શું કોરોના વેકસીન બનાવવા પશુ ભુણના બ્લડ સિરમનો ઉપયોગ થાય છે?
ભારતમાં ૨.૧ લાખ ડોલરની કિંમતના સિરમની આયાત થઇ
લોહીનું સિરમ દુધાળ પશુઓમાં સરળતાથી મળી રહે છે
નવી દિલ્હી,26,સપ્ટેમ્બર,2020,શનિવાર
કોવિડ-૧૯ની વેકસીન કોવેકસીનન અંગે બહાર પાડવામાં આવેલા એક રિસર્ચ પેપરમાં વૈજ્ઞાનિકોએ નવજાત પશુના બ્લડ સિરમનો ઘટક તરીકે ઉપયોગ થતો હોવાનો ખુલાસો કર્યો છે. જો કે બ્લડ સિરમ બાયોલોજિકલ રિસર્ચનો એક જરુરી ભાગ હોવાથી આ ઘટક વેકસીન રિસર્ચમાં માં પ્રથમવાર ઉપયોગ થયો છે એવું પણ નથી. આ ઘટકની જરુર પડે ત્યારે બીજા દેશોમાંથી આયાત પણ થાય છે. ભારતમાં ગો હત્યા પર પ્રતિબંધ હોવાથી બાયો લોજિકલ રિસર્ચ માટે વિવિધ લેબ્સ બ્લડ સિરમની આયાત કરે છે.
વાણીજય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં ૨૦૧૯-૨૦માં અંદાજે ૨.૮૦ લાખ ડોલરના કેટલ સિરમ આયાત કરવામાં આવ્યા હતા. આ વર્ષે એપ્રિલથી જુન મહિના સુધીમાં ૨.૧ લાખ ડોલરની કિંમતના કેટલ સિરમ આયાત થયા છે. જો કે હવે એવી ટેકનિક વિકસિત થઇ ગઇ છે જેમાં સિરમના સ્થાને સિંથેટિક કે કૃત્રિમ રીતે તૈયાર થયેલા ગ્રોથ ફેકટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. રેકોમ્બીનેટ ટેકનોલોજીથી જુદા જુદા ઓર્ગેનિઝમ્સના જિનેટિક કોડિંગના ટુકડાઓ એક સાથે રાખીને તેને એક હોસ્ટ ઓર્ગેનિઝમમાં દાખલ કરવામાં આવે છે.વૈજ્ઞાાનિક આવા ઘણા ગ્રોથ ફેકટર્સ કૃત્રિમ રીતે લેબમાં તૈયાર કરી શકે છે.
એક વિજ્ઞાાન પત્રિકામાં પ્રકાશિત માહિતી મુજબ કોવેકિસન નિષ્ક્રિય કરવામાં આવેલા વેકસીન્સની શ્રેણીમાં આવે છે જેથી કરીને સંક્રમણ ફેલાઇ શકે નહી તેમ છતાં શરીરની ઇમ્યૂન સિસ્ટમ,વાયરસના કેટલાક ભાગને ઓળખી શકે છે. વેકસીન તૈયાર કરવા લેબમાં વેરો સીસીએલ-૮૧ સેલ્સ વિકસિત કરવામાં આવે છે, જે એક સામાન્ય પુખ્ત આફ્રિકી ગ્રીન મંકીની કિડનીના સેલ્સ હોય છે. આ સેલ્સને કંટ્રોલ સિચ્યૂએશનમાં વાયોરિએકટર્સની અંદર સાર્સ સીઓવી -૨ વાયરસની સામે લાવવામાં આવે છે. લગભગ ૩૬ કલાક સુધી આ વાયરસ બહાર કાઢીને નિષ્ક્રિય કરવામાં આવે છે.
નિષ્ક્રિય કરવામાં આવેલા વાયરસને કેટલીક ગુણવર્ધક ઔષધિઓ સાથે ભેળવવામાં આવે છે. આ એવા ઔષધ પદાર્થ હોય છે જે ઇમ્યૂન રિસ્પોન્સ વધારે છે. લેબમાં વિશિષ્ટ વાતાવરણ ઉભું કરવામાં આવે ત્યારે સેલ્સ વિભાજીત થઇને વિશિષ્ટ સેલ્સનું સ્વરુપ લઇ લે છે. કોવિકિસન માટે નવજાત વાછરડાના ૫ થી ૧૦ ટકા સિરમ સાથે ડલબેકોના મોડિફાઇડ ઇગલ મીડિયમનો ઉપયોગ થતો હોય છે. ડીએમઇએમ તરીકે ઓળખાતા આ તત્વમાં જરુરી પોષકતત્વો હોય છે. વૈજ્ઞાાનિકોએ ગાયના ભુ્રણમાં ગ્રોથ ફેકટર વધારે હોવાથી તેના સિરમનો ખૂબ ઉપયોગ કર્યો છે.
આ ભુ્રણમાંથી લોહી કાઢીને લેબમાં મોકલવામાં આવે છે જયાં સિરમ છુટું પાડવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી નૈતિક ધર્મ સંકટ અને નિદર્યતાને જોતા વૈજ્ઞાાનિકો ૩ થી ૧૦ દિવસના વાછરડામાંથી કાઢવામાં આવતા સિરમનો ઉપયોગ કરે છે. આમાં એક માત્ર સમસ્યા એ છે કે લોહીમાં એન્ટી બોડી ડેવલપ થઇ જાય છે જે લેબના પ્રયોગમાં અવરોધ ઉભો કરે છે. આ સમસ્યા જયારે ખાસ કરીને જયારે લેબોરેટરીમાં પશુની ઇમ્યૂન સિસ્ટમમાં હોય છે તે વ્હાઇટ સેલ્સ વિકસિત કરવા પડે ત્યારે થઇ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર લોહીનું સિરમ કોઇ પણ જાનવરોની સરખામણીમાં દુધાળ પશુઓમાં સરળતાથી મળી રહે છે. ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં મોટી સંખ્યામાં દુધાળ પશુઓના ફાર્મ આવેલા છે.