Instagram New Feature: Instagramએ ઇન્સ્ટન્ટ્સ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે, જેનો હેતુ યુઝર્સને રિયલ-ટાઇમ મોમેન્ટ્સ શેર કરવામાં મદદ કરવાનો છે. આ ફીચર એક રીતે જોવા જઈએ તો Snapchatને મળતું આવે છે, જેમાં ફોટો એક જ વાર જોઈ શકાય છે. આ ફીચર પ્લેટફોર્મના મિત્રો વચ્ચે વધુ કેઝ્યુઅલ અને સ્પોન્ટેનિયસ કનેક્શન બનાવવાના મોટા પ્રયાસનો ભાગ છે. ઇન્સ્ટન્ટ્સની મદદથી યુઝર્સ રોજિંદા ફોટોઝ ઝડપથી શેર કરી શકે છે, જે જોયા બાદ ગાયબ થઈ જાય છે. આ ફીચર યુઝર્સને કોઈ પરફેક્ટ ઑનલાઇન ઇમેજ જાળવવા કે વધુ એડિટિંગ કરવાની ચિંતા વગર ફોટોઝ શેર કરવા પ્રોત્સાહિત કરે છે. આમાં યુઝર્સ ફોટોને એડિટ કરી શકતા નથી અને કેમેરા રોલમાંથી અપલોડ પણ કરી શકતા નથી, કારણ કે ફોટો તે જ ક્ષણે ક્લિક કરવો પડે છે.
Instagram પર ઇન્સ્ટન્ટ્સ કેવી રીતે વાપરવું?
ઇન્સ્ટન્ટ્સ વાપરવા માટે Instagram ઇનબોક્સમાં ટૅપ કરીને તરત ફોટો ક્લિક કરવો પડે છે. તેમાં યુઝર્સ કેપ્શન ઉમેરી શકે છે, પરંતુ ફોટોને વધુ એડિટ કરી શકતા નથી. પછી યુઝર્સ આ ફોટો Close Friends અથવા Mutual Followers સાથે શેર કરી શકે છે. અન્ય યુઝર્સ ઇન્સ્ટન્ટ્સ પર રિએક્ટ અને રિપ્લાય કરી શકે છે, પરંતુ ફોટો જોયા પછી ગાયબ થઈ જશે. શેર કર્યા પછી તરત જ Undo બટન પણ દેખાશે જેથી જરૂર પડે તો ઇન્સ્ટન્ટ્સ પાછું ખેંચી શકાય.
કેટલાક દેશોમાં અલગ ઇન્સ્ટન્ટ્સ એપ પણ ઉપલબ્ધ
યુઝર્સના ફીડબેકને ધ્યાનમાં રાખીને Instagram કેટલીક પસંદગીના દેશોમાં અલગ ઇન્સ્ટન્ટ્સ એપનું ટેસ્ટિંગ પણ કરી રહ્યું છે. આ નવી એપમાં સીધો કેમેરા એક્સેસ મળે છે અને યુઝર્સ હાલના Instagram એકાઉન્ટથી જ લોગિન કરી શકે છે. આ સ્ટૅન્ડઅલોન એપ દ્વારા શેર કરાયેલા ઇન્સ્ટન્ટ્સ પણ Instagram પર જોવા મળશે. ઇન્સ્ટન્ટ્સ એપ હાલમાં iOS અને Android બંને પ્લેટફોર્મ પર કેટલાક પસંદગીના દેશોમાં ઉપલબ્ધ છે.
સેફ્ટી અને પ્રાઇવસી ફીચર્સનો પણ સમાવેશ
Instagramએ ખાતરી આપી છે કે તેના હાલના તમામ સેફ્ટી અને પ્રાઇવસી પ્રોટેક્શન ઇન્સ્ટન્ટ્સ એપમાં પણ લાગુ રહેશે. ઇન્સ્ટન્ટ્સ માત્ર તે જ લોકો જોઈ શકશે જેમની સાથે યુઝર્સ શેર કરવાનું પસંદ કરશે, જેમ કે Close Friends અથવા Mutual Followers. ટીન યુઝર્સ માટે આ એપ Instagram Teen Accounts અને Parental Supervision Settings સાથે આપમેળે જોડાઈ જશે અને તેના માટે અલગથી કોઈ સેટઅપ કરવાની જરૂર નહીં પડે. ઇન્સ્ટન્ટ્સ માત્ર એક જ વખત જોઈ શકાય છે, તે 24 કલાક સુધી ઉપલબ્ધ રહેશે અને તેનો સ્ક્રીનશોટ અથવા સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી શકાશે નહીં.


