Get The App

ઇલોન મસ્કના સિક્રેટ બાળકનું નામ જાહેર થયું! ઇન્ફ્લુએન્સર સેન્ટ ક્લેરે કરી જાહેરાત, જાણો વિગત…

Updated: Apr 17th, 2025

GS TEAM

Google News
Google News
ઇલોન મસ્કના સિક્રેટ બાળકનું નામ જાહેર થયું! ઇન્ફ્લુએન્સર સેન્ટ ક્લેરે કરી જાહેરાત, જાણો વિગત… 1 - image


Elon Musk Secret Child Name Revealed: ઇન્ફ્લુએન્સર એશલી સેન્ટ ક્લેરે ઇલોન મસ્કના સિક્રેટ બાળકનું નામ જાહેર કર્યું છે. આ બાળક ફેબ્રુઆરીમાં જન્મેલું છે અને ત્યારથી તે ચર્ચાનો વિષય છે. જો કે, ઇલોન મસ્કે હજી સુધી આ બાળકને પોતાની સંતાન તરીકે સ્વીકાર્યું નથી અથવા ફગાવ્યું પણ નથી. ઇલોન મસ્ક દ્વારા પેટરનિટી ટેસ્ટ કરાવવા માટે ના પાડવામાં આવી હતી. તેમ છતાં, એશલી સેન્ટ ક્લેરના પ્રયત્નોથી કરાયેલા ટેસ્ટમાં 99.9999%ની ખાતરી થઈ કે આ બાળક ઇલોન મસ્કનું જ છે.

ઇલોન મસ્કનું 14મું બાળક

હાલમાં ઇલોન મસ્કના કુલ 14 બાળકો છે. તેમની પ્રથમ પત્ની, જસ્ટીન વિલ્સન સાથેના પ્રથમ બાળકનું દુખદ અવસાન થયું હતું. ત્યારબાદ તેમને પાંચ સંતાનો થયા. અત્યાર સુધી, ચાર અલગ મહિલાઓ સાથે મસ્કના બાળકો છે. આમાં એક તેમની પોતાની કંપનીમાં એક્ઝિક્યુટીવ છે, જ્યારે બીજી મ્યુઝિશિયન છે. અને 14મું બાળક ઇન્ફ્લુએન્સર એશલી સેન્ટ ક્લેરનું છે.

એશલી સેન્ટ ક્લેર સાથેના તણાવભર્યા સંબંધો

એશલી સેન્ટ ક્લેર અને મસ્કની પરિચય 2023માં ઓનલાઈન મળી હતી, ત્યારબાદ બંને વચ્ચે નિકટતા વધી. મસ્કે તેમને પ્રાઇવેટ જેટ પર આમંત્રિત પણ કર્યા હતા. ન્યુયોર્કના વેકેશન બાદ એશલી સેન્ટ ક્લેર ગર્ભવતી થઈ હતી. મસ્કે તેમને સી-સેક્શન માટે વિનંતી કરી હતી અને તેમની યહૂદી ધાર્મિક પ્રથા અનુસાર કેટલીક બાબતોથી બાળકને દૂર રાખવા કહ્યું હતું. એશલી સેન્ટ ક્લેરે બંને વિનંતિઓ નકારી કાઢી હતી.

ઇલોન મસ્કના સિક્રેટ બાળકનું નામ જાહેર થયું! ઇન્ફ્લુએન્સર સેન્ટ ક્લેરે કરી જાહેરાત, જાણો વિગત… 2 - image

કોન્ટ્રેક્ટ પર સહમત નહીં થઈ શક્યા

મસ્કની ટીમે એશલી સેન્ટ ક્લેરને નોન-ડિસક્લોઝર એગ્રિમેન્ટ સાઇન કરવા માટે કહ્યું હતું. આ એગ્રિમેન્ટ માટે મસ્કે તેમને $15 મિલિયન અને દર મહિને $1 લાખ ઓફર કર્યા હતા, અને 21 વર્ષ સુધી આ બાબત ગુપ્ત રાખવાની માગણી કરી હતી. આ ઉપરાંત, મસ્કે ઑસ્ટિનમાં તેમના બાળકો માટે બનાવેલા કમ્પાઉન્ડમાં રહેવા માટે એશલી સેન્ટ ક્લેરને આમંત્રિત કર્યા હતા. આ બન્ને બાબતોને એશલી સેન્ટ ક્લેરે નકારી કાઢી હતી.

આ પણ વાંચો: ‘મોદીજીના હિસાબે જાતિવાદ જ નથી, તો બ્રાહ્મણ કેમ વિરોધ કરે છે?’, ‘ફૂલે’ના જાતિવાદના વિવાદ પર ભડક્યો અનુરાગ કશ્યપ

બાળકનું નામ: રોમુલસ

બાળકની કસ્ટડી માટે એશલી સેન્ટ ક્લેરએ મસ્ક વિરુદ્ધ કેસ કર્યો છે. આ કેસને કારણે બાળકો અને મસ્ક ચર્ચામાં છે. આ બાળકનું નામ રોમુલસ રાખવામાં આવ્યું છે, જે રોમના સામ્રાજ્યના સ્થાપક માને છે. રોમન માથોલોજી અનુસાર, રોમુલસ ત્યજાયેલા બાળક તરીકે જાણીતો છે, જે વુલ્ફ દ્વારા પાળવામાં આવ્યો હતો. મસ્કે આ બાળકને ફક્ત ત્રણ વખત મળ્યા છે.

Tags :