Get The App

ઈન્સ્ટાગ્રામ લાવી રહ્યું છે AI ચેટબૉટ ફીચર, યૂઝર્સ કરી શકશે અનેક પ્રકારની વાતો

રિપોર્ટ પ્રમાણે ઈન્સ્ટાગ્રામ એક AI ચેટબોટ પર કામ કરી રહ્યુ છે

તમને અલગ અલગ પર્સનાલિટીથી જોડાયેલ ઓપ્શન મળશે

Updated: Sep 15th, 2023

GS TEAM

Google News
Google News
ઈન્સ્ટાગ્રામ લાવી રહ્યું છે AI ચેટબૉટ ફીચર, યૂઝર્સ કરી શકશે અનેક પ્રકારની વાતો 1 - image
Image Instagram 

તા. 13 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

આ વર્ષની શરુઆતથી જ AI ચેટબૉટ વિશે જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ હવે Instagram પણ પોતાના પ્લેટફોર્મ પર AI ચેટબૉટ ઈન્ટીગ્રડ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. તેથી હવે તેની મદદથી યુજર્સને ઈન્સ્ટાગ્રામ પર પણ તમામ સવાલોના જવાબો મળી શકશે. આ ફિચર ક્યા સુધીમાં તેના પ્લેટફોર્મ પર આવી જશે તે વિશે કોઈ અધિકૃત માહિતી નથી. આવો તેના વિશે વધુ ડેટેલ્સ જાણીએ. 

કંપની હવે તેના યુજર્સને આકર્ષવા માટે નવા નવા ટુલ્સ લાવી રહી છે

AIને લઈને લોકો ઘણા એક્સાઈટમેન્ટ છે, એવામાં કંપની હવે તેના યુજર્સને આકર્ષવા માટે નવા નવા ટુલ્સ લાવી રહી છે. સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે કે ખૂબ જ ઝડપથી ડેલવપ થઈ રહ્યું છે. તેથી આવામાં ઈન્સ્ટાગ્રામ પોતાના યુજર્સને સરપ્રાઈઝ આપી રહ્યુ છે.

રિપોર્ટ પ્રમાણે ઈન્સ્ટાગ્રામ એક AI ચેટબોટ પર કામ કરી રહ્યું છે

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ઈન્સ્ટાગ્રામ આર્ટિફિશિયલ ઈન્ટેલિઝેંસને તેના પ્લેટફોર્મ પર જોડવામાં આવશે. રિવર્સ એન્જીનિયર એલસેંડરો પાલજીએ ઈન્સ્ટાગ્રામના અપકમિંગ ફિચરનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે ઈન્સ્ટાગ્રામ એક AI ચેટબોટ પર કામ કરી રહ્યુ છે, જે સવાલોના જવાબો અને તેવી પ્રતિક્રિયા આપવામાં સક્ષમ હશે. 

તમને અલગ અલગ પર્સનાલિટીથી જોડાયેલ ઓપ્શન મળશે

તેના ખાસ ફિચરની વાત કરવામાં આવે તો યુજર્સને ચેટબોટમાં પર્સનાલિટી પસંદ કરવાનું ઓપ્શન મળી શકશે. મતલબ કે તમારી પાસે અલગ અલગ પર્સનાલિટીથી જોડાયેલ ઓપ્શન મળશે. દરેક પર્સનાલિટી પ્રમાણે પોતાની અલગ સ્ટાઈલ અને ટોન હશે. હવે આ તમારા ઉપર છે કે તમને મજાક, શાંત કે ઈન્ટેલિજેન્સ ચેટબોટ જોઈએ છે. 

Tags :