Get The App

ઇન્સ્ટાગ્રામના રીલ્સમાંથી ઓડિયો નીકળી ગયો છે? આ રીતે સરળતાથી રિપ્લેસ કરો...

Updated: Dec 26th, 2024

GS TEAM

Google News
Google News
ઇન્સ્ટાગ્રામના રીલ્સમાંથી ઓડિયો નીકળી ગયો છે? આ રીતે સરળતાથી રિપ્લેસ કરો... 1 - image

Instagram Reels Audio: ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા યુઝર પોતાની જાતને ખૂબ જ સારી રીતે એક્સપ્રેસ કરી શકે છે. યુઝર્સ રીલ્સમાં પોતાના વીડિયો, કેપ્શન અને સાથે ઓડિયો પણ રાખી શકે છે, જે તેની પર્સનાલિટી અને વીડિયોને બંધ બેસતું હોય. જોકે ઘણી વાર એવું થાય છે કે શેર કર્યાના થોડા મહિના પછી કે થોડા દિવસ પછી આ રીલ્સમાંથી ઓડિયો નીકળી ગયો હોય શકે. આ ઓડિયો નીકળી જાય એ સામાન્ય છે અને તેમાં ફરી ઓડિયો બદલી શકાય છે.

કેમ ઓડિયો નીકળી જાય છે?

આ ઓડિયો નીકળી જવાનું કારણ કોપીરાઇટ ઇશ્યૂ હોઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ પર કોઈએ કોપીરાઇટની અપીલ કરી હોય તો વીડિયોમાંથી ઓડિયો નીકળી જાય છે. જોકે આ ઓડિયોને બદલી શકાય છે.

ઇન્સ્ટાગ્રામના રીલ્સમાંથી ઓડિયો નીકળી ગયો છે? આ રીતે સરળતાથી રિપ્લેસ કરો... 2 - image

કેવી રીતે કોપીરાઇટનો ઇશ્યૂ થાય છે?

ઇન્સ્ટાગ્રામની પોલીસી છે અને તેઓ દરેક મ્યુઝિક આર્ટિસ્ટની ક્રિએટીવીટીનું ધ્યાનમાં રાખીને તેમને ક્રેડિટ આપે છે. જો કોઈ વ્યક્તિએ ખોટી રીતે એ ઓડિયોનો ઉપયોગ કર્યો હોય અને જે-તે આર્ટિસ્ટને ક્રેડિટ ન આપી હોય તો એ મ્યુઝિક પર પ્રતિબંધ મૂકવાના ચાન્સ વધુ હોય છે. આથી, ઓડિયો નીકળી જતાં રીલ્સમાં અવાજ નથી આવતો, પરંતુ એ રીલ્સ જોઈ શકાય છે.

આ પણ વાંચો: ઇલેક્ટ્રિક કારનું ભવિષ્ય: હવે બજારમાં એવી કાર આવશે, જેનો હાઈટેક પેઈન્ટ જ કાર ચાર્જ કરી દેશે

કેવી રીતે બદલો ઓડિયો?

ઇન્સ્ટાગ્રામ પર કોઈ રીલ્સમાંથી ઓડિયો નીકળી ગયો હોય તો તે માટે નોટિફિકેશન આવ્યું હશે. એ નોટિફિકેશન પર ક્લિક કરીને "રીપ્લેસ ઓડિયો" બટન દબાવીને નવું સોન્ગ પસંદ કરી શકાશે. જો નોટિફિકેશન ડિલીટ થઈ ગયું હોય તો પ્રોફાઇલમાં જઈને રીલ્સને ઓપન કરો. રીલ્સ ઓપન કરતા જ તેમાં ઓડિયો બદલવા માટે પૂછવામાં આવશે. "રીપ્લેસ ઓડિયો" બટન દબાવતા સોન્ગ લિસ્ટ આવશે અને એમાંથી પસંદ કરીને નવું સોન્ગ મૂકી શકશો. જોકે, એ વાતનું ધ્યાન રાખવું કે યુઝર એક જ વાર આ ઓડિયો બદલી શકશે.

Tags :