Get The App

સ્માર્ટફોનમાં આ નાનકડું કામ કરશો તો 12GB સુધીનું સ્ટોરેજ ખાલી થઈ જશે, એકવાર ચોક્કસ ટ્રાય કરો

Other ડેટા ડિલીટ કરવા માટે Storage analyzer & Disk Usage એપ્લિકેશન ડાઉનલોડ કરો

આ એપ્લિકેશનથી તમે Other ફાઇલમાં પડેલી બધી વસ્તુઓ જોઈ શકો છો, તેને સિલેક્ટ કરી ડિલીટ કરી શકો છો

Updated: Jan 10th, 2023

GS TEAM

Google News
Google News
સ્માર્ટફોનમાં આ નાનકડું કામ કરશો તો 12GB સુધીનું સ્ટોરેજ ખાલી થઈ જશે, એકવાર ચોક્કસ ટ્રાય કરો 1 - image

તા. 10 જાન્યુઆરી 2023, મંગળવાર 

સ્માર્ટફોનના સતત ઉપયોગને કારણે તેમાં જંકફાઈલ અને Cache ડેટા જમા થઈ જાય છે, જેના કારણે સ્ટોરેજ ફુલ થઈ જાય છે. સ્ટોરેજ વધવાથી નકામા ડેટાનો ભરાવો થઈ જાય છે અને તેના કારણે ઘણીવાર ફોન હેંગ થવાની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકો સ્માર્ટફોનને ઝડપથી રીસેટ કરી લેતા હોય છે. જેનાથી થોડી સ્પીડ જરુર આવે છે, પરંતુ કોલ ડિટેલ, મેસેજ અને અન્ય ઘણી વસ્તુઓ ડિલીટ થઈ જાય છે. આનાથી બચવા માટે તમે Other ફાઇલોને ડિલીટ કરી શકો છો.

આની મદદથી તમે સ્માર્ટફોનમાં 10 થી 12 GB સુધી સરળતાથી સ્ટોરેજ ખાલી કરી શકો છો. જેના માટે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી એક એપ ડાઉનલોડ કરો.

આ એપ્લિકેશન તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરો

સ્માર્ટફોન કે ટેબમાં ફાઈલ હોવાને કારણે સ્ટોરેજ ફુલ થઈ જાય છે. સ્માર્ટફોનમાંથી તેને ડાયરેક્ટ ડિલીટ કરવું સરળ નથી. આ માટે  Google Play Store પરથી Storage analyzer & Disk Usage એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે જે ફ્રીમા ઉપલ્બધ છે. આનાથી તમને બધી જ નાની, મોટી અને ટેમ્પરરી ફાઈલ તેમજ કેચ ફાઇલો પણ જોવા મળશે. જેને તમે સિલેક્ટ કરી તેને એકસાથે અથવા અલગથી ડિલીટ કરવું ખૂબ જ સરળ છે.

Other ફાઇલો ડિલીટ કરતા પહેલા આ બાબતોને ધ્યાનમાં રાખો

કોઈપણ સ્માર્ટફોનમાં Other ફાઈલ્સ ડિલીટ કરતા પહેલા કેટલીક બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો જાણ્યા વગર તેને ડિલીટ કરી દે છે, અને પછી જ્યારે તેમને કેટલીક તસવીરો અને વીડિયો ન મળે ત્યારે તેઓ હેરાન થઈ જાય છે. આજના સમયમાં કેટલાક લોકો તસવીરો, વીડિયો અને ગેમ્સ વગેરેને હિડન ફોલ્ડરમાં રાખે છે. આને બેકઅપ લીધા પછી જ Otherફાઇલોને ડિલીટ કરી નાખો. બેકઅપ લીધા વિના તમે હિડન ફોલ્ડરમાં રહેલા ફાઈલોને ડિલીટ કરશો તો તેમા રહેલા મહત્વપૂર્ણ ડેટાને કાયમ માટે ગુમાવી શકો છો.

Other ફાઈલોને આ રીતે ડિલીટ કરો...

  • 1.Other ફાઇલોને ડિલીટ કરી સ્માર્ટફોનમાં સ્ટોરેજ ખાલી કરવા માટે સૌ પ્રથમ  Storage analyzer & Disk Usage એપ્લિકેશન ખોલો
  • 2. તમામ નિયમો અને શરતોને ધ્યાનપૂર્વક વાંચી ઍક્સેસ આપ્યા બાદ જ ડાબી તરફ સ્વાઇપ કરો.
  • 3. આ પછી file Categories પર ક્લિક કરો.
  • 4. અહીં તમને તમામ હિડન ફાઈલ, ફોલ્ડર્સ અને ટેમ્પરરી ઉપરાંત કેચ ડેટા પણ જોવા મળશે.
  • 5. આમાથી તમારે માત્ર  Other ફાઇલ પર ક્લિક કરીને અંદરની બધી ખાલી ફાઇલો સિલેક્ટ કરી લો. 
  • 6. હવે જમણી બાજુએ ઉપર સાઈડ ડિલીટ આઇકોન પર ક્લિક કરીને સ્ટોરેજ ખાલી કરો.
Tags :