Get The App

Appleએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G iPhone, જાણો સંપૂર્ણ વિગત

Updated: Mar 9th, 2022

GS TEAM


Google News
Google News
Appleએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G iPhone, જાણો સંપૂર્ણ વિગત 1 - image


- લેટેસ્ટ iPhone SE 5Gમાં એપલની A15 Bionic ચિપસેટ આપવામાં આવી છે

નવી દિલ્હી, તા.09 માર્ચ, 2022, બુધવાર

એપલએ તેનો અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G સપોર્ટ iPhone લૉન્ચ કર્યો છે. કંપનીએ આ હેન્ડસેટ સાથે iPhone 13 અને iPhone 13 Proના નવા કલર વેરિઅન્ટ પણ લોન્ચ કર્યા છે. iPhone SE 5Gની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ સ્માર્ટફોન હવે 5G સપોર્ટ સાથે આવે છે.

તેમાં A15 બાયોનિક ચિપસેટ આપવામાં આવી છે. કંપનીએ આ સ્માર્ટફોનને iPhone SE 2020ના અનુગામી તરીકે લોન્ચ કર્યો છે. પ્રોસેસરની સાથે કંપનીનો દાવો છે કે, નવા iPhoneની બેટરી પરફોર્મન્સમાં પણ સુધારો થયો છે. ચાલો જાણીએ તેની ખાસ વાતો-

Apple iPhone SE 5Gને કંપનીએ જૂની ડિઝાઈન સાથે લોન્ચ કર્યો છે, જે iPhone SE 2020માં જોવા મળ્યો હતો. આ સ્માર્ટફોનમાં 4.7 ઈંચની રેટિના એચડી સ્ક્રીન છે. ફોનની આગળ અને પાછળ બંને બાજુ પ્રોટેક્ટીવ ગ્લાસ આપવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે નવા iPhone SE 5Gમાં એ જ પ્રોટેક્ટિવ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે iPhone 13માં છે.

લેટેસ્ટ iPhone SE 5Gમાં એપલની A15 Bionic ચિપસેટ આપવામાં આવી છે. આ જ ચિપસેટ iPhone 13 સીરીઝમાં પણ જોવા મળે છે. આ સાથે લેટેસ્ટ એફોર્ડેબલ ફોનમાં કેટલીક વધુ વસ્તુઓ ઉમેરવામાં આવી છે. નવીનતમ ચિપસેટને 6-કોર CPU, 4-કોર GPU અને 16-કોર ન્યુરલ એન્જિન મળે છે, જે લાઇવ ટેક્સ્ટ જેવી સુવિધાઓને સક્ષમ બનાવે છે.

Tags :