આઈડિયા લાવ્યું 189 રુપિયામાં 56 દિવસની વેલિડિટીવાળું રિચાર્જ
દિલ્હી, 7 ડિસેમ્બર 2018, શુક્રવાર
આઈડિયા સેલ્યુલરએ તેના યૂઝર્સ માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. આઈડિયાના પ્રીપેડ ગ્રાહકો માટે 189 રૂપિયાનો પ્લાન એક્ટિવ કરવામાં આવ્યો છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. થોડા દિવસો પહેલા વોડાફોનએ પણ આવો જ એક પ્લાન એક્ટિવ કર્યો છે. વોડાફોન અને આઈડિયા સિવાય અન્ય કોઈ સેલ્યુલર કંપની 200 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાનમાં 56 દિવસની વેલિડિટી આપતી નથી.
આ નવા પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ, 100 એસએમએસ રોજ અને 2 જીબી ડેટા 56 દિવસની વેલિડિટી સાથે મળશે. જો કે કંપની 56 દિવસ માટે કુલ 2 જીબી ડેટા જ આપી રહી છે. જો આ ડેટા 56 દિવસ પહેલા પૂરો થઈ જાય તો ડેટા યૂઝ કરવા બદલ ટોક ટાઈમ બેલેન્સમાંથી ચાર્જ લાગી શકે છે. કંપનીએ તેના માટે 10, 1000 અને 5000 રૂપિયાના ટોક ટાઈમ રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા મળે છે.
આઈડિયા સેલ્યુલરના ગ્રાહકો માટે અનલિમિટેડ કોલ એટલે રોજની 250 મિનિટ અથવા તો સપ્તાહની 1000 મિનિટ થાય છે. ઉલ્લેખનીય છે કે વોડાફોનએ પણ 189 રૂપિયાનો પ્લાન ગ્રાહકો માટે રજૂ કર્યો છે. આ ઉપરાંત રિલાયંસ જિઓના 199 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 2 જીબી ડેટા રોજ મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ રોજ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એરટેલના 199 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને સૌથી વધારે લાભ મળે છે. જો કે આ પ્લાન ડેટાનો ઉપયોગ ઓછો કરતાં હોય તેના માટે યોગ્ય છે.