Get The App

ISRO નોન-ટેક વિદ્યાર્થીઓને પણ START પ્રોગ્રામમાં સામેલ કરશે, ઓનલાઈન તાલીમ અપાશે

ISROએ નોડલ કેન્દ્રો તરીકે 280થી વધુ સંસ્થાઓને મંજૂરી આપી

રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15મી જુલાઈ છે

Updated: Jun 28th, 2023

GS TEAM

Google News
Google News
ISRO નોન-ટેક વિદ્યાર્થીઓને પણ START પ્રોગ્રામમાં સામેલ કરશે, ઓનલાઈન તાલીમ અપાશે 1 - image

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કોલેજના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સ્ટ્રીમ બહારના ઉત્સાહ ધરાવતા લોકોને આવરી લેવા તેના સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવેરનેસ ટ્રેનિંગ (START) પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરી છે. ISROએ જણાવ્યું હતું કે STARTનો હેતુ મુખ્યત્વે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાનો છે, પણ હવે સહભાગિતાને અન્ય વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓ સુધી વિસ્તારવામાં આવી છે.

વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શક્શે

હવે START જુલાઈ-ઓગસ્ટ માટે અસ્થાયી રીતે નિર્ધારિત - અંતરિક્ષના સાધનો, ભારતીય અવકાશ સંશોધન કાર્યક્રમ પર લેકચર અને સ્પેસ સાયન્સમાં સંશોધનની તકોને પણ આવરી લેશે. નેશનલ સ્પેસ એજન્સી દ્વારા સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજીમાં ઓનલાઈન, પ્રારંભિક સ્તરના જાગરૂકતા કાર્યક્રમ તરીકે કલ્પના કરવામાં આવી છે. START પ્રોગ્રામમાં પૃથ્વી અને પૃથ્વી નજીકના સ્પેસ, સૌરમંડળ સંશોધન, સ્પેસ મિશન ડિઝાઇન અને અવલોકન, અંતરિક્ષ હવામાન, તુલનાત્મક ગ્રહ વિજ્ઞાન, એસ્ટ્રોફિઝિક્સ અને કોસ્મોલોજી પર પણ લેકચરનો સમાવેશ કરાશે. કોઈપણ સંસ્થાના વિદ્યાર્થીઓ અથવા સામાન્ય ઉત્સાહીઓ આ કાર્યક્રમ માટે https://elearning.iirs.gov.in/edusatregistration/student લિંક પર જઈને નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15મી જુલાઈ છે.

નોડલ કેન્દ્રો તરીકે 280થી વધુ સંસ્થાઓને મંજૂરી

આ કાર્યક્રમમાં ઈસરોના ઈ-ક્લાસ પ્લેટફોર્મ https://eclass.iirs.gov.in દ્વારા 2થી 3 અઠવાડિયા સુધી દરરોજ 2-3 કલાકના લેકચર હશે. આ લેકચર ISRO અને અંતરિક્ષ વિભાગના વૈજ્ઞાનિકો અને ભારતીય વિજ્ઞાન સંસ્થાન અને ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્ર સહિતની અગ્રણી સંસ્થાઓ દ્વારા આપવામાં આવશે. ISROએ આ કાર્યક્રમ માટે નોડલ કેન્દ્રો તરીકે 280થી વધુ સંસ્થાઓને મંજૂરી આપી છે. આ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પરીક્ષાઓ અને લાયકાત પ્રમાણપત્રો માટે યોગ્ય બનવા માટે તેમની સંસ્થા દ્વારા સ્ક્રોલ-સેલેક્ટ કરી શકે છે અને નોંધણી કરાવી શકે છે.

Tags :