Get The App

સ્માર્ટફોનના ઉપયોગ અને હાઈપરટેન્શન વચ્ચે સંબંધ ખરો ?

Updated: May 24th, 2023

GS TEAM


Google News
Google News
સ્માર્ટફોનના ઉપયોગ અને હાઈપરટેન્શન વચ્ચે સંબંધ ખરો ? 1 - image


છેલ્લા થોડા સમયમાં તમારા પોતાના કે પરિવારના કોઈ સભ્યનો સ્વભાવ બદલાયો હોય તેવું તમારા ધ્યાનમાં આવ્યું છે? તેમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય કે વાતવાતમાં અકળામણ થતી હોય તેવું તમે નોંધ્યું છે? બની શકે કે એ માટે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ જવાબદાર હોય! દુનિયાભરના વિવિધ નિષ્ણાતો સ્માર્ટફોનના ઉપયોગ અને હાઇપરટેન્શન વચ્ચેનો સંભવિત સંબંધ તપાસવા અભ્યાસ કરી રહ્યા છે.

આ વિશે, યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત એક નવા અભ્યાસ અનુસાર જો ફોન પર થતી વાતચીતનો કુલ સમય દર અઠવાડિયે ૩૦ મિનિટ કરતાં વધી જતો હોય તો તેનાથી બ્લડપ્રેશર ઊંચું જવાની સંભાવના ઘણી વધી જાય છે. ધ્યાન આપશો કે અહીં વાત ફક્ત સ્માર્ટફોન પર વાતચીતની છે! ફોનમાં સતત ગેમ્સ રમવામાં આવે, વીડિયો જોવામાં આવે કે બ્રાઉઝિંગ કરવામાં આવે એ તો અલગ.

જોકે ઘણા નિષ્ણાતો એવું પણ કહે છે કે ચોક્કસ તારણ પર આવતાં પહેલાં આ દિશામાં હજી વધુ સંશોધનોની જરૂર છે. પરંતુ ‘અતિ સર્વત્ર વર્જયેત’ એ ન્યાયે કોઈ પણ બાબતનો અતિરેક થાય તો તેની માઠી અસરો ચોક્કસ થાય છે. આ અભ્યાસમાં જેમને અગાઉ હાઇપરટેન્શનની તકલીફ નહોતી તેવા બે લાખ જેટલા લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમનો સ્માર્ટફોનનો ઉપયોગ તપાસવામાં આવ્યો હતો.

Tags :