શું શુક્ર ગ્રહ પર રહેવું માણસ માટે શક્ય છે ? આ પ્રશ્નનો જવાબ તમને કરી દેશે આશ્ચર્યચકિત
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2020, મંગળવાર
આપણા સૌરમંડળમાં જેટલા પણ ગ્રહ છે તે તમામ રહસ્યમયી છે. આજે તમને આવા જ રહસ્યમયી શુક્ર ગ્રહ વિશે જાણવા મળશે. આ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. ચંદ્રના પ્રકાશમાં આકાશમાં આ ગ્રહ સૌથી વધારે ચમકે છે. આ ગ્રહની ચમક એવી હોય છે કે તેને દિવસે પણ જોઈ શકાય છે. આ ગ્રહને પૃથ્વીની બહેન પણ માનવામાં આવે છે. હવે પ્રશ્ન એવો થાય કે આ ગ્રહ પર માણસનું જીવન શક્ય છે કે નહીં....
વૈજ્ઞાનિકોનું જણાવવું છે કે શુક્ર એક કેન્દ્રીય લોહ કોર, પથરાશ મેટલ અને સિલિકેટ ક્રસ્ટથી બનેલો ગ્રહ છે. જેની સપાટી પર સલ્ફ્યૂરિક એસિડનો ભંડાર ભરેલો છે. તેની સપાટી પર આ એસિડની એક પરત છવાયેલી રહે છે. અહીં જો કોઈ માણસ થોડી સેકન્ડ માટે પણ રહે તો તેના હાંડકા ગળી જાય છે.
શુક્ર ગ્રહનું તાપમાન સામાન્ય રીતે 425 ડિગ્રી સેલ્સિયલ રહે છે. પૃથ્વી પર 45થી 50 ડિગ્રીમાં પણ માણસની હાલત કફોળી થઈ જાય છે તેવામાં 400થી વધારે ડિગ્રીના વાતાવરણની તો કલ્પના પણ કરી ન શકાય.
શુક્ર પર વાયુમંડલીય દબાણ પૃથ્વીની સરખામણીમાં 92 ગણુ વધારે છે. અહીં તીવ્ર દબાણ કોઈપણ અંતરિક્ષ યાનને પણ વધારે વખત રહેવા દેતું નથી. અહીં અંતરિક્ષ યાન પણ 2 કલાક જેટલા સમય માટે જ રહી શકે છે.
શુક્ર ગ્રહ હંમેશા ગેસના બનેલા વાદળથી ઘેરાયેલો રહે છે. દાખલા તરીકે જો કોઈ વ્યક્તિ અહીં જાય તો તેને સૂર્ય કે પૃથ્વી જોવા મળશે નહીં. જો કે આ ગ્રહ પર પહોંચવું પણ સૌથી મુશ્કેલ કામ છે.
શુક્રની સપાટી પર કોઈ ખાડા નથી. તેનું કારણ છે કે વાયુમંડળમાંથી પ્રવેશ કરતી કોઈપણ વસ્તુ શુક્રની સપાટી સુધી પહોંચતી જ નથી. શુક્રની કક્ષમાં પહોંચતાની સાથે જ તેનો નાશ થઈ જાય છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે અબજો વર્ષ પહેલા શુક્રની જલવાયુ પૃથ્વી જેવી જ હતી. આ ગ્રહ પર મોટી માત્રામાં પાણી કે મહાસાગર હશે તેવું અનુમાન પણ છે. પરંતુ તાપમાન અને ગ્રીન હાઉસ ઈફેક્ટના કારણે તેની સપાટીનું પાણી ઉકળી અને નાશ પામ્યું. નાસાના જણાવ્યાનુસાર આ ગ્રહની સપાટી પર 20 કિમીથી મોટા 1000થી વધારે જ્વાળામુખી છે. જો કે તેમાંથી મોટાભાગના નિષ્ક્રિય છે.