Get The App

શું કોરોના પછી ચીનમાંથી વધુ એક વાયરસ ભારતમાં ફેલાવાની શકયતા ?

સામાન્ય રીતે ચીનનો સીકયૂવી વાયરસ સૂઅરમાં જોવા મળે છે

માણસ અને સૂઅરના સીરમ સેમ્પલની તપાસ કરવી જરુરી

Updated: Sep 29th, 2020

GS TEAM

Google News
Google News
શું કોરોના પછી ચીનમાંથી વધુ એક વાયરસ  ભારતમાં ફેલાવાની શકયતા  ? 1 - image


નવી દિલ્હી,૨૯,સપ્ટેમ્બર,૨૦૨૦,

ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાયરસથી વિશ્વમાં ૧૦ લાખથી વધુ લોકોના મોત થયા છે ત્યારે ચીન તરફથી બીજા એક વાયરસનો ખતરો મંડાયેલો છે. ભારતીય આર્યુ વિજ્ઞાાન અનુસંધામ પરીષદ (આઇસીએમઆર)એ ભારત સરકારને ચેતવણી આપી છે કે ચીનનો કેટ કયૂ વાયરસ (સીયુવી)ભારતમાં પ્રવેશ કરી શકે છે. આ વાયરસ પુખ્ત માણસોમાં ફિવર,મેનિજાઇટિસ અને બાળકોમાં ઇન્ફેલાઇટિસ પેદા કરે છે. આ  કયૂ કેટ  વાયરસ કેટલો ખતરનાક છે તે અંગે વધુ સંશોધન થયું નથી.

શું કોરોના પછી ચીનમાંથી વધુ એક વાયરસ  ભારતમાં ફેલાવાની શકયતા  ? 2 - image

આઇસીએમઆરે પુણેમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીના સંશોધકોને ટાંકીને કહયું છે કે ચીન ઉપરાંત વિયેટનામમાં પણ કેટ વાયરસ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.  ભારતમાં પણ કયૂલેકસ મચ્છરમાં કેટ વાયરસ જેવું કશુંક મળી આવ્યું છે. સામાન્ય રીતે સીકયૂવી વાયરસ સૂઅરમાં જોવા મળે છે પરંતુ ચીનના પાળતું જાનવરોમાં આ વાયરસના એન્ટીબોડીઝ જોવા મળે છે એનો અર્થ કે ચીનના બીજા પ્રાણીઓના બોડીમાં પણ આ વાયરસ પહોંચી ગયો છે. સ્થાનિક સ્તરે પણ કેટ કયૂએ તેની અસર વરતાવવા માંડી છે. પ્રાપ્ત માહિતી મુજબ વિજ્ઞાાનિકોને ભારતના વિવિધ રાજયોમાંથી કુલ ૮૦૬ લોકોના સેમ્પલ લીધા હતા. જેમાં મહારાષ્ટ્રમાં ૧૧૬, ગુજરાતમાં ૨૭, કેરલમાં ૫૧ અને મધ્યપ્રદેશમાંથી ૧૬ સેમ્પલનો સમાવેશ થતો હતો.

શું કોરોના પછી ચીનમાંથી વધુ એક વાયરસ  ભારતમાં ફેલાવાની શકયતા  ? 3 - image

૨૦૧૪ થી ૨૦૧૭ દરમિયાન આ સ્ટડીનો હેતુ કેટ કયૂ વાયરસના એન્ટીબોડિઝ શોધવાનો હતો. જેમાંથી કર્ણાટક રાજયના બે સેમ્પલમાં  વાયરસના એન્ટીબોડીઝ વિકસિત થયેલા જોવા મળ્યા હતા. ઇન્ડિયન જર્નલ ઓઉ મેડિકલ રિસર્ચમાં ત્રણ મહિના પહેલા પ્રકાશિત માહિતી મુજબ માણસના સીરમ સેમ્પલની તપાસમાં એન્ટી સીકયૂવી આઇજીની એન્ડીબોડીની હાજરી અને મચ્છરોમાં સીકયૂવીનું રેપ્લેકેશન ક્ષમતા પરથી જાણવા મળે છે કે ભારતમાં આ બીમારી ફેલાય તેવી શકયતા નકારી શકાય નહી.  હવે મહત્વની વાત એ છે કે માણસ અને સૂઅરના સીરમ સેમ્પલની તપાસ કરવી જરુરી બને છે આથી વાયરસ પહેલાથી જ હતો કે નહી તે જાણવા મળી શકે છે. સીકયૂવી (કયુ કેટ) વાયરસ ચીનમાં કયૂલેકસ મચ્છર અને વિએટનામમાં સૂઅરમાં જોવા મળે છે ચિંતાનો વિષય એ છે કે કયૂલેકસ મચ્છરની પ્રજાતિ ભારતમાં પણ ખૂબ જોવા મળે છે.


Tags :