Science & Technology

ઇન્સ્ટાગ્રામમાં પાંચ નવી ભારતીય ભાષા સમાવાઈ, ડબિંગ અને લિપ સિંક ટૂલ સાથે બન્યું વધુ લોકલ

By GS Team
28 Nov 20252 mins read
TukuTouch Logo
ઇન્સ્ટાગ્રામ દ્વારા ભારત પર હવે વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની દ્વારા હવે ભારતના લોકોને વધુ સરળતા રહે એ માટે આ પ્લેટફોર્મમાં વધુ પાંચ લોકલ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈમાં હાલમાં જ હાઉસ ઓફ ઇન્સ્ટાગ્રામ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં યુઝર્સ માટે લોકલ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે એની જાહેરાત કરવામાં આવી છે. યુઝર્સ હવે રીલ્સ અને પોસ્ટને તેમની પોતાની ભાષામાં જોઈ શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્સ્ટાગ્રામમાં પાંચ નવી ભારતીય ભાષા સમાવાઈ, ડબિંગ અને લિપ સિંક ટૂલ સાથે બન્યું વધુ લોકલ

Instagram New Local language: ઇન્સ્ટાગ્રામ દ્વારા ભારત પર હવે વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની દ્વારા હવે ભારતના લોકોને વધુ સરળતા રહે એ માટે આ પ્લેટફોર્મમાં વધુ પાંચ લોકલ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈમાં હાલમાં જ હાઉસ ઓફ ઇન્સ્ટાગ્રામ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં યુઝર્સ માટે લોકલ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે એની જાહેરાત કરવામાં આવી છે. યુઝર્સ હવે રીલ્સ અને પોસ્ટને તેમની પોતાની ભાષામાં જોઈ શકશે.

લોકલ ભાષાનો સમાવેશ  

ઇન્સ્ટાગ્રામ પર હાલમાં ઇંગ્લિશ, હિન્દી, સ્પેનિશ અને પોર્ટુગીઝ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે હવે એની સાથે બંગાળી, કન્નડ, મરાઠી, તમિલ અને તેલુગુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી યુઝર્સ હવે આ ભાષામાં પોસ્ટ અને રીલ શેર કરી શકશે. તેમ જ અન્ય યુઝર્સની રીલ અને પોસ્ટને પોતાની ભાષામાં વાંચી પણ શકશે. આથી ભારતના મોટા ભાગના યુઝર્સને હવે તેમની પોતાની ભાષામાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટેની સુવિધા આપી દેવામાં આવી છે.

ડબિંગ અને લિપ સિંક ટૂલ  

આ ભાષાનો સમાવેશ કરવામાં આવતાં યુઝર્સ હવે તેમના કન્ટેન્ટને આ પાંચ ભાષામાં પોતાના અવાજને ડબ કરી શકશે. એનાથી યુઝરનો પોતાનો અવાજ પણ જળવાઈ રહેશે અને રીલને અન્ય ભાષામાં પણ ડબ કરી શકાશે એ પણ લિપ સિંક સાથે. એટલે પહેલાં અવાજ આવે અને વીડિયો આવે એવું નહીં થાય. આથી યુઝરના હોઠ જે રીતે ચાલતા હશે એ જ રીતે અવાજ સાંભળવા મળશે.

આ પણ વાંચો: આધાર કાર્ડ માટે આવ્યું નવું ફીચર: હવે ઘરે બેઠા બદલી શકશો મોબાઈલ નંબર, જાણો કેટલો લાગશે ચાર્જ

એડિટ એપમાં પણ સમાવેશ કરવામાં આવશે લોકલ ભાષાનો  

ઇન્સ્ટાગ્રામ દ્વારા વીડિયો માટે એડિટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં પણ બહુ જલદી આસામી, બંગાળી, હિન્દી અને મરાઠી ભાષાનો સમાવેશ કરવામાં આવશે. આથી યુઝર્સ હવે એ ભાષામાં પણ ટાઇપ કરી શકશે અને સ્ટાઇલનો ઉપયોગ કરી શકશે. આ ફીચરને સૌથી પહેલાં એન્ડ્રોઇડ ડિવાઇસમાં લોન્ચ કરવામાં આવી રહી છે.