મેટામાં નોકરી માટે ભારતથી કેનેડા થયો શિફ્ટ, મેટાએ બે દિવસમાં છટણી કરી
નોકરી માટે ગયો ભારતથી કેનેડા
IIT એન્જિનિયરને મેટાએ બે દિવસમાં કંપનીમાંથી નિકાળી દીધો
એન્જિનિયરે લિંક્ડઇન પર કરી પોસ્ટ
નવી નોકરી માટે પોસ્ટમાં કરી વિનંતી
નવી દિલ્હી,તા. 10 નવેમ્બર 2022, ગુરુવાર
લગભગ સૌથી વિશાળ પ્લેટફોર્મ ધરાવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેટા કંપની મેટાએ 11,000થી વધુ કર્મચારીઓની હાંકણી કરી છે. મેટાનો એક એમ્પ્લોય જે થોડા દિવસો પહેલા જ ભારતથી કેનેડા શિફ્ટ થયો હતો. તે માત્ર બે દિવસ જ કામ પર આવ્યો હતો. ત્યારે મેટાના CEO માર્ક ઝૂકરબર્ગે આ અઠવાડિયાની શરૂઆતમાં જ મોટા પ્રમાણમાં કર્મચારીઓને નોકરીમાંથી નિકાળવાનું કહ્યું હતું અને બુધવારે 11,000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા.
આ કર્મચારીઓની યાદીમાં ખડકપુરનો IIT એન્જિનિયર હિમાંશુ પણ હતો. કંપનીમાંથી નિકાળી દીધા પછી હીમાંશુએ એક પોસ્ટ પણ કરી હતી કે, આગળ શું થશે? તેને ખબર નથી. તેણે વધુમાં એમ પણ કહ્યું છે કે, કેનેડા અથવા ભારતમાં કોઈ પણ સારી તક હોય તો મને જાણકારી આપશો. હીમાંશુની આ પોસ્ટ લિંક્ડઇન પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહી છે અને તેની આ પોસ્ટ પર 7 હજારથી વધુ લાઇક અને ઘણી બધી કોમેંટસો મળી રહી છે.