Get The App

IIT મદ્રાસને મોટી સફળતા, બેલેસ્ટિક મિસાઈલથી ઈમારતોને બચાવતી સિસ્ટમ વિકસિત કરી

Updated: Mar 6th, 2025

GS TEAM


Google News
Google News
ballistic-missiles


IIT Madras: હવે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મિસાઈલ હુમલાથી સુરક્ષિત કરવામાં આવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), મદ્રાસના સંશોધકોએ એક માળખું વિકસાવ્યું છે જે બેલેસ્ટિક મિસાઇલોના ખતરાનો સામનો કરવા માટે દેશના મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષાને મજબૂત કરી શકે છે. આ માળખું કોંક્રિટ સ્ટ્રક્ચર્સ (રિઇનફોર્સ્ડ કોંક્રિટ પેનલ્સ) ની સલામતી વધારવામાં મદદ કરશે જેનો ઉપયોગ સંરક્ષણ બંકરો, પરમાણુ પ્લાન્ટ, પુલ અને એરસ્ટ્રીપ્સ જેવા જટિલ માળખામાં થાય છે.

જાણો મિસાઈલથી ઈમારતોને બચાવતી સિસ્ટમમાં શું છે ખાસ 

IIT મદ્રાસના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરના જણાવ્યા અનુસાર, 'બેલિસ્ટિક મિસાઈલ હુમલાથી ઇમારતો પર ઊંડી અસર પડે છે, જેના કારણે દિવાલોમાં તિરાડો પડી જાય અને નબળી પણ પડી જાય છે. કેટલીકવાર આખું માળખું તૂટી પડવાનો ભય રહે છે.'

બેલિસ્ટિક્સ એન્જિનિયરિંગ એ એવી ટેકનીક છે જેના દ્વારા ફ્લાઇટ, બોમ્બ અને બુલેટ અથવા તો રોકેટ જેવી ઉડતી વસ્તુઓની અસરનો અભ્યાસ કરવામાં આવે છે. આ જ વિજ્ઞાનનો ઉપયોગ બંકરો, પરમાણુ પ્લાન્ટની દિવાલો અને અન્ય સુરક્ષા માળખાં બનાવવામાં થાય છે. 

સિમ્યુલેશન કમ્પ્યુટિંગ ટેકનીકનો ઉપયોગ કર્યો

સંશોધકોએ ઇમારતો પર મિસાઈલની શું અસર પડે છે તે શોધવા માટે ફિનાઈટ એલિમેન્ટ (FE) સિમ્યુલેશન નામની કોમ્પ્યુટર ટેકનિકનો ઉપયોગ કર્યો.

આ સિમ્યુલેશન એક એવી ટેકનીક છે જેના દ્વારા કોઈ વસ્તુની અસરનો અંદાજ લગાવવામાં આવે છે અને પછી તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો: એપલે લોન્ચ કર્યું આઇપેડ એર: 64 GB સ્ટોરેજ એરાનો અંત હવે એક પણ ડિવાઇઝ જોવા નહીં મળે

સંશોધકોએ એક ફોર્મ્યુલા પણ તૈયાર કરી, જે આ રીતે કામ કરશે 

નવી સિસ્ટમ બે ધોરણો પર આધારિત છે. તેમાં ડેપ્થ ઓફ પેનિટ્રેશન (ડીઓપી)નો સમાવેશ થાય છે એટલે કે મિસાઈલ કોંક્રિટ અને ક્રેટર ડેમેજ એરિયામાં કેટલી ઊંડાઈએ પ્રવેશ કરે છે, તે જાણવામાં આવશે. 

સંશોધકોએ એક ફોર્મ્યુલા પણ તૈયાર કરી છે જેના દ્વારા કોંક્રિટ પર મિસાઈલ હુમલા બાદ બનેલા ખાડાની સચોટ આગાહી કરી શકાય છે. આ અભ્યાસ આરસી પેનલના બેલિસ્ટિક વ્યવહારને સમજવામાં પણ મદદરૂપ છે. આ નવું માળખું ડિઝાઇનર્સને વધુ વિશ્વસનીય અને સચોટ ડેટા આપશે, જે તેમને મિસાઇલ હુમલાઓને વધુ સારી રીતે ટકી શકે તેવી રચનાઓ બનાવવામાં મદદ કરશે. 

IIT મદ્રાસને મોટી સફળતા, બેલેસ્ટિક મિસાઈલથી ઈમારતોને બચાવતી સિસ્ટમ વિકસિત કરી 2 - image

Tags :