ઇન્ટરનેટમાંથી ઇન્કમ- સાચી રીતે
- ykuLk÷kRLk f{kýe [ku¬Mk þõÞ Au, Ãký ynª Ãký [Ãkxe ðøkkzíkkt fþwt Úkíkwt LkÚke - M{kxo yLku nkzo ðfo íkku òuEþu s
ઇન્ટરનેટમાંથી ઇન્કમ
- આટલા શબ્દો જ આ આખો લેખ વાંચવા માટે તમને મજબૂર કરવા પૂરતા છે! આ વાતમાં વર્ષોથી
લોકોને ઊંડો રસ છે અને કોરોનાને કારણે આર્થિક ભીંસ વધ્યા પછી ઘણા લોકો નવેસરથી આ
દિશામાં વિચારવા લાગ્યા છે. ટેક્નોવર્લ્ડમાં ગયા અઠવાડિયે, ઘેરબેઠાં ઇન્ટરનેટની
મદદથી કમાણી કરવાના નામે આપણને કેવી રીતે છેતરવામાં આવે છે તેની વિગતવાર વાત કરી
હતી. આજે, આ અદભુત માધ્યમમાંથી સાચી રીતે, સારી કમાણી કઈ કઈ
રીતે થઈ શકે તેની વાત કરીએ.
અલબત્ત, કોઈ જડીબુટ્ટીની આશા
રાખશો નહીં. ઇન્ટરનેટ પર બ્લોગ બનાવી નાખો,
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગો કે
યુટ્યૂબ પર વીડિયોને લાઇક્સ મળવા લાગે એટલે તરત, રાતોરાત કમાણી થવા
લાગે એવું માનશો નહીં. ઇન્ટરનેટ અદભુત છે,
એ ઘણી બાબતો બહુ સહેલી બનાવી દે છે, પણ વાસ્તવિક દુનિયાની
જેમ આમાં પણ આકરી મહેનત, નિયમિતતા અને ધીરજ જરૂરી છે. ઇન્ટરનેટમાંથી જે લોકો
કમાણી કરી શકે છે એ કાં તો પહેલેથી સ્ટાર હતા અથવા પોતાના હાર્ડ અને સ્માર્ટ
વર્કથી સ્ટાર થયા છે!
તમે હમણાં અપસેટ થયેલા કામને ઓનલાઇન વિસ્તારવા માગતા હો કે બિલકુલ નવેસરથી કંઈક શરૂ કરવા માગતા હો, સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી એ વાત ઇન્ટરનેટને પણ લાગુ પડે છે. અહીં આપેલા દરેક મુદ્દા એ દિશામાં કશુંક કરવાનું વિચારી રહેલા લોકોને એ મુદ્દાનો પ્રારંભિક પરિચય આપે છે. એ દરેકમાં, કમાણીના સ્તરે પહોંચવા માટે તમારે ખાસ્સી મહેનત કરવી પડશે, ઘણું વાંચવું-જાણવું પડશે, ઘણી સાઇટ્સ ફંફોસવી પડશે, મૂવી કે વેબસિરિઝ સિવાયના ઘણા વીડિયોઝ જોવા પડશે... ત્યારે વાત કંઈક રંગ લાવશે. ઓલ ધ બેસ્ટ!
ykuLk÷kRLk
r£÷kÂLMktøk ðfo
fkuE yuf
çkkçkík{kt {kMxhe nkuÞ íkku ½uhçkuXkt fk{ fhe f{kðwt nðu ½ýwt Mknu÷wt çkLÞwt Au
ઇન્ટરનેટ પર કમાણીના
અન્ય તમામ રસ્તામાં લગભગ એવી સ્થિતિ છે કે પહેલાં તમારે ખાસ્સું ઓડિયન્સ ઊભું
કરવું પડે અને એ પછી કમાણીની શરૂઆત થાય. જ્યારે ફ્રિલાન્સિંગમાં તમારી આવડતના
આધારે તરત કમાણી શરૂ થઈ શકે છે. શરત એટલી કે તમારામાં કોઈ એક ચોક્કસ, ખાસ અને ધારદાર આવડત
હોવી જોઇએ.
ઘણા પ્રકારનાં કામ
એવાં છે જેને માટે, ઇન્ટરનેટને કારણે કોઈ ઓફિસે જવું જરૂરી રહ્યું નથી.
જેમ કે તમે ગ્રાફિક ડિઝાઇનર હો તો તમારી પાસે બે રસ્તા છે - તમે કોઈ એક
એડવર્ટાઇઝિંગ એજન્સી કે પબ્લિકેશન હાઉસમાં ફુલટાઇમ ગ્રાફિક ડિઝાઇનર તરીકે નોકરી
કરી શકો અથવા પોતાના ઘરેથી પીસી કે લેપટોપ પર કામ કરીને એક સાથે સંખ્યાબંધ
ક્લાયન્ટ માટે કામ કરો.
બંને રીતે કામ કરવાના
પોતપોતાના આગવા ફાયદા અને નુકસાન છે. નોકરી કરવામાં નિશ્ચિત આવકની ખાતરી છે તો
ફ્રિલાન્સિંગમાં શરૂઆતમાં અનિશ્ચિતતા છે,
પરંતુ એક વાર સંબંધો કેળવાય, નવા નવા ક્લાયન્ટસ
ઉમેરાતા જાય અને તેમને તમારા કામથી સંતોષ રહે તો તમે સહેલાઇથી નોકરી કરતાં વધુ
કમાઈ શકો છો.
ગ્રાફિક ડિઝાઇનિંગ
ઉપરાંત અન્ય કંપની માટે વેબસાઇટ ડેવલપમેન્ટ,
ટ્રાન્સલેશન, કન્ટેન્ટ ક્રિએશન, એકાઉન્ટિંગ વગેરે
જુદા જુદા ઘણા પ્રકારનાં કામ ઘેરબેઠાં કરી
શકાય છે. પરંપરાગત એડવર્ટાઇઝિંગની સરખામણીમાં ઓનલાઇન પ્રમોશન ખાસ્સું સસ્તું અને
સહેલું હોવાથી વિવિધ બિઝનેસ તેનો મોટા પાયે ઉપયોગ કરવા લાગ્યા છે. દરેક બાબત માટે
ઇનહાઉસ એમ્પ્લોઇ રાખવાને બદલે ફ્રિલાન્સર પાસે કામ કરાવવું કંપનીઓને સસ્તું પડે
છે.
લગભગ દરેક ફ્રિલાન્સિંગ
વર્ક માટે, ફ્રીલાન્સર અને કામ ઇચ્છતી કંપની વચ્ચે કડી તરીકે
કામ કરતાં સંખ્યાબંધ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પ્રોફાઇલ બનાવી તમે વધુ ક્લાયન્ટ અને
કામ મેળવી શકો છો (આમાં પણ ફ્રોડ થતા હોય છે,
સાવધ રહેશો). ભાષાનો અવરોધ ન હોય તો વિદેશના
ક્લાયન્ટ્સ માટે પણ કામ કરી શકો છો.
આ સાઇટ્સ તપાસોઃ freelancer.com, translatorscafe.com, upwork.com,linkedin.com, flexjobs.com, behance.net, fiverr.com
ç÷ku®økøk/MkkurþÞ÷
{erzÞk
fkuE yuf
çkkçkík{kt {kMxhe WÃkhktík, çkeS ykðzíkku Ãký nkuÞ íkku ykðfLkku yk Lkðku
hMíkku Au
ઇન્ટરનેટ પરથી
કમાણીની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોને બ્લોગિંગ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર
બનવાનો પહેલો વિચાર આવે છે. લોકો પોતાના બ્લોગ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ જેવા
પ્લેફોર્મ પર પોતાના પેજ કે ચેનલને પોપ્યુલર બનાવીને ચોક્કસ કમાણી કરે છે, પરંતુ એમની કમાણીના
આંકડા જોતી વખતે, એમની મહેનતનો પણ અચૂક વિચાર કરજો.
થોડાં વર્ષ પહેલાં
મોટા ભાગના લોકો એવા ભ્રમમાં હતા કે પોતાનો બ્લોગ બનાવીએ એટલે ગૂગલ તરફથી ચેક
આવવાનું શરૂ થઈ જાય. આ એટલું સહેલું નથી. તમે કોઈ એક વિષય - કૂકિંગ, મ્યુઝિક, ટીચિંગ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી... - વગેરે
કોઈ પણ બાબતના નિષ્ણાત હો તે જરૂરી છે. તમારા બ્લોગની લેંગ્વેજ હિન્દી કે અંગ્રેજી
હોવી જરૂરી છે, તો જ ગૂગલ પોતાના એડ નેટવર્કની જાહેરાતો તમારા
બ્લોગ પર દર્શાવશે. તમે નિયમિત રીતે તમારા બ્લોગ પર એવું કન્ટેન્ટ મૂકો, જે જોવા-વાંચવા માટે
રોજના હજારો લોકો તમારા બ્લોગની મુલાકાત લે તે જરૂરી છે.
બ્લોગિંગમાંથી કમાણી, સારી કમાણી ચોક્કસ
શક્ય છે પરંતુ એ માટે રસપ્રદ કન્ટેન્ટ, નિયમિતતા,
કન્ટેન્ટ પ્રમોટ કરવાની વિવિધ રીતો વગેરેની
આવડત કેળવવી જરૂરી છે.
સોશિયલ પ્લેટફોર્મ્સની વાત કરીએ તો તેના પર જેના હજારો ફોલોઅર્સ હોય, એ વ્યક્તિને તેની એક્સપર્ટાઇઝના ફીલ્ડ મુજબની કંપની તરફથી પેઇડ પ્રમોશનની આવક થઈ શકે છે. આવા મોટા ભાગના સ્ટાર યૂઝર્સ પોતાનો બ્લોગ કે વેબસાઇટ ધરાવતા હોય છે અને તેની પોસ્ટ્સ સોશિયલ પ્લેટફોર્મ્સ પર પ્રમોટ કરતા હોય છે (અલબત્ત, તે અનિવાર્ય નથી). તમારા બ્લોગ કે સોશિયલ મીડિયા એકાઉન્ટને પોપ્યુલર બનાવવા માટે વિવિધ ડિઝાઇન ટૂલ્સ, પ્રમોશન અને ટ્રેકિંગ ટૂલ્સની પણ સમજ કેળવવી જોઈશે. તમે ઇન્ટરનેટ પર ઓનલાઇન તમારી લોકપ્રિયતા વધારો અને પછી તેના આધારે ઓફલાઇન કમાણીના રસ્તા અજમાવો, એવું પણ થઈ શકે.
આ સાઇટ્સ તપાસોઃ wordpress.com, blogger.com, buffer.com, canva.com, hootsuite.com, tweetdeck.twitter.com
yurVr÷yux
{kfuo®xøk
YrÃkÞkLkk
hkufký fu ¾kMk ykðzík rðLkk yk heíku f{kýe þõÞ Au, Ãkhtíkw {kuxe ykþk hk¾þku
Lknª
કોઈ રોકાણ કે કોઈ એક
વિષયમાં નિષ્ણાત જેવી આવડત વિના કમાણી કરવાનો એક રસ્તો એટલે એફિલિએટ માર્કેટિંગ.
જો તમે સફળ બ્લોગર, યુટ્યૂબર કે ઇન્ફ્લુઅંસર હો, તો એફિલિએટ
માર્કેટિંગથી કમાણી વધારી શકો છો. એવું ન હોય તો પણ, આ રીતે તમે સાઇડ
ઇન્કમ ઊભી કરી શકો છો, અલબત્ત, સ્પર્ધા બહુ જ છે, રાતોરાત મોટી કમાણીની
આશા રાખશો નહીં.
તમામ ઇ-કોમર્સ કંપની
તેમ જ મેરેજ માટે મેચમેકિંગ, ટ્રાવેલિંગ,
જોબ્સ,
બુકિંગ, ઇન્સ્યોરન્સ વગેરે
પ્રકારની સર્વિસ આપતી કંપની, પોતાના પ્લેટફોર્મ પર વધુ વિઝિટર્સ ખેંચી લાવવા
માટે એફિલિએટ પ્રોગ્રામ ચલાવતી હોય છે.
તમે આવા પ્રોગ્રામમાં
જોડાઈ તેની પ્રોડક્ટ્સ, સર્વિસ માટેની લિંક્સ મેળવી શકો. આ લિંક્સ તમારા
એકાઉન્ટ સાથે કનેક્ટેડ હોય. આ પછી, તમે તમારા બ્લોગ, ચેનલ, ફેસબુક કે કંઈ નહીં
તો છેવટે વોટ્સએપ પર તમારા મિત્રો-પરિચિતોમાં આ લિંક્સ શેર કરી શકો છો. એમાંથી કોઈ, તમે શેર કરેલી લિંક
પર ક્લિક કરીને પેલી સાઇટ પર જાય એટલે એ વિઝિટ તમારા કારણે આવી હોવાનું પેલી સાઇટ
પર નોંધાઈ જાય. આ પછી, તમારા રેફરન્સથી પેલી સાઇટ પર પહોંચેલી વ્યક્તિ
નિશ્ચિત સમયમર્યાદામાં, કોઈ ખરીદી કરે તો તમને તેમાંથી અમુક કમિશન મળે છે.
ફ્રી બ્લોગ્સમાં
કમાણીના બે મુખ્ય સ્રોત હોય છે - એડ્સ અને આવી એફિલિએટેડ માર્કેટિંગ માટેની
લિંક્સ. જેમ કે બ્યુટી ટિપ્સનો બ્લોગ ચલાવતી વ્યક્તિ, બ્યુટી પ્રોડક્ટ્સ
સેલ કરતી સાઇટ્સની એફિલિએટ લિંક્સ પોતાના બ્લોગમાં મૂકી શકે છે. એફિલિએટ
માર્કેટિંગમાં લિંક્સ શેર કરવાના વધુમાં વધુ અસરકારક રસ્તા અજમાવવા સિવાય કોઈ
વિશેષ આવડત જરૂરી હોતી નથી. પરંતુ મોટી કંપની કમિશન ઓછું આપે છે અને આપણી લિંકથી
થયેલી વિઝિટ-ખરીદીને કમિશન માટે માન્ય
ગણવાનો સમયગાળો બહુ જ ઓછો રાખે છે. પરિણામે,
આપણે કારણે આવી સાઇટ્સને ટ્રાફિક મળે, પણ આપણને કમિશન ન મળે
એવું બની શકે છે!
આ સાઇટ્સ તપાસોઃ affiliate-program.amazon.in, affiliate.flipkart.com, yatra.com/online/yatra-affiliate.html
Þwxâqçk
[uLk÷ r¢yuþLk
yuf rð»kÞLke
ík{khe fwþ¤íkkLku MkhMk ðerzÞku{kt Vuhðe þfku íkku f{kýeLkk ½ýk hMíkk ¾q÷þu
આજના સમયમાં ઇન્ટરેનટ
પરથી કમાણીનો આ બહુ અસરકારક રસ્તો છે. લોકોનું વીડિયો જોવાનું પ્રમાણ ઘણું વધ્યું
છે એ કારણે તમારી ચેનલને લોકપ્રિય બનાવવાનું પ્રમાણમાં સહેલું છે.
પરંતુ બ્લોગિંગ કે
સોશિયલ મીડિયાની જેમ, આમાં પણ કોઈ એક ચોક્કસ બાબતમાં તમારામાં અસાધારણ
આવડત હોવી જરૂરી છે. તમે એવું શું આપી શકો છો, જેનો વીડિયો જોવા
માટે લોકો યુટ્યૂબ પર તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને વારંવાર તમારા વીડિયો જુએ?
જો આ સવાલનો જવાબ તમારી પાસે હોય તો તમે
પોપ્યુલર યુટ્યૂબર બની તેના પરથી કમાણી કરી શકો.
શરૂઆતમાં, તમે ધારો તો સાદા
સ્માર્ટફોનથી વીડિયો શૂટ કરી શકો અને ફ્રી સોફ્ટવેરથી તેને એડિટ કરી શકો. એ કામ
મુશ્કેલ નથી, પરંતુ ત્યાર પછીની બાબતો સમજવી વધુ જરૂરી છે.
યુટ્યૂબ પરથી તમને
કમાણી કરાવે એવી ચેનલ ચલાવવા માટે તમારે યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામની શરતો, તેની કમ્યુનિટી
ગાઇડલાન્સ, કોપીરાઇટ્સનાં વિવિધ પાસાં (આપણા વીડિયોમાં ગમે
તેનું મ્યુઝિક ઉમેરીએ તે ન ચાલે!) વગેરે સમજવાં પડે. તમારા વીડિયો ગૂગલના એડસેન્સ
પ્રોગ્રામની પોલિસીનું પાલન કરતા હોય એ પણ જરૂરી છે. આ બધી શરતોનું પાલન થાય અને
તમે યુટ્યૂબ પર અપલોડ કરેલા વીડિયોઝ જોવાયાનું પ્રમાણ, છેલ્લા ૧૨ મહિનામાં
કુલ ૪૦૦૦ કલાકથી આગળ જાય, તમારા ચેનલના ઓછામાં ઓછા ૧૦૦૦ સબસ્ક્રાઇબર્સ થાય એ
પછી તમને યુટ્યૂબમાંથી કમાણી શરૂ થઈ શકે છે. આટલું થયા પછી યુટ્યૂબ પરથી કમાણીના
ઘણા રસ્તાઓ ખૂલે છે.
અહીં પણ શરૂઆતમાં
ખાસ્સી મહેનત છે, લાંબો સમય આવક વિના વીડિયો અપલોડ કરવા જોઈશે. તમારે
એટલું વિચારવાનું રહેશે કે અત્યારે તમે અન્ય કોઈ સ્રોતમાંથી સારી કમાણી કરો છો? જો એ ન હોય, પણ કોઈ આવડત હોય તો
ઝાઝું વિચારવાનું નથી, ઝંપલાવી દો. અથવા, વધારાનો સમય ને પેશન
હોય તો પણ તમે સફળ યુટ્યૂબર બની શકો ને તેના જોરે ઘર ચલાવી શકો!
આ સાઇટ તપાસોઃ creatoracademy.youtube.com
ykuLk÷kRLk
Mku®÷øk
hexuR÷ rçkÍLkuMkLku ykuLk÷kRLk Vu÷kððkLkku Mknu÷ku hMíkku, LkðuMkhÚke rçkÍLkuMk {kxu Úkkuzku {w~fu÷
ઉપર આપેલી બધી બાબતો
મોટા ભાગે તમારી કોઈ ચોક્કસ આવડતનો ઉપયોગ કરી, ઇન્ટરનેટ પર સારું
એવું ફેન-ફોલોઇંગ ઊભું કરીને પછી તેેના આધારે, ઘેરબેઠાં કમાણી કરવા
પર આધારિત છે.
જો તમારામાં કોઈ એક
વિષયની વિશેષ આવડત ન હોય, તો પણ ઇન્ટરનેટ પર તમે ચીજવસ્તુઓ વેચીને પણ કમાણી
ઊભી કરી શકો છો. એ માટે તમે કોઈ સારી ઈ-કોમર્સ સાઇટ સાથે જોડાઈ શકો છો. ઉપર
બતાવેલા બધા રસ્તામાં તમારે મોટા ભાગે તમારા સમયનું રોકાણ કરવાનું થશે, પરંતુ ઓનલાઇન
સેલિંગમાં રૂપિયાનું રોકાણ પણ કરવાનું થશે.
તમે એમેઝોન જેવી સાઇટ
પર ઘણી પ્રોડક્ટસ માટે ફુલફિલ્ડ બાય એમેઝોનનો લોગો જોતા હશો.
આવી પ્રોડક્ટ્સ તેને વેચનાર કંપની કે વેપારી એમેઝોનને મોકલે છે અને પછી એનો ઓર્ડર, પેમેન્ટ, પેકિંગ, ડિસ્પેચ વગેરે
જવાબદારી એમેઝોન સંભાળે છે, બદલામાં તે વેપારી પાસેથી કમિશન લે છે.
શરૂઆતમાં, કોઈ પણ મોટી ઇ-કોમર્સ
સાઇટ પર તમારી પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કરવા માટે આ પ્રમાણમાં સહેલો રસ્તો છે.
પરંતુ એ માટે તમારે ઈ-કોમર્સ પ્લેટફોર્મને ફી ચૂકવવી પડે, જે નફામાં કાપ મ્ૂકી
શકે! જો તમે સેલર ફુલફીલ્ડ પ્રોગ્રામ પસંદ કરો તો કંપનીની
ફી બચે, સામે ડિલિવરી અને હેન્ડલિંગનો મુખ્ય ખર્ચ ઉમેરાય!
ટૂંકમાં બંને બાજુનાં જમા-ઉધાર પાસાં છે. બંનેમાં તમારે સારી રીતે વેચાઈ શકે તેવી
પ્રોડક્ટ કેટેગરીની પસંદગી કરવી, તેના સ્પર્ધાત્મક ભાવ વિચારવા, પોતે ઓછા ભાવે ખરીદી
કરી નફા સાથે વેચવા વગેરે બાબતોની સમજ કેળવીને તેના આધારે આગળ વધવાનું થશે.
તમારો રીટેઇલિંગનો
પહેલેથી નાનો-મોટો બિઝનેસ હોય, કોરોનાને કારણે તે અપસેટ થયો હોય તો તેને ઓનલાઇન
વિસ્તારવાનું ચોક્કસ વિચારવું જોઈએ, પણ તમારી નોકરી ગઈ હોય અને તમે ઓનલાઇન બિઝનેસ
કરવાનું વિચારો તો વાત થોડી પડકારભરી રહેશે.
આ સાઇટ્સ તપાસોઃ sell.amazon.in, seller.flipkart.com,
shopify.in/sell, seller.indiamart.com