની શરૂઆતમાં એક્સ પ્લેટફોર્મ
પર એક કંપનીના ફાઉન્ડરે કહ્યું કે પોતે ભારતમાં સોહમ પારેખ નામના એક માણસને ઓળખે
છે જે એક સાથે ત્રણ-ચાર સ્ટાર્ટઅપ માટે કામ કરે છે. તેમણે લખ્યું કે સોહમને મેં પણ હાયર કર્યો હતો અને પહેલા જ અઠવાડિયે તગેડી મૂક્યો હતો. મેં
તેને ખોટું બોલીને લોકોને છેતરવા સામે ચેતવ્યો હતો. એ વાતને એક વર્ષ થયા પછી પણ એ
અટક્યો નથી. તમે ચેતજો.
એક્સ પરની આ પોસ્ટ વાયરલ થઈ અને બીજા સંખ્યાબંધ સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સે તેમને
પણ આવો જ અનુભવ થયો હોવાનું કહ્યું. એક ફાઉન્ડરે લખ્યું કે સોહમ પારેખે ઇન્ટરવ્યૂ
પ્રોસેસ દરમિયાન જબરી ટેકનિકલ સ્કિલ્સ બતાવી હતી, પણ તેને જોબ પર રાખ્યા પછી એ એકદમ અનિયમિત થઈ ગયો. પછી આઇટી પ્રોફેશનલ્સ
પોતાનું કામ જ્યાં સાચવતા હોય છે તે ગીટહબ પરની એક્ટિવિટીને કારણે તેમને જાણ થઈ કે સોહમ તેમની કંપનીમાં રજા પર હતો તે
દરમિયાન બીજી કંપની માટે કામ કરવા લાગ્યો હતો. તે કોઈ કંપનીને પોતે ખરેખર ક્યાં
રહે છે તે કહેતો નહોતો.
લગભગ સૌ કોઈ એક અવાજે કહેતા હતા કે સોહમ એન્જિનીયર તરીકે હોંશિયાર હતો, પણ નોકરી મળ્યા પછી કામમાં કબાડા કરતો હતો.
પછી તો આ સોહમ ખરેખર કોણ છે, ક્યાંનો છે એ બાબતની ચર્ચા
શરૂ થઈ. ઇન્ટરનેટ પર સર્ક્યુલેટ થતા સોહમના રેઝ્યૂમે મુજબ તેણે મુંબઈ
યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર એન્જિનીયરિંગ કર્યું છે અને જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ
ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં એમ.એસ કર્યું છે. સોહમ ૨૬ વર્ષનો હોવાનું
અને અત્યારે યુએસમાંથી કામ કરતો હોવાનું મનાય છે.
સોહમ પારેખ એક સાથે ખરેખર કેટલી કંપનીમાં કામ કરતો હતો તેની સ્પષ્ટતા નથી પણ
એક ટ્વીટ અનુસાર પાછલાં ચાર વર્ષમાં સોહમે ૭૦થી વધુ સ્ટાર્ટઅપમાં ઇન્ટરવ્યૂ ક્રેક
કરી લીધા હતા. અમુકના કહેવા અનુસાર સોહમનું નેટવર્ક એટલું વિસ્તર્યું હતું કે તે
ભારતમાં જૂનિયર ડેવલપર્સને કામ લગાડીને તેમની પાસે પણ કામ લેવા લાગ્યો હતો.
આખરે સોહમ એક વીડિયોમાં હાજર થયો અને પોતે આર્થિક ભીંસને કારણે આમ કરતો હતો
એવું કહ્યું. તેણે કહ્યું કે તે આઉટસોર્સિંગ નહોતો કરતો, પણ પોતે જ રોજના વીસ વીસ કલાક મહેનત કરતો હતો.
અત્યારે, ખાસ કરીને યુએસમાં આઇટી
ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકો જોબ ગુમાવી રહ્યા છે ત્યારે સોહમ એક સાથે ચાર-પાંચ
કંપનીમાં જોબ મેળવી લેતો હતો એ જોઈને ઘણા તેને જિનિયસ પણ માનવા લાગ્યા છે!