ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે ભારતીય મૂળના અનિલ મેનન, NASAએ કરી જાહેરાત
International Space Station: નાસાએ અંતરિક્ષયાત્રી અનિલ મેનનને પહેલા અંતરિક્ષ મિશન માટે નિયુક્ત કર્યા છે. નાસાએ આ અંગે પ્રેસ રિલીઝ જારી કરી છે. આ રિલીઝ પ્રમાણે અંતરિક્ષ યાત્રી મેનન આંતરરાષ્ટીય અંતરિક્ષ સ્ટેશનના પહેલા મિશન માટે રવાના થશે, જેમાં તેઓ ફ્લાઈટ એન્જિનિયર અને એક્સપીડિશન 75 ના ક્રૂ મેમ્બર તરીકે કામ કરશે.
આ પણ વાંચો : અમેરિકાએ ચીનનું વધાર્યું ટેન્શન, પાડોશીઓ સાથે સમુદ્રમાં ઘેરવાનો પ્લાન, જાણો વિવાદ
8 મહિના પરિક્રમા પ્રયોગશાળામાં વિતાવશે મેનન
નાસાએ વધુમાં આગળ કહ્યું કે, મેનન જૂન 2026માં રોસ્કોસ્મોસ સોયુઝ MS-29 અંતરિક્ષયાન પર સવાર થઈ લોન્ચ થશે, તેમની સાથે રોસ્કોસ્મોસના અંતરિક્ષ યાત્રી પ્યોત્ર ડબરોવ અને અન્ના કિકિના પણ હશે. કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી લોન્ચ કર્યા પછી, ત્રણેય લગભગ આઠ મહિના પરિક્રમા પ્રયોગશાળામાં વિતાવશે.
આ પણ વાંચો : મોટી દુર્ઘટના ટળી: 10 મિનિટમાં 26 હજાર ફૂટ નીચે આવ્યું વિમાન, મુસાફરોએ જણાવી આપવીતી
અંતરિક્ષમાં શુભાંશુએ કર્યું સ્નાયુ કોષો પર સંશોધન
ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાએ સોમવારે આઈએસએમ પર સ્નાયુઓ, અંતરિક્ષમાં પાચન અને અંતરિક્ષયાત્રીના માનસિક સ્વાસ્થ્ય પર અનેક પ્રયોગો કર્યા છે. એક્સિઓમ-4 મિશન હેઠળ શુભાંશુ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્ટેશન (ISS) પર છે.
કોણ છે અનિલ મેનન
અનિલ મેનનની વર્ષ 2021 માં નાસા અંતરિક્ષયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. મેનન વર્ષ 2024 માં 23મા અંતરિક્ષયાત્રી વર્ગમાંથી સ્નાતક થયા હતા. અંતરિક્ષયાત્રી તાલીમ પૂર્ણ કર્યા બાદ અનિલ મેનને તેમના પ્રથમ અવકાશ મિશન માટે તૈયારી શરૂ કરી હતી. અનિલ મેનનનો જન્મ અને ઉછેર અમેરિકાના મિનિયાપોલિસમાં થયો હતો. મેનન વ્યવસાયે ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ અમેરિકા સ્પેસ ફોર્સમાં કર્નલ તરીકે પણ તહેનાત છે.
મેનન પાસે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ન્યુરોબાયોલોજીમાં ડિગ્રી છે
અનિલ મેનનના માતાપિતા ભારતીય અને યુક્રેનિયન વંશના છે. મેનન પાસે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ન્યુરોબાયોલોજીમાં ડિગ્રી છે. તેમણે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ અને મેડિસિનમાં ડિગ્રી પણ મેળવી છે. મેનન સ્ટેનફોર્ડમાંથી ઇમરજન્સી મેડિસિન અને એરોસ્પેસ મેડિસિનનો અભ્યાસ કરે છે અને ટેક્સાસ મેડિકલ સેન્ટરની મેમોરિયલ હર્મન હોસ્પિટલ ખાતે ઇમરજન્સી મેડિસિન વિભાગમાં ડૉક્ટર તરીકે કામ કરે છે.