Science & Technology

ઇન્સ્ટાગ્રામમાં મોટા અપડેટ્સ આવ્યા

By GS TEAM
24 Aug 20256 mins read
ઇન્સ્ટાગ્રામમાં મોટા અપડેટ્સ આવ્યા

- RLMxkLkkt Lkðkt Ve[Mko WÃkÞkuøke Au, íku{ òu¾{e Ãký çkLke þfu Au

લોકેશન શેરિંગ - ઇન્ટરનેટની આ સગવડ લાંબા સમયથી ચર્ચાનો મુદ્દો રહી છે. એક તરફ એ બહુ ઉપયોગી સુવિધા છે. આપણે કોઈ અજાણી જગ્યાએ પહોંચવું હોય અને જુદા જુદા મિત્રો જુદી જુદી દિશામાંથી આવી રહ્યા હોય ત્યારે સૌ એકમેક સાથે લોકેશન શેર કરી લે, તો સૌ માટે એક નિશ્ચિત જગ્યાએ પહોંચવું સહેલું બની જાય. 

લોકેશન શેરિંગના બીજા પણ ઘણા ફાયદા છે. પરંતુ એ પૂરી સમજ સાથે, એકબીજાની સંમતિ સાથે, મર્યાદિત સમય માાટે, મર્યાદિત રીતે થાય ત્યારે.

હવે થયું છે એવું કે યૂઝર્સની પ્રાઇવસીની ક્યારેય પરવા ન કરવા માટે જાણીતી મેટા કંપનીએ તેની અત્યારની સૌથી પોપ્યુલર સર્વિસ ઇન્સ્ટાગ્રામમાં ‘ઇન્સ્ટાગ્રામ મેપ’ લોન્ચ કર્યો છે.

અમેરિકામાં શરૂઆત થયા પછી આ મેપ ફીચર ભારત સહિત જુદા જુદા દેશોમાં વિસ્તરવા લાગ્યું છે. દેખીતી રીતે, કંપનીએ આ ફીચર સૌ માટે પહેલેથી ઓન કરી દીધું નથી. આપણે ઇચ્છીએ તો જ તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

પરંતુ જો તેની બરાબર આંટીઘૂંટી સમજ્યા વિના આ ફીચર ઓન કરી દેવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ પર આપણે જેમની સાથે કનેક્ટેડ હોઈએ એ તમામ લોકો, જે તે ક્ષણે આપણે ક્યાં છીએ તે સતત જોઈ શકે છે! તમે ઘરેથી પોતે કોલેજે કે ઓફિસે જાવ છો એમ કહીને નીકળ્યા હો અને પછી બીજે ક્યાંક પહોંચો તો એ ઇન્સ્ટાગ્રામ પર તમને ફોલો કરતી પરિવારની અન્ય વ્યક્તિ પકડી પાડે! એ વ્યક્તિ પરિવારની જ હોય તો તો વાંધો નહીં, પણ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ ગણાતા લોકો ખરેખર ફ્રેન્ડ ન પણ હોય એ યાદ રાખવા જેવું છે.

øk{íkwt fLxuLx ðÄw Mknu÷kEÚke rhÃkkuMx fhku

ઇન્સ્ટાગ્રામમાં કન્ટેન્ટર શેરિંગની બાબતે એક મોટો ફેરફાર આવ્યો છે - કંપનીએ આ ફીચરને નામ આપ્યું છે ‘રિપોસ્ટ’. આ ફીચરની મદદથી આપણે અન્ય લોકોની પબ્લિક રીલ અને ફીડ પોસ્ટ રિપોસ્ટ કરી શકીએ છીએ, એટલે કે અન્ય લોકોનું કન્ટેન્ટ પોતાના ફ્રેન્ડ્સ-ફોલોઅર્સ સાથે શેર કરી શકીએ છીએ. એ રીતે આપણે ઇન્સ્ટાગ્રામ પર આપણને જે ગમ્યું તે અન્યો સાથે સહેલાઈથી શેર કરી શકીએ છીએ.

અત્યાર સુધી ઇન્સ્ટા પર અન્ય લોકોનું કન્ટેન્ટ આપણા સર્કલમાંના લોકો સાથે શેર કરવાના બે રસ્તા હતા - આપણે તેને પોતાની સ્ટોરીમાં શેર કરી શકીએ, અથવા ડાઇરેક્ટ મેસેજ તરીકે પોતાના ફ્રેન્ડ્સને મોકલી શકીએ.

હવે આ વાત બદલાઈ છે. હવે રિપોસ્ટ કરવાનો ઓપ્શન મળ્યા પછી, યૂઝરના પ્રોફાઇલમાં ‘રિપોસ્ટેડ’ એવું એક ખાસ નવું ટેબ ઉમેરાશે, જેને કારણે રિપોસ્ટ તરીકે શેર થયેલું કન્ટેન્ટ હવે વધુ સહેલાઈથી ટ્રેક કે રીવિઝિટ કરી શકાશે.

આ રીતે રિપોસ્ટ થતા કન્ટેન્ટની ક્રેડિટ એ પોસ્ટ મુકનારા ઓરિજનલ ક્રિએટરને મળે છે. આનો અર્થ એ પણ થયો કે જો તમે ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિએટર હો અને તમારી કોઈ રીલ કે પોસ્ટ તમને ફોલો કરતા લોકો પોતાના ફ્રેન્ડઝને રિપોસ્ટ કરે તો એ વ્યક્તિના ફોલોઅર્સને પણ તમારું કન્ટેન્ટ રેકમેન્ડ કરવામાં આવશે. પછી ભલે એ લોકો ડાયરેક્ટ તમને ફોલો ન કરતા હોય.

આ ફીચરને કારણે ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટ ક્રિએટર્સને વધુ લોકો સુધી પહોંચવાની તક મળે છે. આપણે કોઈ પણ રીલ કે પોસ્ટને રિપોસ્ટ કરવા માટે તેની સાથે જોવા મળતા એક ચોરસ જેવા દેખાતા બે એરોના રિપોસ્ટ આઇકનને ક્લિક કરવાનું રહેશે.

અન્યનું કન્ટેન્ટ રિપોસ્ટ કરતી વખતે તેની સાથે આપણે પોતાની નોંધ પણ ઉમેરી શકીશું.

RLMxk {uÃk{kt rhy÷-xkR{ ÷kufuþLk þu®høk - Mkíkík!

ઇન્સ્ટાગ્રામ પર તમે પોતે કે તમારાં ટીનેજર સંતાનો ખાસ્સાં એક્ટિવ હોય તો હવે વધુ એક બાબતે, તમારે થોડી ચિંતા કરવાની થશે. ઇન્સ્ટાગ્રામ પર એક નવું ફીચર લોન્ચ થયું છે - ઇન્સ્ટાગ્રામ મેપ.

ગયા અઠવાડિયે, અમેરિકામાં લાખો લોકોને તેમની ઇન્સ્ટાગ્રામ એપમાં નવો ‘ઇન્સ્ટાગ્રામ મેપ’ ટ્રાય કરી જોવાનું સૂચવતું એક પોપ-અપ  જોવા મળ્યું. આ ફીચરની મદદથી તેઓ પોતાનું એક્ઝેક્ટ, રિઅલ-ટાઇમ લોકેશન એકબીજા સાથે શેર કરી શકે છે. અમેરિકા પછી હવે ભારત સહિત અન્ય દેશોમાં પણ ઇન્સ્ટાગ્રામ મેપ લોન્ચ થઈ રહ્યો છે, જેમાં તમે ઇચ્છો તો ઇન્સ્ટાગ્રામ પર તમારા તમામ ફોલોઅર્સ સાથે પોતાનું લાઇવ લોકેશન કરી શકો.

ઇન્સ્ટાગ્રામમાં ૨૦૨૪થી જ ફ્રેન્ડ્સ સાથે લાઇવ લોકેશન શેરિંગ ફીચર ઉમેરાઈ ગયું હતું, પણ તેમાં ડાઇરેક્ટ મેસેજ દ્વારા, એટલે કે અમુક નિશ્ચિત ફ્રેન્ડ્સ સાથે, મર્યાદિત સમય માટે લોકેશન શેરિંગ થઈ શકતું હતું. હવે ઇન્સ્ટાગ્રામમાં આખેઆખો મેપ ઉમેરાયો છે અને તેમાં સતત, રિઅલ-ટાઇમ લાઇવ લોકેશન શેરિંગ શક્ય બન્યું છે.

આમ જુઓ તો ડિજિટલ સર્વિસમાં અન્ય લોકો સાથે આપણું લોકેશન શેર કરવું એ કંઈ નવી વાત નથી. ગૂગલ કે એપલ મેપ સર્વિસમાં આપણે આમ કરી જ શકીએ છીએ. ફેર એટલો કે કે એ બધી સર્વિસમાં એકબીજાની સંમતિથી, બહુ મર્યાદિત રીતે લોકેશન શેરિંગ કરી શકાય છે, જ્યારે ઇન્સ્ટાગ્રામમાં - સ્નેપચેટની જેમ - અનેક લોકોનું પગેરું દબાવી શકાય છે!

રાહતની વાત એટલી કે આપણે નક્કી કરીએ ફક્ત તે ફ્રેન્ડઝ સાથે પણ લોકેશન શેર કરી શકીએ છીએ. ઉપરાંત ઇચ્છીએ ત્યારે આ શેરિંગ બંધ કરી શકીએ છીએ. ઇન્સ્ટાગ્રામ મેપ પર આપણે પોતાના ફ્રેન્ડઝ અને ફેવરિટ કન્ટેન્ટ ક્રિએટર્સનું કન્ટેન્ટ લોકેશન મુજબ પણ જોઈ શકીએ છીએ.

ઇન્સ્ટાગ્રામમાં આપણે પોતે ઓન ન કરીએ ત્યાં સુધી લોકેશન શેરિંગ બંધ રહે છે. જો તેને ઓન કરીએ તો પણ ઘણો બધો કંટ્રોલ આપણી પાસે રહે છે. જેમ કે ફ્રેન્ડઝ, ક્લોઝ ફ્રેન્ડઝ કે નિશ્ચિત ફ્રેન્ડ્સ સાથે માત્ર અમુક ટાઇમ સાથે આપણે લોકેશન શેર કરી શકીએ.

ઇન્સ્ટ્રાગ્રામમાં આપણે લોકેશન શેરિંગ ઓન કરીએ ત્યારે આપણે જ્યારે જ્યારે એપ ઓપન કરીએ ત્યારે ત્યારે આપણું લોકેશન એપમાં અપડેટ થઈ જાય છે.

ઇન્સ્ટાગ્રામના નવા નિયમો મુજબ તમે પોતાના ટીનેજર સંતાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પેરેન્ટ તરીકે સુપરવાઇઝ કરતા હો તો તેમના લોકેશન શેરિંગ પર પેરેન્ટ તરીકે તમને કંટ્રોલ મળે છે. એ પછી તમારું સંતાન પોતાનું લોકેશન શેર કરે તે સાથે તમને તેનું નોટિફિકેશન મળે છે. તે લોકેશન શેરિંગની સગવડનો ઉપયોગ કરી શકે કે નહીં તે પણ તમે નક્કી કરી શકો.

આપણે પોતાનું લોકેશન શેરિંગ ઓન કરીએ તે પછી, એક મેપ પર આપણી પ્રોફાઇલ ઇમેજ સાથે, જે તે સમયે આપણે ક્યાં છીએ તે અન્ય લોકો જોઈ શકશે. મેપ પર લોકોને શેર પણ કરી શકાશે. અન્ય લોકો આપણા પિક્ચર પર ક્લિક કરી, આપણને ડાઇરેક્ટ મેસેજ પણ મોકલી શકશે.

આ સંદર્ભે એક વાત ખાસ સમજવા જેવી છે. તમે તમારું લાઇવ લોકેશન શેર કરો કે ન કરો, જો તમે તમારા પબ્લિક ફોટોઝ, વીડિયો અને સ્ટોરીઝમાં જે તે પોસ્ટમાં લોકેશન ટેગ કર્યું હશે, તો એ લોકેશન આ ઇન્સ્ટાગ્રામ મેપમાં જોવા મળશે જ!

આ જ કારણે ઇન્સ્ટાગ્રામ મેપમાં લોકોને થોડું કન્ફ્યૂઝન પણ થઈ રહ્યું છે. અત્યારે જો તમે ઇન્સ્ટા મેપ ઓપન કરો તો તેમાં એવા લોકો જોવા મળે છે, જેમણે પોતાનું લાઇવ લોકેશન શેર કર્યું ન હોય! કારણ એ છે કે મેપમાં જે તે લોકેશનના ટેગિંગ સાથેેની લાસ્ટ રીલ જોવા મળે છે, જે એ યૂઝરનું પોતાનું લાઇવ લોકેશન નથી. કંપની કહે છે કે આ કન્ફ્યૂઝન દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

જોકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક મેટા કંપની યૂઝર્સની પ્રાઇવસી વિશે તદ્દન બેપરવા હોવાના કારણે અનેક વાર વિવાદ ઊભા થયા છે, આથી ઇન્સ્ટાગ્રામમાં લાઇવ, રિઅલ-ટાઇમ લોકેશન શેરિંગ પણ અત્યારથી લોકોને ખટકવા લાગ્યું છે.