- Lkðe ËwrLkÞk{kt yuLku s Mkkhe òuçk {¤þu yLku yuLke s òuçk xfþu, su yuykRLkku M{kxo WÃkÞkuøk fhe òýþu
એક્ઝામ્સની મોસમ આવી ગઈ છે. સ્કૂલ્સના વિદ્યાર્થીઓ અને એમનાં મમ્મી-પપ્પા માટે
માટે માર્ચ-એપ્રિલ મહિના બહુ ભારે હોય છે. રાહુ-કેતુ જેવા. એને પાર કરીને કોલેજમાં
પહોંચી ગયા હો તો મીડ-ટર્મ કે ફાઇનલ એક્ઝામ,
ઇન્ટર્નશિપ વગેરેનાં
ટેન્શન હોય. પહેલેથી સોરી, પણ એક હજી ટેન્શન ઉમેરીએ -
સ્કૂલ પછી કોલેજ પણ પાર કરી લો ત્યારે સારી જોબ માટે તમારે કેટલા લોકો સાથે હરીફાઈ
કરવાની છે એનો વિચાર કર્યો છે? હવે તો ફક્ત લોકો નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાથે પણ હરીફાઈ કરવાની છે. ફક્ત ચાર વર્ષમાં
એટલે કે ૨૦૩૦ સુધીમાં એઆઇ ૮૦ ટકા જોબ્સ ખાઈ જશે એવી આગાહીઓ થવા લાગી છે.
રાહતની વાત એ છે કે મોટા ભાગના નિષ્ણાતો માને છે એઆઇને કારણે જોબના પ્રકાર
બદલાશે, જોબ સાવ જશે નહીં. મહત્ત્વનું
એટલું કે નવી દુનિયામાં લગભગ એને જ જોબ મળશે અને એની જ જોબ ટકશે, જે એઆઇનો M{kઉપયોગ કરી જાણશે. આવા સારા ઉપયોગ તો ઘણા બધા છે, પણ એક રસ્તો છે એઆઇમાં ઇમેજિસનો ઉપયોગ
કરવાનો.
અત્યારે જેન ઝી અને બીજા સૌ કોઈ એઆઇ ટૂલ્સને પોતાના ફોટો આપીને ફેન્ટસી ઇમેજિસ જનરેટ કરવામાં પડ્યા છે. એને બદલે થોડું અલગ વિચારીને, એઆઇને પોતાની ઇમેજિસને બદલે કંઈક બીજા સ્ક્રીનશોટ્સ આપતા થશો તો એઆઇ તમારી જોબ લેશે નહીં, એને મજબૂત બનાવશે.
økrýíkLkk
Ëk¾÷kLke M{kxo «uÂõxMk {kxu...
yíÞkhu Mfq÷-fku÷usLkk ÷øk¼øk çkÄk MxwzLx nku{ðfo, yuMkkRL{uLx Ãkqhkt fhðk {kxu yuykRLke {ËË ÷u Au, íku{kt shk y{Úkku ÂxTðMx ÷kðe swyku.
મોટા ભાગે બીજા બધા લોકોની જેમ તમે પણ તમારા નાના-મોટા સવાલોના જવાબ મેળવવા
માટે ચેટજીપીટી કે અન્ય કોઈ પણ એઆઇ સર્વિસ તરફ વળી ગયા હશો. તમે પોતે સ્ટુડન્ટ હો
કે તમારાં સંતાનો સ્કૂલ-કોલેજનાં સ્ટુડન્ટ હોય તો એ તમારા કરતાં પણ વધુ પ્રમાણમાં
એઆઇ ચેટિંગનો ભરપૂર લાભ લેવા લાગ્યાં હશે.
સવાલ એ છે કે ચેટજીપીટી જેવી સર્વિસ સૌને માટે ઉપલબ્ધ છે, તમે એનો બીજાથી અલગ ઉપયોગ કરી શકો છો?
તમે તેનો ઉપયોગ
કરવામાં બીજાથી અલગ રહો તો જ આવતી કાલે જેમની સાથે હરીફાઈ કરવાની છે તેમનાથી આગળ
રહી શકો.
અત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ તેમને હોમવર્ક કે એસાઇન્મેન્ટમાં મળેલા સવાલો
ચેટજીપીટી જેવી એઆઇ સર્વિસને આપીને તેની પાસેથી રેડીમેડ જવાબો મેળવે છે અને પછી
તેને કોપી-પેસ્ટ કરી લે છે. આવું કરવાથી તમારો આજનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જાય છે
પરંતુ આવતી કાલ માટે તમે પોતે મોટો પ્રોબ્લેમ ઊભો કરો છો. રેડીમેડ જવાબ મેળવવાને
કારણે એ સવાલ કેવી રીતે ઉકેલાયો તેની સમજ કાચી રહી જાય છે. જે તમને લાંબા ગાળે
ઘણું નુકસાન કરી શકે.
એને બદલે ચેટજીપીટી જેવી સર્વિસનો થોડો જુદો ઉપયોગ પણ કરી જુઓ. તમને
હોમવર્કમાં જે સવાલ મળ્યો હોય એ સવાલનો જવાબ ભલે ચેટજીપીટી પાસેથી જાણો, પરંતુ પછી તેને કહો કે તે આ જ પ્રકારના બીજા સવાલો જનરેટ કરી આપે.
આ કામ પણ બહુ સહેલું છે. તમારે ફક્ત નોટબુકમાં કે ટેક્સ્ટબુકમાં લખેલા સવાલનો
ફોટોગ્રાફ લેવાનો છે અને તે ચેટજીપીટી જેવી સર્વિસને આપવાનો છે. પછી એટલું જ
કહેવાનું છે કે આ જ પ્રકારના, લગભગ આ જ ડિફિકલ્ટી લેવલના
સવાલો જનરેટ કરી આપ.
મોટા ભાગે આપણને સૌને ગણિતના દાખલાના જવાબો ગાઇડમાં વાંચી જવાની ટેવ હોય છે.
પરંતુ મેથ્સના કન્સેપ્ટ પૂરેપૂરા સમજવા હોય તો ફક્ત દાખલા અને તેના ઉકેલ વાંચવાથી
અર્થ સરે નહીં. આપણે એક જ પ્રકારના જુદા જુદા દાખલા પોતાની રીતે ઉકેલવાની સતત
પ્રેક્ટિસ કરવી પડે. મોટા ભાગે પરીક્ષામાં બુક્સમાં હોય એના એ દાખલા પૂછાતા હોતા
નથી. તેમાં જરા સરખું ટ્વિસ્ટ કરવામાં આવતું હોય છે. પોતે પૂરતી પ્રેક્ટિસ કરી હોય
તો દાખલો, આંકડામાં ફેરફાર કરીને
પૂછવામાં આવે તો પણ ફટાફટા જવાબ શોધી શકીએ.
અગાઉ આ કામ કરવા માટે આપણે જુદી જુદી જગ્યાએથી એક્ઝામ પેપર સેટ્સ શોધવા પડતા
હતા. હવે એ કામ ચેટજીપીટી જેવી સર્વિસ પાસે કરાવી શકાય છે.
આપણે એના એ છીએ. ચેટજીપીટી પણ એની એ જ છે. આપણે ફક્ત તેના ઉપયોગમાં થોડો સ્માર્ટ ટ્વિસ્ટ લાવવાનો છે.!
Mkhfkhe fu
çkUfLkkt Vku{o Mk{sðk {kxu....
બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત કોઈ ફોર્મ ભરવાનું હોય કે પછી અન્ય કોઈ પણ
પ્રકારનું સરકારી ફોર્મ ભરવાનું હોય, બે-ત્રણ પાનાનું એ ફોર્મ
ભરવામાં ભલભલા લોકોને આંખે અંધારાં આવી જતાં હોય છે. એક તો ફોર્મ લાંબુ હોય, બીજું, જો તે ઇંગ્લિશમાં હોય અને
આપણો ઇંગ્લિશ સાથે મનમેળ ન હોય તો ફોર્મમાં કઈ વિગતો માગવામાં આવી છે તે સમજાય
નહીં. મૂળ અંગ્રેજી ફોર્મનો ગુજરાતી કે હિન્દી અનુવાદ કરવામાં આવ્યો હોય તો ઘણી
વાર અનુવાદ કરનારે એવો અઘરો અને અટપટો કર્યો હોય કે ભાષા આપણી જાણીતી હોય તોય આપણે
સમજી ન શકીએ કે ફોર્મમાં શું પૂછવામાં આવ્યું છે (મોટા ભાગનાં સરકારી લખાણોમાં આ જ
તકલીફ હોય છે - કવિ ચોક્કસપણે શું કહેવા માગે છે તે સમજાય જ નહીં!).
આનો ઉપાય પણ ચેટબોટ સર્વિસ આપી શકે છે. તમે જે ફોર્મ ભરી રહ્યા હો એ ઓનલાઇન
હોય તો જે ભાગ ન સમજાય એટલા ભાગનો સ્ક્રીનશોટ લઈ લો. હાર્ડકોપીમાં ફોર્મ હોય તો ન
સમજાતા ભાગનો ફોટોગ્રાફ લઇ લો. આ ઇમેજ ચેટજીપીટી જેવી સર્વિસમાં અપલોડ કરો અને
તેને પૂછો કે ફોર્મમાં ખરેખર શું માગવામાં આવી રહ્યું છે.
ચેટજીપીટી જેવી એઆઇ સર્વિસને આ પ્રકારના અનેક ફોર્મનો ડેટા સમજવાની પહેલેથી પ્રેક્ટિસ હોય છે એટલે તે સાવ સાદા શબ્દોમાં આપણને સમજાવશે કે ફોર્મમાં કઈ વિગત માગવામાં આવી છે.
«uÍLxuþLk fu
[kxoLke Mk{s fu¤ððk {kxu....
હજી પણ ઘણા લોકોને પોતાના પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાં ઢગલાબંધ ટેકસ્ટ ઉમેરી
દેવાની ટેવ હોય છે. કોલેજના લેકચર દરમિયાન પ્રોફેસર આવું કંઈક ટેક્સ્ટ-હેવી
પ્રેઝન્ટેશન લાઇવ આપે કે પછી સ્ટુડન્ટ સાથે શેર કરે ત્યારે દરેક સ્લાઇડમાંથી
મહત્ત્વની બાબતો તારવવી સ્ટુડન્ટ માટે મુશ્કેલ બની જતી હોય છે.
આવાં ટેકસ્ટ-હેવી પ્રેઝન્ટેશન કોલેજ પૂરી કર્યા પછી પણ આપણો પીછો છોડતાં નથી.
ઓનલાઇન કે ઓફલાઇન મીટિંગ દરમિયાન ઓફિસમાં શેર થતાં પ્રેઝન્ટેશનમાં પણ ઘણી વાર એટલી
બધી ટેકસ્ટ હોય કે તેમાંથી મહત્ત્વની બાબતો સમજવી આપણે માટે મુશ્કેલ બને. ક્યારેક
સ્લાઇડમાં બે-ચાર કોમ્પલેક્સ ગ્રાફ બતાવવામાં આવ્યા હોય આવા ગ્રાફમાંથી પણ શું
અર્થ તારવવો એ મથામણભર્યું કામ બની જાય.
આવા કામમાં પણ હવે એઆઇ સર્વિસ આપણી મદદ કરી શકે છે. આપણે ટેકસ્ટ-હેવી સ્લાઇડ
કે બે-ચાર કોમ્પલેક્સ ગ્રાફ બતાવતી સ્લાઇડનો સ્ક્રીન શોટ લેવાનો, એઆઇ ચેટબોટમાં અપલોડ કરવાનો અને કહેવાનું કે આમાંથી મહત્ત્વની બાબતો બુલેટ
પોઇન્ટ તરીકે તે તારવી આપે.
ગ્રાફ જેવી બાબતમાં થોડો રેફરન્સ આપી શકીએ તો હજી બહેતર પરિણામ મળે. એઆઇ
સર્વિસ પલકવારમાં જે તે ટેકસ્ટ-હેવી સ્લાઇડ કે ગ્રાફ્સમાં શું કહેવામાં આવ્યું છે
તે સાદા શબ્દોમાં સમજાવશે.


