પાંચ મહિનામાં ₹7000 કરોડ રૂપિયા ધોવાયા: ભારતમાં ઑનલાઇન સ્કેમમાં વધારો
Online Scam in India: ભારતમાં ઑનલાઇન સ્કેમમાં ખૂબ જ વધારો થયો છે. પાંચ મહિનાની અંદર ભારતીયોના લગભગ ₹7000 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આ આંકડો મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ સ્કેમ મોટાભાગે કમ્બોડિયા, મ્યાનમાર, વિયેતનામ, લાઓસ અને થાઇલેન્ડમાંથી કરવામાં આવતાં હતાં. મોટાભાગના સ્કેમ દેશની બહારથી કરવામાં આવે છે, પરંતુ તેઓ તેમના કામ માટે ભારતમાં પણ ઘણાં લોકોને રાખે છે.
સ્કેમનું ઓપરેશન કોણ કરે છે?
ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર યુનિટ દ્વારા આ સ્કેમના લોકેશન અને એને કેવી રીતે ઑપરેટ કરવામાં આવે છે એ શોધી કાઢ્યું છે. મોટાભાગના સ્કેમ ખૂબ જ સિક્યોર લોકેશનમાંથી કરવામાં આવે છે. આ લોકેશનને મોટાભાગના ચાઇનીઝ ઑપરેટર્સ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે. તેઓ આ માટે ભારતના પણ ઘણા લોકોને રાખે છે જેથી તેમનું કામ સરળ રહે અને તેમને પૈસા આપવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર આ સ્કેમ દ્વારા ભારતને દર મહિને અંદાજે ₹1000 કરોડ રૂપિયાનો સ્કેમનો સામનો કરવો પડે છે.
કમ્બોડિયામાં છે 45 સ્કેમ લોકેશન
હાલમાં એક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. એમાં ત્રણ મુખ્ય સ્કેમ સામે આવ્યા હતા જે સાઉથ એશિયામાંથી થાય છે. એમાં શેર ટ્રેડિંગ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક આધારિત એટલે ઇન્વેસ્ટમેન્ટ પર આધારિત સ્કેમ કરવામાં આવે છે. ભારત સરકારે ઇન્ટેલિજન્સ એજન્સીની મદદથી કમ્બોડિયામાં 45 લોકેશન શોધી કાઢ્યા છે જ્યાંથી આ સ્કેમ ઑપરેટ કરવામાં આવે છે. લાઓસમાં પાંચ અને મ્યાનમારમાં એક લોકેશનનો સમાવેશ થાય છે.
ભારતમાંથી પણ કરવામાં આવે છે ભરતી
આ ઑપરેટર્સ દ્વારા તેમનું કામ ભારતમાં કરવા માટે એજન્ટને પકડવામાં આવે છે. તેમને પૈસા પણ આપવામાં આવે છે. આ સ્કેમ પૂરો પાડવા માટે આ એજન્ટ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સૌથી વધુ એજન્ટ મહારાષ્ટ્રમાં છે અને એ 59 છે. તમિલનાડુમાં 51, જમ્મુ એન્ડ કશ્મિરમાં 46, ઉત્તર પ્રદેશમાં 41 અને દિલ્હીમાં 38 એજન્ટ છે.